Abtak Media Google News

વ્યક્તિ દીઠ 1 કિલો ઘઉં અને 4 કિલો ચોખા મળશે

અંત્યોદય કાર્ડ ધારકોને સરકાર દ્વારા મે મહીનામાં વધારાનું 5 કિલો અનાજ નિ:શુલ્ક આપવામાં આવશે. જેમાં વ્યક્તિ દીઠ 1 કિલો ઘઉં અને 4 કિલો ચોખા મળશે તેમ જિલ્લા પુરવઠા વિભાગે જાહેરાત કરી છે.

જિલ્લા પુરવઠા અધિકારીએ આ અંગે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાજ્યના રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળના રેશનકાર્ડ ધારકોની જન સંખ્યાને મે માસ  દરમિયાન વ્યક્તિ દીઠ 5 કિલો વધારાના અનાજના જથ્થાનું તા.16મે થી 31 મે દરમિયાન વિનામૂલ્યે વિતરણ કરવામાં આવનાર છે.

જેમાં વ્યક્તિ દીઠ 1 કિલો ઘઉં અને 4 કિલો ચોખા આપવામાં આવનાર છે.આ મળવાપાત્ર જથ્થો તમામ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો હેઠળના રેશનકાર્ડ ધારકો પોતાના હાથના અંગુઠા કે આંગળીનો ઉપયોગ કરી પોતાની ઓળખ આપી અનાજ મેળવી શકશે. તેમ યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.