ગુજરાત પ્રવાસન વિભાગની જાહેરાતમાં ગીરમાં શાહમૂર્ગ, સિંહની આગળ કાગડાને બદલે આફ્રિકન બતકને ચણતા બતાવાઈ 

ભણેલા ભૂલે તો ભીંત ભૂલે જેવો ઘાટ…. 

ગીરના જંગલના પ્રચાર-પ્રસારમાં નિષ્ણાતોનું માર્ગદર્શન જરૂરી અનેક વખત એશિયાટિક સિંહોના બદલે આફ્રિકન સિંહોને લોગોમાં મળી જાય છે સ્થાન

અબતક-રાજકોટ
કહેવત છે કે ભણેલા ભૂલે તો ભીંત ભૂલે… ગુજરાત પ્રવાસન વિભાગ ની જાહેરાતમાં શરતચૂકથી આખેઆખો હાથી ન દેખાયો હોય તેવી પરિસ્થિતિ ઉભી થઇ અને જવાબદારો આ ભુલો નો જવાબ દેવામાં પણ રીતસરના પરસેવે રેબઝેબ થઇ ગયા હતા,
ગીરના જંગલની જાહેરાતમાં શાહમૂર્ગ બતાવવામાં આવ્યો છે અન્ય એક વિડીયો માં ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ગીરની વન્ય સૃષ્ટિ અંગે ના ક્ધટેન્ટ વાળી જાહેરાતમાં એશિયાટીક સિંહો આગળ આફ્રિકામાં વસે છે તેવા પક્ષીઓને ચણતા બતાવ્યા છે જોકે પ્રવાસન વિભાગ ગીર વન્ય સૃષ્ટિ ના અંગ એવા ગીરના કાગડાઓને બતાવવા માંગતા હતા.પરંતુ શરતચૂકથી તેમાં આફ્રિકામાં થતી બતક નું ચિત્રાંકન થઈ ગયું છે,
વિભાગના છબરડા અહીંથી જ અટકતા નથી ગીરની જાહેરાતમાં શિયાળ ના બદલે વરુને રુદન કરતું બતાવવામાં આવ્યું છે, પ્રવાસન વિભાગના આ ખબર નથી ૂશહમહશરય એક્સપર્ટ ભારે રોષે ભરાયા છે જોકે પ્રવાસન વિભાગે આ ભૂલ અંગે એવું જણાવ્યું છે કે આ વિડીયો જુના છે અને તેને તાત્કાલિક દૂર કરવામાં આવ્યા છે પરંતુ પ્રવાસન વિભાગની આ ભૂલને નિષ્ણાતો માફ ન કરી શકાય તેવી ક્ષતિ ગણાવે છે.

વન મંડળના પૂર્વ સભ્ય ભૂષણ પંડ્યા નું કહેવું છે કે ટુરીઝમ વિભાગની આ ક્લિપ વાયરલ થઈ ચૂકી છે અને આ વિડીયો સમગ્ર દેશના વન્ય જીવ અભ્યાસ સાથે સંકળાયેલા નિષ્ણાતોમાં ફરી રહ્યો છે.તેમણે જણાવ્યું હતું કે જો કે આ ભૂલ એ વાત ની પોલ ખોલે છે કે પ્રવાસન વિભાગ પાસે કોઈ નિષ્ણાત વ્યક્તિ નહીં હોય તેમણે વ્યવસાયિક ધોરણે આ જાહેરાતો બનાવી હશે ગુજરાત સરકારના પ્રવાસન સચિવ હરિત શુક્ર એ જણાવ્યું હતું કે આ જાહેરાતો જૂની છે અને તેને વિભાગ દ્વારા એક વખત ભૂલ સમજાય પછી તરત કાઢી નાખી છે ટુરિઝમ કોર્પોરેશન ગુજરાતના મેનેજિંગ ડાયરેક્ટર જીનું દિવાન નું કહેવું છે કે હવે ભવિષ્યમાં આ ભૂલ ન થાય તેની વિભાગ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવશે , ભૂતકાળમાં પણ પ્રવાસન વિભાગ દ્વારા દેશના ગૌરવ એવા ગીરના સિંહોની બદલે આફ્રિકાના સિંહો અને લોકોમાં બતાવવામાં આવ્યા હતા ગયા વર્ષે પ્રવાસન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા સોશિયલ મીડિયા ચીનમાં ગુજરાતના જંગલોમાં શાહમૂર્ગ અને તે પણ ગીરમાં કેવી રીતે બતાવી શકે તેની ચર્ચા થઈ હતી, જંગલ વિભાગ કોઈપણ પ્રકારની દેખરેખ વગર જાહેરાતો બહાર પાડી દેવાની વાત સામે આવી છે એક વરિષ્ઠ અધિકારી એ જણાવ્યું હતું કે ગીરમાં એક પણ શાહમૃગ નથી તેમણે વધુમાં જણાવ્યું હતું કે વ્યક્તિગત રીતે ઉતારેલા આ વિડીયો અને ભૂલમાં લગાવી દેવામાં આવ્યા હતા જ્યારે હું ગાંધીનગર હતો ત્યારે મેં પ્રવાસન વિભાગને જાહેરાત માટે ખાસ નિષ્ણાતોની તકેદારી લેવાનું સૂચન કર્યું હતું આવી ભૂલો એક હાસ્યાસ્પદ બની રહે છે