Abtak Media Google News

સુલેહ શાંતિ જળવાય રહે તે માટે સઘન અટકાયતી પગલાથી લઇ પાસા સુધી કાર્યવાહીથી 8030ને લેવાયા કાયદાના સકંજામાં

ગુજરાત વિધાનસભા ચુંટણી મતદારો નિર્ભય વાતાવરણમાં મતદાન કરી શકે તે માટે સઘન વ્યવસ્થા માટે અમરેલીની 5 વિધાનસભા બેઠકો માટે વરિષ્ઠ મતદારો, દિવ્યાંગો, બુઝુર્ગો સરળતાથી મતદાન કરી શકે, શાંતિ જળવાય તે માટે તકેદારી ભરી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

અમરેલી જિલ્લાના 94- ધારી બગસરા વિધાનસભા મતવિસ્તારમાં 70 દિવ્યાંગ મતદાતાઓ અને 80+ વય ધરાવતા 257 વરિષ્ઠ નાગરિક મતદાતાઓ છે. 95 – અમરેલી કુંકાવાવ વડીયા  વિધાનસભા મતવિસ્તારમાં 08 દિવ્યાંગ મતદાતાઓ અને 80+ વય ધરાવતા 67 વરિષ્ઠ નાગરિક મતદારો છે. 96 – લાઠી બાબરા વિધાનસભા મતવિસ્તારમાં 24 દિવ્યાંગ મતદાતાઓ અને 80+ વય ધરાવતા 251 વરિષ્ઠ નાગરિક મતદારો છે. 97 – સાવરકુંડલા લીલીયા વિધાનસભા મતવિસ્તારમાં 04 દિવ્યાંગ મતદાતાઓ અને 80+ વય ધરાવતા 08 વરિષ્ઠ નાગરિક મતદારો છે. 98- રાજુલા જાફરાબાદ વિધાનસભા મતવિસ્તારમાં 47 દિવ્યાંગ મતદાતાઓ અને 80+ વય ધરાવતા 309 વરિષ્ઠ નાગરિક મતદારો છે. જિલ્લામાં સૌથી ઓછા દિવ્યાંગ મતદાતાઓ સાવરકુંડલા લીલીયા અને સૌથી વધુ ધારી બગસરા વિધાનસભા મતવિસ્તારમાં નોંધાયા છે.

આ ઉપરાંત 80+ વય ધરાવતા નાગરિકો સૌથી ઓછા સાવરકુંડલા લીલીયા અને સૌથી વધુ અનુક્રમે રાજુલા, ધારી અને લાઠી વિધાનસભા મત વિસ્તારમાં નોંધાયા છે. આમ, વિધાનસભા સામાન્ય ચૂંટણી – 2022 દરમિયાન અમરેલી જિલ્લાના 153 દિવ્યાંગ અને 80+ વય ધરાવતા 892 વરિષ્ઠ નાગરિક મતદાતાઓ દ્વારા તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે તેમના 12- ડી ફોર્મમાં જરુરી વિગતો ભરી અમરેલી જિલ્લા ચૂંટણી તંત્રને આપવામાં આવી છે.

ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર તથા અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ અમરેલી જિલ્લામા વિધાનસભા સામાન્ય ચુંટણી 2022 શાંતિપુર્ણ રીતે યોજાય, જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી સુચારૂ જળવાઇ રહે તે સારૂ જરૂરી તમામ અટકાયતી પગલા લઇ અસામાજિક ઇસમો તથા અસામાજિક પ્રવૃતિ સદંતર ડામી દેવા કડક કાર્યવાહી હાથ ધરવા અમરેલી જિલ્લા પોલીસને સુચના અને માર્ગદર્શન કરવામાં આવેલ.

અમરેલી જિલ્લા પોલીસ દ્રારા માથાભારે ઇસમો તથા અગાઉ ગુન્હાઓમાં સંડોવાયેલ હોય તેવા કુલ 8030 ઇસમો સામે

(1) સી.આર.પી.સી. કલમ 107, 116 મુજબ કુલ 2070, કલમ 109 મુજબ કુલ  457, કલમ 110 મુજબ કુલ  4994, કલમ 151 મુજબ કુલ – 509 અટકાયતી પગલાઓ લેવામાં આવેલ છે.

(1) પાસા  89

(2) હદપારી  238

(3) પ્રોહી 93- 1086 મળી કુલ 1413 ઇસમો સામે કાર્યવાહી કરવામાં આવેલ છે.

ગુજરાત રાજ્યની સામાન્ય વિધાનસભાની ચૂંટણી સંદર્ભે તા.01 ડિસેમ્બર, 2022 ગુરુવારના રોજ પ્રથમ ચરણમાં અમરેલી સહિતના  સૌરાષ્ટ્ર – કચ્છના જિલ્લાઓમાં મતદાન થશે. રાજ્યના સામન્ય વહીવટ વિભાગ દ્વારા મતદાન માટે સબંધિત જિલ્લાઓમાં “જાહેર રજા” તરીકે જાહેર કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.