Abtak Media Google News

ગરવા ગળાના ગાયક અજય ગઢવીના કંઠે ભજનો-કિર્તનોનું રસપાન

‘અબતક’ ચેનલ દ્વારા પ્રસ્તુત કલારસીક દર્શકોનો અતિ પ્રિય કાર્યક્રમ ચાલને જીવી લઇએ શ્રેણીમાં રજુ થતાં કલાકારો પોતાની આગવી કળાથી સૌરાષ્ટ્ર, ગુજરાત, દેશ અને વિદેશમાં વસતા ગુજરાતીઓને મંત્ર મુગ્ધ કરે છે. આપણા લોકસંગીતને લોકો વધુને વધુ માણે સાથે સાથે ખુબ જ સારા અપ્રચલીત કલાકારોને પોતાની કલા છેવાડાના લોકો સુધી પહોચાડવા માટેનું પ્લેટફોર્મ પુરુ પાડવા ‘અબતક’ ચેનલનો હમેશા પ્રયાસ રહ્યો છે. ‘ચાલને જીવી લઇએ’ના આજના કાર્યક્રમમાં પ્રાચિન ભજનો, કૃષ્ણ કિર્તન, દુહા છંદની રમઝટ બોલાવશે પ્રસિઘ્ધ કલાકાર અજય ગઢવી, જામનગરના પ્રસિઘ્ધ કલાકાર સ્વ. શાંતિભાઇ ગઢવી કે જેઓએ વિદેશોમાં પણ પોતાના કંઠનો જાદુ પ્રસરાવ્યો હતો. તેના પુત્ર અજયભાઇને કલા વારસામાં મળી છે. છેલ્લા ત્રીસ વર્ષથી લોકસંગીત ક્ષેત્રે કામ કરી રહેલા અજયભાઇએ મુંબઇ ખાતે સુભાષ ધાયના સ્ટુડીયોમાં પણ પોતાની કલા રજુ કરી છે. તેઓએ અનેક ઓડિયો આલબમમાં પોતાની  કળા રજુ કરી છે તો આવો આજે આપણે હાલારનું હીર, અજય ગઢવીને માણસુ ચુકાય નહી ચાલને જીવી લઇએ.

કલાકાર:- અજય ગઢવી

ડીરેકટર-એન્કર:- પ્રિત ગોસ્વામી

તબલા:- મહેશ  ત્રિવેદી

પેડ:- કેયુર બુઘ્ધદેવી

કી બોર્ડ:- પ્રશાંત સરપદડિયા

આજે પ્રસ્તુત થનાર સુમધુર કૃતિઓ

* અજયાળુ.. અજવાળુ… ગુરૂજી…

* સાહેલી અમને ભાગ્ય રે મળ્યો…

* હંસલા હાલોને હવે મોતીડા…

* જીઓ રે કબીરા…

* નંદલાલાને માતા યશોદાજી…

* મોરબી વેરણ થઇ રે…

* ગુરૂજીના નામની છે…

* દુહા છંદ

આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને

ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો

ઈન કેબલ ચેનલ નં.૫૬૧              ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭

મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦      સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.