રાજકોટ ડિવિઝનની પાંચ જોડી ટ્રેનોમાં એક વધારાનો ફર્સ્ટ એસી કોચ ઉમેરાશે

મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનની પાંચ જોડી ટ્રેનોમાં કાયમી ધોરણે એક વધારાનો ફર્સ્ટ એસી કોચ ઉમેરવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફ ના જણાવ્યા હતું.

ઓખા – શાલીમાર સુપર ફાસ્ટ એક્સપ્રેસ માં 03.07.2022 થી ઓખા થી અને 05.07.2022 થી શાલીમારથી.

ઓખા – વારાણસી સુપર ફાસ્ટ એક્સપ્રેસ માં 07.07.2022 થી ઓખા થી અને 09.07.2022 થી વારાણસીથી.

ઓખા-જયપુર એક્સપ્રેસમાં 04.07.2022થી ઓખાથી અને 05.07.2022થી જયપુરથી.

રાજકોટ – રીવા સુપર ફાસ્ટ એક્સપ્રેસમાં 03.07.2022 થી રાજકોટ થી અને 04.07.2022 થી રીવા થી.  રાજકોટ-દિલ્હી સરાય રોહિલ્લા સુપર ફાસ્ટ એક્સપ્રેસ માં 07.07.2022 થી રાજકોટથી અને 08.07.2022 થી દિલ્હી સરાય રોહિલ્લા થી વધારાનો ફર્સ્ટ એ.સી. કોચ ઉમેરાશે