Abtak Media Google News

અમરેલીમાં   રાજકમલ ચોક ખાતે યુવા કોંગ્રેસ જિલ્લા પ્રમુખ દેવરાજ બાબરીયા અને કાર્યકરો દ્વારા બોટાદ માં થયેલા લઠ્ઠા કાંડ માં 55 લોકો યે પોતાનો જીવ ગુમાવ્યો છે જેનો વિરોધ કરતા ગૃહમંત્રી ના બેનર ઉપર શાહી લગાવી રાજીનામા ની માંગ કરી હતી.

Screenshot 20220728 021033 Whatsapp

ગાંધી ના ગુજરાત માં દારૂ બંધી માત્ર કાગળ પર નો છાશવારે પર્દાફાશ હાલ ના લઠ્ઠા કાંડ દ્વારા થયો છે ત્યારે અતિ નિંદનીય ઘટના માં જેમની મીઠી નજર હેઠળ આ કાર્યવાહી થઈ છે અને જેમની ગંભીર સંડોવણી છે તેવા તંત્ર ના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પર શાહી ફેંકી અમરેલી યુવક કોંગ્રેસ નાં પ્રમુખ દેવરાજ બાબરીયા તેમજ યુથ કોંગ્રેસ નાં કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. પોલીસ ને જાણ થતાં જ સીટી પી આઈ એમ એ મોરી સ્ટાફ સાથે ત્યાં દોડી આવ્યા હતા અને કાર્યક્રમ ને અટકાવ્યો હતો.

Screenshot 20220728 021004 Whatsapp

આ તકે યુથ કોંગ્રેસ નાં પ્રભારી યુગાંસ રાણા અમરેલી વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ મોનીલ ગોંડલિયા શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ તેજસ મસરાણી તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ મનીષભાઈ ભંડેરી શહેર પ્રમુખ સંદીપ પંડીયા ગુજરાત મહિલા કોંગ્રેસ નાં મહામંત્રી હંસા બેન જોશી જિલ્લા મહિલા કોંગ્રેસ મીનાબેન સોનડાંગર ટીકુ ભાઈ વરું પ્રતાપભાઈ કામળીયા ઋષિ જોશી હિરેન ટીમાંનીયા રોનક ધાનાણી જયરાજ મયત્રા અલ્પેશ દૂહેરા કૌશિક બારૈયા પરવેઝ નાગણી રવિભાઈ ખુમાણ પ્રવીણ વસરા સાહેબ અભી વાળા આશિષ ચૌહાણ સન્ની ચૌહાણ હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.