Abtak Media Google News

ચાંદા મામા દૂર સે… ચંદ્ર સાથે પૃથ્વીવાસીઓનો નાતો પ્રેમ અને શીતળતા અને શાંતિનો અનુભવ કરાવતો રહ્યો છે અંધારી રાતમાં આકાશનું અવલોકન કરતા નાના બાળકોથી લઇ ખગોળપ્રેમીઓ અને પ્રકૃતિપ્રેમીઓ માટે ચંદ્રનો હેત અલગ હોય છે…. કવિતા શાયરી અને મનની અભિવ્યક્તિ પ્રકૃતિની તમામ વસ્તુઓમાં ચંદ્રમાનું સવિશેષ મહત્ત્વ રહ્યું છે ધાર્મિક સામાજિક અને લાગણીની વાતોથી લઈને સંબંધોમાં ચંદ્રમાંના ઘણા રૂપક રચવામાં આવ્યા છે ચંદ્રમા એક એવો ગ્રહ છે જે પૃથ્વીથી દૂર હોવા છતાં પૃથ્વીવાસીઓને પોતીકો લાગે છે

આજે 26મી મે ના સુપર મૂન અને આંશિક ચંદ્રગ્રહણનો નજારો પ્રકૃતિપ્રેમીઓ માટે એક સાથે સંજોગ ઊભા કર્યા છે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા ઓરિસ્સા અને આંદામાન નિકોબાર ટાપુ પર આજે સુપર મુનનો નજારો જોવા મળશે સાથે સાથે અસંતચંદ્રગ્રહણનો નજારો દક્ષિણ અમેરિકા, અમેરિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્ટિકા પ્રશાંત મહાસાગર અને હિંદ મહાસાગરના વિસ્તારોમાંથી જોવા મળશે

બપોરે ત્રણથી ચાર અને 40 મિનિટ સુધી ચંદ્રગ્રહણ ચાલશે ભારતમાં કેટલાક વિસ્તારોમાં ચંદ્રગ્રહણ જોવા મળશે કોલકાતા, ચેરાપુંજી, કુંજબિહાર, ગુવાહાટી, ઇમ્ફાલપુરી જેવા ભારતના વિવિધ વિસ્તારોમાં આ સમયગાળા દરમિયાન 2થી બાર પંદર મિનિટ સુધી ચંદ્રગ્રહણનો નજારો જોવા મળશે હવે પછીનું ચંદ્રગ્રહણ 2009ની 19મી નવેમ્બરે જોવા મળશે. ઉત્તર-પૂર્વ ભારતમાં અરૂણાચલ પ્રદેશને આસામમાં આજનો ચંદ્રગ્રહણ વધારે સહેલાઈથી જોવા મળશે આજના ચંદ્ર ગ્રહણનું મહત્વ એ છે કે તે સુપર મુન યુતી સાથે સર્જાશે. છે.

શું છે સૂર્યનું આભામંડળ

સૂર્યને બ્રહ્માંડનું જીવન યજ્ઞ માનવામાં આવે છે સૂર્યનો પ્રકાશ અને પરિતાપ જ જીવન માટે નિયમિત છે  આગના ગોળા જેવા સૂર્યની સામે જોવાની હિંમત થતી નથી સૂર્યની નજીક જઈને તેનું સંશોધન કરવું એ જીવતા મનુષ્યો માટે અત્યારે તો અશક્ય છે. સૂર્યથી હજારો કિલોમીટર દૂર એવી ગરમી છે કે ત્યાં જનારા તમામ બળીને ખાખ થઈ જાય પરંતુ સૂર્યનું અવલોકન અને સંશોધન કાર્ય કરવામાં માણસ ક્યારેય આળસ કરતો નથી સૂર્યની રચના સૂર્ય શું છે સૂર્ય કેવી રીતે કામ કરે છે તેનો અભ્યાસ હજારો વર્ષથી ચાલે છ. સૂર્ય અંગે ઘણી બધી વિગતો જાણવા મળે છે આજે આપણે સન હેલો અંગે વૈજ્ઞાનિકોએ મેળવેલી હકીકતો અંગે ચર્ચા કરવી છે સૂર્યની આસપાસ રચાયેલા આભામંડળને હેલો કહે છે બેંગ્લોરના વૈજ્ઞાનિકોએ કરેલા એક સંશોધનમાં સૂર્ય અંગેની વિગતો પ્રકાશિત કરવામાં આવી છે સૂર્યની આસપાસ પણ એક વાતાવરણ છે જે સૂર્યના કિરણોને પરાવર્તિત કરી ને પૃથ્વી તરફ મોકલે છે સૂર્ય અત્યારે જે દસમી અત્યારે સૂર્ય દેખાય છે તેની આસપાસ ફરતી અને બરફ જેવા કણો દેખાય છે તે સૂર્યનું આભામંડળ ગણાય છે અને તેને હેલો કહે છે.

ગ્રહણ કેવી રીતે સર્જાય છે?

સૂર્યમાળામાં પરિભ્રમણ કરતા ગ્રહો ક્યારેક-ક્યારેક બીજાના પડછાયામાં આવી જાય છે ચંદ્રમા અને પૃથ્વી પરિભ્રમણ કરતી વખતે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર આવી જાય ત્યારે ચંદ્રનો કેટલોક ભાગ ઢંકાઈ જાય છે અને ચંદ્ર આખો દેખાતો નથી તેને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે પૃથ્વીના પડછાયાથી ઢંકાઈ જતો ચંદ્ર સૂર્યના કિરણો જોવા મળે છે. તેથી તે પ્રકાશ જાખો હોવાથી ચંદ્ર રાતો દેખાય છે.

શું છે સુપર મુન

સુપર મૂળ અવકાશની એક એવી ઘટના છે કે આ સમયે ચંદ્રપુરથી સાવ નજીક અને ઓછામાં ઓછા અંતરે સ્થિત હોવાથી સામાન્ય ચંદ્ર કરતાં તે સ્પષ્ટ અને મોટું દેખાય છે પૃથ્વીથી 28000 માઇલના સૌથી નજીકના આરે આવી જવાથી ચંદ્રમાં ખૂબ મોટો દેખાય છે પૃથ્વીથી ચંદ્રનું કેટલું અંતર છે તેના પર નરી આંખે દેખાવાનું તેનું માપ હોય છે 28 હજાર માઈલના સૌથી ઓછા અંતરે ચંદ્રમાં નરી આંખે ખૂબ મોટો દેખાય છે તેને સુપર મુન કહેવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.