Abtak Media Google News

અમરેલી જિલ્લાના પોલીસ વડા નિરલિપ્ત રાય સહિતનો સ્ટાફ ગઈ કાલે સાંજે જાફરાબાદ દરિયામાં નાહવા પડ્યા હતા. જેમાં જોતજોતામાં પોલીસ કોન્સ્ટેબલ દરિયાના પાણીમાં ડૂબવા લાગતા પોલીસવડા નિરલિપ્ત રાય તેમને બચાવવા પાણીમાં પડ્યા હતા. પરંતુ તે દરમિયાન બંને દરિયામાં ડૂબવા લાગતા સ્થાનિક તરવૈયાઓની મદદથી તેમને બચાવી લેવામાં આવ્યા હતા. બનાવ બાદ જાફરાબાદના દરિયા કિનારે જ પોલીસવડા નિરલિપ્ત રાય અને કોન્સ્ટેબલને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ઘટનાની જાણ વાયુવેગે રાજ્યભરમાં ફેલાતા પોલીસબેડામાં પણ ખભળાટ મચી ગયો હતો.

પોલીસ સ્ટાફ અને સ્થાનિક તરવૈયાઓએ બંનેને બચાવી પ્રાથમિક સારવાર અપાઈ

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમરેલી જિલ્લાના જાફરાબાદ પાસે સરકેશ્વર સાગર કિનારે ગઈ કાલે સાંજે અમરેલી જિલ્લાના પોલીસવડા નિરલિપ્ત રાય સહિતનો સ્ટાફ નાહવા ગયો હતો. જ્યાં દરિયાના ધસમસતા પાણીમાં પોલીસ કોન્સ્ટેબલ તણાવા લાગ્યા હતા. જેથી સ્થળ પર હાજર એસપી નિરલિપ્ત રાય તેને બચાવવા માટે દરિયામાં કૂદી પડ્યા હતા. પરંતુ એસપી નિરલિપ્ત રાય પણ ડૂબવા લાગતા હાજર પોલીસ સ્ટાફનો જીવ તાળવે ચોંટી ગયો હતો. આ અંગેની બનાવની જાણ વાયુવેગે ફેલાતા સ્થાનિક તરવૈયાઓ પણ દરિયા કિનારે દોડી આવ્યા હતા.

સ્થાનિક તરવૈયાની મદદથી અમરેલી જિલ્લાના પોલીસવડા નિરલિપ્ત રાય અને કોન્સ્ટેબલને હેમખેમ બચાવી લેવામાં આવ્યા હતા. ઘટનાના પગલે ૧૦૮ની ટીમ પણ તુરંત દોડી આવી હતી અને કોન્સ્ટેબલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે એસપી નિરલિપ્ત રાયને સરકેશ્વર દરિયા કિનારે જ ૧૦૮માં પ્રાથમિક સારવાર આપી હતી. હાલ એસપી નિરલિપ્ત રાય અને કોન્સ્ટેબલની તબિયત સ્થિર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

જાફરાબાદના સરકેશ્વર સાગર કિનારે સમી સાંજે બનેલી ઘટના વાયુવેગે રાજ્યભરમાં ફેલાઈ હતી. તો બીજી તરફ ગાંધીનગર ઉચ્ચ અધિકારીઓ સુધી પણ વેટ પહોંચતા ટેલિફોનિક વાતચીતનો દોર શર થયો હતો. સ્થાનિકોમાંથી મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના પોલીસવડા નિરલિપ્ત રાય જાફરાબાદ સરકેશ્વર સાગર કિનારે અનેક વખત નાહવા આવતા હોવાનું પણ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. અમરેલી જિલ્લાના પોલીઅવડા નિરલિપ્ત રાય અને કોન્સ્ટેબલ દરિયામાં ડૂબતા રાજ્યભરના પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.