ચોટીલા પાલિકા ખાતે હોમસ્ટે પોલીસી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ચોટીલા શહેર ખાતે રાજ્ય સરકાર, ગુજરાત પ્રવાસન વિભાગ, ગાંધીનગરની હોમસ્ટે પોલીસી અંગે જાગૃતિ અને સમજ આપવા અથર્વ પ્લાનિંગ એન્ડ રીસર્ચ સેન્ટર પર.લી., (અપાર્ક) અમદાવાદ ના  પ્રતિનિધિ ધર્મેશ પ્રજાપતિ અને  સંજય પ્રજાપતિ ચોટીલા નગરપાલિકા તા.૧૫/૧૨/૨૦૨૦ ના રોજ ઓનલાઈન જાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.

જ્યારે આ યોજનામાં  ૧ થી ૬ રૂમ સુધીના આવાસો અને પરિવાર સાથે વસવાટ કરતા હોય તેવા વ્યક્તિઓ હોમ સ્ટે તરીકે પોતાનું ઘર આપી શકશે. આવા હોમ સ્ટેને ઘરેલુ પ્રોપર્ટી ટેક્સ અને ઘરેલું વીજ દરના લાભ પણ મળશે. ગુજરાતની પરંપરા, સંસ્કૃતિ, ખાન-પાન વાનગીઓ, ગ્રામીણ જન જીવનથી દેશ-વિદેશના પ્રવાસીઓને ભલી ભાંતી પરિચિત કરાવવાનો ઉદ્દેશ આ હોમ સ્ટે પોલિસીથી પાર પડશે.  ગુજરાતનું ગ્રામીણ જીવન સંસ્કૃતિ ઇતિહાસ અને પરંપરાગત ધરોહર માણવા-જોવા આવતા વિદેશના અને ભારતના અન્ય રાજ્યોના પ્રવાસીઓને પોષાય તેવા દરે, સ્વચ્છ સુવિધાયુક્ત આવાસ સગવડ આ હોમ સ્ટે પોલિસી અંતર્ગત મળશે. ગુજરાત પ્રવાસન નિગમમાં રજિસ્ટર્ડ હોમ સ્ટેને સોલાર રૂફ ટોપ યોજનાનો લાભ આપી સૌર ઊર્જાના ઉપયોગ માટે પ્રોત્સાહિત કરાશે. આમગ્રામીણ રોજગારીની સાથે ટુરિઝમ એન્ડ હોટેલ ઈન્ડસ્ટ્રીમાં વ્યાપક તકો ખીલશે. જે વ્યક્તિને હોમ સ્ટે જોઈતુ હોય તે એક સામાન્ય ફોર્મ ભરી  રજિસ્ટર્ડ કરાવી શકે છે. ગુજરાતમાં સતત પ્રવાસીઓની ધસારો રહેતો હોય છે. આવામાં હોટલ ઈન્ડસ્ટ્રીવાળા તગડી કમાણી કરી લેતા હોય છે અને સ્થાનિકોના હાથમાં કંઈ આવતુ નથી. આવી સ્થિતિમાં હોમ સ્ટે પોલિસી વિકસાવવામાં આવી છે.

આ કાર્યક્રમમાં હોમસ્ટે પોલીસી શું છે તેની સાચી સમજ આપેલ અને ગુજરાતમાં આવનાર પ્રવાસીઓને હોટેલના વિકલ્પ ઉપરાંત સ્થાનિક લોકોના આવાસમાં ગુજરાતની સંસ્કૃતિ, રીતી રીવાજો, ભોજનની અનુભૂતિ મેળવી શકે તેવા ખુબજ સુંદર અભિગમથી સમજ આપી કાર્યક્રમને સુંદર અને સફળ બનાવેલ હતો.

જ્યારે આ કાર્યક્રમમાં નગરપાલિકા ચીફ ઓફીસર નિકુંજભાઈ વોરા, ન.પા ઉપ્રમુખ જયદીપ ભાઈ ખાચર, ચોટીલા તાલુકા કરણી સેના પ્રમુખ શક્તિસિંહ ઝાલા, સમાજ સંગઠક હરપાલસિંહ ઝાલા, નગરપાલિકા ના કર્મચારીઓ, સભ્યો તથા નગરજનો હાજર રહ્યા હતાં