Abtak Media Google News

દેશની સૌથી મોટા ફૂડ પ્રોડક્ટ અને ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ની અમૂલ બ્રાન્ડ થી દૂધની નદીઓ વહાવયા બાદ હવે ઓર્ગેનિક ફૂડ સેક્ટરમાં ઘઉંના ઓર્ગેનિક લોટ સાથે પદાર્પણ કરી રહી છે

શનિવારે વિરાટ સહકારી સંસ્થા નું બહુમાન ધરાવતા અમૂલે જાહેરાત કરી હતી કે હવે કંપની ઓર્ગેનિક ઉત્પાદન ક્ષેત્રે ઝંપલાવી રહી છે ઓર્ગેનિક મગદાળ, તુવેરદાળ ,ચણાદાળ ,બાસમતી ચોખા ની પ્રોડક્ટ બજારમાં આવશે કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ દ્વારા અગાઉ જ ડેરી ની જેમ ઓર્ગેનિક કૃષિ પેદાશો ના આગોતરા અને પશ્ચાત વિકાસ નોનિર્દેશ આપ્યો હતો , ખેતી માં ખાતર નો વધુ પડતો ઉપયોગ અને તેનાથી સબસીડી નું ભારણ બે લાખ કરોડ સુધી પહોંચી છે ત્યારે ખેડૂતોને ખાતર ના ભાર માંથી મુક્તિ આપવા માટે હવે ઓર્ગેનિક ખેતી ની આવશ્યકતા છે, અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારે જણાવ્યું હતું કે અમુલ ડેરી હવે ઓર્ગેનિક ક્ષેત્રમાં  ઓર્ગેનિક આ ટા સાથે પદાર્પણ કરી રહી છે અંદાજ પટેલ મોગર ફૂડ કોમ્પલેક્ષ ખાતે કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે અમૂલ ડેરીના મોગલ પ્લાન્ટમાં ચોકલેટ  સહિતના ડેરી ઉત્પાદનો શરૂ થઈ ચૂક્યા છે.

અમૂલ દ્વારા હવે ઓર્ગેનિક ખેતી ને પ્રોત્સાહન આપી દૂધની જેમ જ ઓર્ગેનિક ક્ષેત્ર વિકસાવવામાં નિર્ધાર કરવામાંઆવ્યા છે જેનાથી ખેડૂતોની આવક વધશે, અને ઓર્ગેનિક ફૂડ ઇન્ડસ્ટ્રીઝ નો વિકાસ થશે તેમ જીસીએમએમએફના આરે શોધીએ જણાવ્યું હતું. ઓર્ગેનિક ચીજવસ્તુઓનું ચલણ વધી રહ્યું છે હજુ ખેતી કરનારા ખેડૂતો માટે પોતાનો માલ વેચવા કોઇ વ્યવસ્થા નથી, તેથી હવે અમુલ તેના નેટવર્કને પરીક્ષ્ણ પદ્ધતિ થી ઓર્ગેનિક ઉત્પાદન માટે મદદરૂપ થવાની તૈયારી કરી રહ્યું છે, ઓર્ગેનિક વસ્તુઓ ની વ્યાજબી ભાવે ચકાસણી અને પ્રમાણિત કરવાની વ્યવસ્થા સાથેની પ્રથમ લેબોરેટરી ગાંધીનગર માં સ્થાપવામાં આવશે અમુલ ઓર્ગેનિક આટા સો ટકા પ્રમાણિત ઓર્ગેનિક ઘઉં માં થી બનાવવામાં આવશે, આ ઘઉં સંપૂર્ણપણે જંતુનાશક થી મુક્ત હશે આગામી દિવસોમાં અમુલ ડેરી પ્રોડક્ટની સાથે-સાથે ઘઉંના લોટ સાથે ઓર્ગેનિક ચીજવસ્તુઓ પણ મળતી થશે અમૂલનો ઘઉંનો લોટ ગુજરાતમાં જૂનના પ્રથમ અઠવાડિયામાં લોન્ચ કરવામાં આવશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.