Abtak Media Google News

કોંગ્રેસની આગેવાનીમાં રાજકોટ અને રાજુલાથી બે યાત્રાઓ નીકળી

નવરાત્રીના પાવન પર્વમાં માં ના આશીર્વાદ સૌને મળે તે માટે નવરાત્રીના ત્રીજા નોરતે તારીખ 28 સપ્ટેમ્બરના રોજ ચાલો કોંગ્રસ કે સાથ માં કે દ્વાર યાત્રા રાજકોટ, અમરેલી-રાજુલાના બે જુદા જુદા સ્થળેથી શરુ થઇ હતી.ચાલો કોંગ્રસ કે સાથ માં કે દ્વાર યાત્રામાં કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા.

આધ્યશક્તિ માની આરાધનાના પાવન પર્વ નવરાત્રીના ત્રીજા નોરતે તારીખ 28 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજિત  ચાલો કોંગ્રસ કે સાથ માં કે દ્વાર યાત્રા વિષે પત્રકારો સાથે વાતચીત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરએ જણાવ્યું હતું કે નવરાત્રીના પાવન પર્વમાં માં ના આશીર્વાદ સૌને મળે તે માટે નવરાત્રીના ત્રીજા નોરતે તારીખ 28 સપ્ટેમ્બરના રોજ સવારે 7 કલાકે ચાલો કોંગ્રસ કે સાથ માં કે દ્વાર યાત્રાનું આયોજન કરાયું હતું. મોઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચારના ભરડા માંથી ગુજરાતને મુક્તિ મળે અને ગુજરાતીઓને શાંતિ,સમૃધ્ધિ મળે તે માટે સંકલ્પ સાથે આયોજીત  ચાલો કોંગ્રસ કે સાથ માં કે દ્વાર યાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય લલિત કગથરા,ઋત્વિક મકવાણા, અંબરીશ ડેરની આગેવાનીમાં બે જુદા જુદા સ્થાનેથી નીકળી હતી. 200 કિલોમીટરથી વધુ લાંબી યાત્રા બે જુદા જુદા સ્થાનેથી નીકળી હતી.

Img 20220928 Wa0023

ચાલો કોંગ્રસ કે સાથ માં કે દ્વારની પ્રથમ યાત્રા ગુજરાત કોંગ્રસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય લલિત કગથરા, ઋત્વિક મકવાણાની આગેવાનીમાં રાજકોટના રેસકોર્ષથી ઉમિયામાતાના પાવનધામ સીદસર સુધી, બીજી યાત્રા ગુજરાત કોંગ્રસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય અંબરીશ ડેરની આગેવાનીમાં રાજુલાથી શરુ થઇ ખાંભા, ચલાલા, બગસરા, જેતપુર થઇ લાખો ગુજરાતીઓના આસ્થાસ્થાન ઉમિયામાતા સીદસર અને ખોડલધામ ખાતે પહોંચી હતી. સમગ્ર યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો, કાર્યકરો અને શ્રદ્ધાળુઓ રેલી સ્વરૂપે જોડાયા હતાં.28 સપ્ટેમ્બરના રોજ યોજાયેલ ચાલો કોંગ્રસ કે સાથ માં કે દ્વાર યાત્રાની વિગત આપતા જણાવાયું હતું કે, પ્રથમ યાત્રામાં       રાજકોટ રેસકોર્ષ થી શાપર ગોંડલ વીરપુર ખોડલધામ જેતપુર જુનાગઢ સીટી  ગાઠીલા વંથલી માણાવદર ઉપલેટા મોટી પાનેલી ઉમિયામાતાના પાવનધામ સીદસર સુધી કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય લલિત કગથરા, કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય ઋત્વિક મકવાણા જોડાયાં હતા.બીજી યાત્રામાં રાજુલા ખાંભા ચલાલા બગસરા જેતપુર ખોડલધામ પહોંચી હતી તેમ કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય અંબરીશ ડેરએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.