Abtak Media Google News

ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ નિમિતે ખ્રિસ્તી સમાજ દ્વારા ક્રિસમસ (નાતાલની )ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે આ ખુશીઓના તહેવારમાં એક ખગોળીય ઘટના બનવા જઈ રહી છે.

આ વર્ષે નાતાલના તહેવાર નિમિતે આકાશમાં એક અદભુત નજારો જોવા મળશે. નાતાલના 4 દિવસ પહેલા એટલે કે 21 ડિસેમ્બરના રોજ 800 વર્ષ પછી પહેલી વાર ગુરુ અને શનિ ગ્રહો આકાશમાં સીધી રેખામાં દેખાશે. જેને ક્રિસમસ સ્ટાર અથવા તો બેથલહેમનો તારો કહેવામાં આવે છે.

ખગોળશાસ્ત્રીઓનું કહેવું છે કે ગુરુ અને શનિ બન્ને મધ્યયુગના સમયગાળા બાદ પૃથ્વીની નજીક આવ્યા નથી. રાઈસ યુનિવર્સિટીના ખગોળશાસ્ત્રી પેટ્રિક હર્ટિગએ ફોબ્સ મેગેઝિનમાં જણાવ્યું છે કે 20 વર્ષ બાદ ગુરૂ અને શનિ સીધી રેખામાં આવશે. લોકો માટે આ એક દુર્લભ ઘટના હશે કારણ કે આ બંને ગ્રહો નજીક આવવાની ઘટનાને મનુષ્ય નરી આંખે જોઇ શકશે.

1 Fzqq Fmrcwni2Bvo1S9Fga

ઈ. સ 1226 જોવા મળી હતી આ દુર્લભ ઘટના

હર્ટિગએ કહ્યું હતું કે 4 માર્ચ 1226ના રોજ આ દુર્લભ ઘટના બની હતી અને ક્રિસમસનો તારો પણ જોવા મળ્યો હતો.

સૂર્યાસ્ત પછી જોઈ શકાશે આ ઘટના

ખગોળશાસ્ત્રીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઉત્તર ગોળાર્ધમાં 21 ડિસેમ્બરે સૂર્યાસ્ત થયાના 45 મિનિટ પછી દૂરબીનની મદદથી જો જોવામાં આવશે તો ક્રિસમસ સ્ટાર દક્ષિણ-પશ્ચિમ ભાગ પર જોવા મળશે. જોકે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ અદભૂત દ્રશ્ય આખા અઠવાડિયા દરમિયાન જોવા મળશે. ફોર્બ્સ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું કે આ દ્રશ્ય હવે 2080માં ફરી દ્રશ્યમાન થશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.