Abtak Media Google News

બેદરકારી બદલ સિવિલ એવિએશન ઓથોરિટી ઓફ નેપાળએ ટ્રાફિક કંટ્રોલ વિભાગના ત્રણ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા

એર ઈન્ડિયા અને નેપાળ એરલાઈન્સના વિમાનો વચ્ચે મદ્ધ આકાશમાં ટક્કર થતા સહેજમાં રાખી ગયું છે. નેપાળમાં શુક્રવાર (24 માર્ચ)ના રોજ એર ઈન્ડિયા અને નેપાળ એરલાઈન્સના વિમાનો વચ્ચે હવામાં અથડામણ થવાની હતી ત્યારે ચેતવણી પ્રણાલીએ પાઈલટોને ચેતવણી આપી અને તેમના તાત્કાલિક પગલાંથી મોટી દુર્ઘટના ટળી હતી. અધિકારીઓએ રવિવારે આ માહિતી આપી હતી.

સિવિલ એવિએશન ઓથોરિટી ઓફ નેપાળ(સીએએએન)એ બેદરકારીના આરોપસર એર ટ્રાફિક કંટ્રોલ વિભાગના ત્રણ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. સીએએએનના પ્રવક્તા જગન્નાથ નિરુલાએ આ જાણકારી આપી છે. શુક્રવારે સવારે કુઆલાલંપુર મલેશિયાથી કાઠમંડુ આવી રહેલું નેપાળ એરલાઇન્સ એરબસ એ-320 એરક્રાફ્ટ અને નવી દિલ્હીથી કાઠમંડુ જઈ રહેલું એર ઇન્ડિયાનું એરક્રાફ્ટ ટકરાવાના હતા.

નિરુલાએ કહ્યું કે એર ઈન્ડિયાનું પ્લેન 19 હજાર ફૂટની ઊંચાઈથી નીચે આવી રહ્યું હતું જ્યારે નેપાળ એરલાઈન્સનું પ્લેન તે જ સમયે 15 હજાર ફૂટની ઊંચાઈએ ઉડી રહ્યું હતું.પ્રવક્તાએ કહ્યું કે જ્યારે રડાર પર બતાવવામાં આવ્યું કે બે પ્લેન નજીકમાં છે, ત્યારે નેપાળ એરલાઈન્સનું વિમાન સાત હજાર ફૂટની ઊંચાઈએ નીચે આવી ગયું હતું. સિવિલ એવિએશન ઓથોરિટીએ આ મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની કમિટીની રચના કરી છે. સીએએએનએ ઘટના સમયે કંટ્રોલ રૂમમાં તૈનાત ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા. હાલમાં આ ઘટના પર એર ઈન્ડિયા તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.આ પ્રકારની ઘટના અગાઉ પણ સામે આવી ચુકી છે.

અહેવાલો અનુસાર થોડા વર્ષો પહેલા બેંગલુરુમાં આવી જ ઘટનાને ટાળવામાં આવી હતી. કોઈમ્બતુરથી હૈદરાબાદ અને બેંગ્લોરથી કોચીન જતી ઈન્ડિગોની બે ફ્લાઈટ વચ્ચે હવામાં અથડાતા બચાવી લેવામાં આવી હતી. બંને વિમાનો સહિત, તે સમયે 300 થી વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. ઈન્ડિગોના પ્રવક્તાએ જણાવ્યું કે કોઈમ્બતુરથી હૈદરાબાદ જઈ રહેલા પ્લેનમાં 162 મુસાફરો અને કોચીન જઈ રહેલા પ્લેનમાં 166 મુસાફરો હતા. જ્યારે બંને એરક્રાફ્ટ હવામાં એકબીજાની સામે આવ્યા, ત્યારે ટીસીએસ(ટ્રાફિક કોલિઝન અવોઈડન્સ સિસ્ટમ) એલાર્મ વાગ્યું, જેના કારણે અકસ્માત ટાળી શકાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.