જૂના માર્કેટ યાર્ડમાંથી લેવામાં આવેલા અમુલ ઘીના નમુનામાં ભેળસેળ

અબતક,રાજકોટ

દૂધ, ઘી સહિતની ચીજ વસ્તઓમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા લેભાગુ તત્વો સામે તંત્રૃ ઝુંબેશ હાથ ધરી છે. ત્યારે થોડા સમય પહેલા જૂના માર્કેટ યાર્ડમાં ગાંધીનગર અને રાજકોટની ફૂડ ઓફિસરની સંયુકત ટીમે દરોડો પાડી અમુલ ઘીના નમુના લઈ લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા જેમાં ઘીમાં ભેળસેળ કરવામાં આવી હોવાનો અભિપ્રાં આવતા અંતે રાજકોટ મહાનગરપાલીકા ફૂડ ચેફટી ઓફિસર દ્વારા વેપારી સામે ઘીમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા અંગે બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવતા પોલીસે વેપારીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની જાણવા મળતી વિગત મુજબ કાલાવાડ રોડ રૂચી રેસીડેન્સીમાં રહેતા મહાનગરપાલીકાના ફૂડ સેફટી ઓફિસર ચંદ્રકાંત દેસાભાઈ વાઘેલા ઉ.53એ બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદમાં આરોપી તરીકે વેપારી ગોરધનભાઈ મુરલીધર સુમતાળીનું નામ આપ્યું છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગત 5 જુલાઈના રોજ ગાંધીનગર ફૂડ સેફટી ઓફિસર અને રાજકોટ મહાનગરપાલીકા ફૂડ સેફટી ઓફિસરની ટીમે જુના માર્કેટીંગ યાર્ડ ખાતે આવેલ સોનીયા ટ્રેડસ નામની પેઢી પર દરોડો પાડયો હતો.

 

બે માસ પહેલા ફૂડ સેફટી ઓફિસરોએ દરોડો પાડી 284 કિલો અમુલ ઘીનો જથ્થો સીઝ કર્યો’તો: લેબોરેટરીનો રિપોર્ટ આવતા વેપારી સામે ઠગાઈ વિશ્ર્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો

ખાધ તેલનાં વેપારી ગોરધનભાઈ સુમતાણીની પેઢીમાં તપાસ કરતા અમૂલ ઘીના 19 ટીન મળી આવ્યા હતા જે અંગે કોઈ બીલ કે આધાર પૂરાવો ન હોય ફૂડ સેફટી ઓફીસર દ્વારા નમુના લઈ રૂ.1,13,600ની કિંમતનો 284 કિલો અમૂલ ઘીનો જથ્થો સીઝ કરી દીધો હતો.

વેપારીની પેઢીમાંથી લેવામાં આવેલા અમૂલ ઘીના નમુના પૃથ્થકરણ અર્થે વડોદરા ફૂડ એનાલીસ્ટ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા જેનો અભિપ્રાય આવ્યો હતો અને અમૂલ ઘીમાંભેળસેળ હોવાનું જણાવતા અંતે વેપારી સામે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી ઠગાઈ વિશ્ર્વાસઘાત કરવા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી વિશેષ તપાસ પી.એસ.આઈ. બી.બી. કોડીયાતર સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે. અને આર્થીક લાભ માટે લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર વેપારીની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે. વેપારીની અગાઉ ફૂડ સેફટી ઓફિસર દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં ભેળસેળ યુકત અમૂલ ઘી મહેસાણાના કડી પંથકના વેપારી નવશાદ નામના શખ્સે ભેળસેળ યુકત અમૂલ ઘીનો જથ્થો મોકલાવ્યો હોવાની કબુલાત આપી હતી.