લોન્ચ પહેલા જ સામે આવી MG HECTORના અપડેટેડ વર્ઝનની આકર્ષક તસ્વીર: જબ્બર છે લૂક

બ્રિટિશ કાર ઉત્પાદક MG ભારતમાં નવી અપડેટ થયેલી એમજી હેક્ટરને લોન્ચ કરવા જઈ રહી છે. કંપની આ કારને 2021ના ​​પહેલા મહિનામાં ભારતીય બજારમાં લોન્ચ કરશે. હવે આ કારની તસવીરો MG HECTOR FACELIFTના સત્તાવાર લોન્ચિંગ પહેલા બહાર આવી છે. તસવીર આ કારના ટીવી કમર્શિયલ શૂટિંગ દરમિયાન લેવામાં આવી છે.

નવું શું હશે?

એમજી હેક્ટર ફેસલિફ્ટના ફ્રન્ટ લુકમાં કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે, હવે આ કાર નવી બ્લેક મેશ ગ્રિલ અને સ્ટેન ગ્રે સરાઉન્ડ સાથે આવશે. આ સિવાય આ કારમાં સ્પ્લિટ હેડલેમ્પ્સ, બમ્પર અને ફોગ લેમ્પ્સ પણ જોવા મળશે. નવી હેક્ટરમાં કંપની 18 ઇંચના એલોય વ્હીલ્સનો ઉપયોગ કરી શકે છે. જ્યારે ચાલુ મોડેલમાં 17 ઇંચ એલોય વ્હીલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

કિંમત શુ હશે?

નવી હેક્ટરની કિંમત વિશે સત્તાવર કોઈ માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. આ કારના ડ્યુઅલ ટોન વેરિઅન્ટ પણ કંપની દ્વારા તાજેતરમાં લોન્ચ કરવામાં આવી હતા. કારની હાલની કિંમત 16.84 લાખ રૂપિયાથી 18.08 લાખ રૂપિયાની વચ્ચે છે. કંપની 1.5 લિટર પેટ્રોલ, 2.0 લિટર ડીઝલ અને 1.5 લિટર પેટ્રોલ માઇલ્ડ-હાઇબ્રિડ વિકલ્પ સાથે હેક્ટર ફેસલિફ્ટને કંપની બજારમાં લાવી શકે છે. 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ તેમજ પેટ્રોલ અને ડીઝલ બંને પ્રકાર ઉપલબ્ધ હશે. 1.5 લિટર પેટ્રોલ મોડેલ 6 સ્પીડ ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે પણ આવશે.