Abtak Media Google News

અમરેલી પરીખ હોન્ડા શો રૂમમાં કામ કરતા પંકજભાઈ સોલંકીનાં બેંક ખાતામાંથી કોઈ ફોન કે ઓટીપી નંબર વગર જુદા જુદા ટ્રાન્ઝેકશનથી કુલ રૂ.૪૨૦૦/-ની રકમ ઓનલાઈન ફ્રોડ મારફતે ઉપડી ગયેલ હોય જેની જાણ થતાં તેઓએ તાત્કાલિક અમરેલી સાયબર ક્રાઈમ સેલનાં એમ.એમ.પરમારનો સંપર્ક કરી ઉપરોકત બનાવ બાબતે જાણ કરતાં તેઓ દ્વારા તુરંત જ કાર્યવાહી હાથધરી અરજદારનાં બેંક ખાતામાં કરવામાં આવેલ ઓનલાઈન ફ્રોડ ટ્રાન્ઝેકશનની તમામ જ‚રી માહિતી તથા બેંક પાસબુકમાં થયેલ એન્ટ્રી, ઓનલાઈન સ્ટેટમેન્ટ, એટીએમ કાર્ડ વિ.ડોકયુમેન્ટ મેળવી ચેક કરતા ઓનલાઈન ફ્રોડમાં ગયેલ નાણા ગુગલની વેબસાઈટ દ્વારા અનઅધિકૃત રીતે કાપવામાં આવેલ હોવાની જાણ થયેલ, સંલગ્ન વેબસાઈટ દ્વારા ખાતાધારકની જાણ બહાર કાપવામાં આવેલ નાણા પરત મેળવવા માટે સાયબર સેલ દ્વારા જરૂરી પત્ર વ્યવહાર તથા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ તેમજ ઘટતી તમામ કાર્યવાહી કરી, ઓનલાઈન ફ્રોડમાં ગયેલ પુરેપુરી રકમ રૂ.૪૨૦૦/- પંકજભાઈનાં બેંક ખાતામાં પરત અપાવી, આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.