Abtak Media Google News
  • હનુમાન મઢી પાસે રહેતા અને મારૂતિનગરમાં આરએસએસના બૌદ્ધિક પ્રમુખે આપઘાત કરી લેતા ચકચાર: 15 દિવસ પહેલા
  • જ નોકરીમાં પ્રમોશન મળ્યું અને યુવાને જીવાદોરી ટૂંકાવી લેતા પરિવારમાં આક્રંદ: કાર્યકરોને જાણ થતા પ્રમુખના ઘરે દોડી ગયા

શહેરમાં હનુમાન મઢી પાસે રંગ ઉપવન સોસાયટીમાં રહેતા અને નાગરિક બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા નયનભાઇ હસમુખભાઈ ટાંકએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે. નયનભાઈ ટાંક મારુતિનાગરમાં આરએસએસના પ્રમુખ પણ હોય જેથી ઘટનાની જાણ તગતા કાર્યકરો તુરંત ઘરે દોડી આવ્યા હતા.

હજુ 15 દિવસ પહેલા જ યુવાનને પ્રમોશન મળ્યું હતું અને ગઈ કાલે જીવાદોરી ટૂંકાવતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ઘટનાની જાણ તગતા ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ તુરંત દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આપઘાત કરવા પાછળનું કારણ જાણવા કાર્યવાહી હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કયા રોડ ખાતે આવેલ હનુમાન મઠી પાસે રંગ ઉપવન સોસાયટી માં રહેતા અને આર.એસ.એસ ના પ્રમુખ નયનભાઈ હસમુખભાઈ ટાંક (ઉ. વ.44) એ ગઈકાલે નાગરિક બેંક માંથી ઘરે આવ્યા બાદ ભેદી સંજોગોમાં પોતાના ઘરે પ્રથમ માણે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

મોડે સુધી નીચે નહીં ઉતરતા પરિવરજનો ઉપર જતાં આધેડની લટકતી લાશ જોવા મળી હતી. પરિવારની ચિંસો સમભાળી તેમના પાડોશમાં રાહેતા નિરવભાઈએ રૂમમાં  જય બેશુદ્ધ હાલતમાં લટકતા જોતા નયનભાઈને નીચે ઉતારી તાકીદે સિવિલ હોસ્પીટલમાં ખસેડયા હતા.જ્યાં ફરજ પરના તબીબ ડો.વિરાચીએ  મરણ જાહેર કર્યા હતા.જે અંગે બનાવની જાણ સિવિલ હોસ્પિટલના હેડ કોન્સ્ટેબલે ગાંધીગ્રામ પોલીસને કરતા હોસ્પિટલ એ.એસ.આઈ ઘેલુભાઈ શિયાળે દોડી જઇ મૃતદેહને પી.એમ અર્થે ખસેડયો હતો.રાજકોટ નાગરિક બેન્કના કર્મચારી અને સંઘના મારુતિનગરના બૌદ્ધિક પ્રમુખ નયનભાઈ ટાંકના એકાએક આપઘાતના પગલે કર્મચારીઓં તથા સ્વજનો સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા.

બનાવ અંગે બે પુત્રો અને પરિવારની પોલીસે પૂછપરછ કરતાં કોઈ ચોક્કસ કારણ જણાવી ન હતી.ભેદી સંજોગોમાં થયેલા આપઘાત અંગે પોલીસે પણ પી.એમ કરવી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.