Abtak Media Google News

300 બાઇક સવારો રાજ માર્ગો પર નિકળશે: કલેકટરને પાઠવશે આવેદન

અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ, વડોદરા સમસ્ત પ્રજાપતિ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને સમાજનો સર્વાગી વિકાસ થાય છે તે માટે સને 1986 થી કાર્યરત છે. સમસ્ત ગુજરાતમાં સંઘની 300 ઉપરાંત કાર્યવાહક સમીતી કાર્યરત છે. સંઘના આદ્ય સ્થાપક દલસુખભાઇ પ્રજાપતિ (પૂર્વ મેયર મેયર, પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ ચેરમેન ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી બોર્ડ) ના જન્મ દિવસ અને ભાજપના સ્થાપના દિવસનો શુભ સમન્વય છે.

સમસ્ત પ્રજાપતિ મુખ્યત્વે ભાજપની વિચારધારાને વરેલો છે. તેથી ભાજપના પ્રચાર અર્થે પ્રજાપતિ સમાજમાં શિક્ષણ અંગે જાગૃતિ લાવવા તેમજ શિક્ષણ માટે નવી ઉર્જા પ્રસ્થાપિત કરવાના સકારત્મક વિચાર સાથે શિક્ષણ અભિયાન 2023 ની બાઇક રેલીનું સમગ્ર ગુજરાતમાં તા. 6 એપ્રિલના રોજ આયોજન કરવામાં આવેલ છે.

રાજકોટ શહેરના સર્વ ગોળ પ્રજાપતિ સમાજની એક લાખ ઉપરાંત વસ્તી છે. તેવા વિસ્તારોન આવરી લઇ આ બાઇક રેલી બાઇ મંદિરથી પ્રસ્થાન થઇ મવડી ચોક, નાનામવા ચોક, રાજનગર ચોક, વિરાણી ચોક, યાજ્ઞીક રોડ થઇ જીલ્લા પંચાયત ચોક, સરદાર પટેલ સ્ટેચ્યુ, બહુમાળી ભવન થઇને કલેકટર કચેરીએ રેલીનું સમાપન થશે.

આ સાથે રાજકોટ શહેરમાં સમસ્ત પ્રજાપતિ સમાજ માટે ક્ધયા છાત્રાલય તથા શિક્ષણ ભવન બનાવવા માટે રાહત દરે જમીન ફાળવવા માટે નમ્ર નિવેદન સાથેનું આવેદન પત્ર કલેકટર ને આપવામાં આવનાર છે.

આ રેલી અંદાજે 300 જેટલા સ્કુટર બાઇક ભાગ લેશે. દરેક બાઇક ચાલક ઉપરાંત પાછળ બેઠેલ વ્યકિત રાષ્ટ્ર સન્માન, રાષ્ટ્રભાવ અને શિક્ષણ વિશેના વિવિધ  બેનર્સ પ્રદર્શિત કરી સમાજને જાગૃત કરશે. આ બાઇક રેલીને સફળ બનાવવા માટે રાજકોટ શહેર તથા જીલ્લા પ્રજાપતિ સંઘ સમીતીના હોદેદારો અને કારોબારી સભ્યો દરેક ગોળ ના આગેવાનો, યુવાનોને મળી માર્ગદર્શન આપી રેલીને સફળ બનાવવા ખુબ જ જહેમત કરી રહ્યા છે. ત્યારે આયોજકોએ વિગત આપવા ‘અબતક’ની મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.