Abtak Media Google News
  • ઈકોફ્રેન્ડલી મટીરીયલ્સથી સજજ હાથેથી ગુંથેલા યુનિસેકસ ગારમેન્ટસ બન્યા આકર્ષણનું કેન્દ્ર
  • કચ્છના  અજરૂક કાપડમાંથી બનાવેલા રાજાશાહી વસ્ત્રો અને સૌ પ્રથમ વખત હોલોગ્રાફ પ્લાસ્ટીક સીટમાંથી નક્ષત્ર થીમ આધારિત પરિધાન

તમે ક્યારેય સ્ત્રી-પુરૂષ બંને પહેરી શકે તેવા ઇકોફ્રેન્ડલી યુનિસેક્સ વસ્ત્રો (ગારમેન્ટ્સ) જોયા છે? હોલોગ્રાફિક પ્લાસ્ટીક શીટ્સમાંથી ડિઝાઇનર ગારમેન્ટ્સ કેવી રીતે બને? કચ્છના પ્રખ્યાત અજરક નામના કાપડ માંથી જંગલ સફારી થીમ પર ડિઝાઇન કરેલા વસ્ત્રો કેવા લાગે? આ તમામ સવાલોનો જવાબ વિશ્વની સૌથી મોટી ડિઝાઇન ક્ષેત્રે શિક્ષણ આપતી સંસ્થા   (ઇન્ટરનેશન ઇન્સ્ટીટ્યુટ ઓફ ફેશન ડિઝાઇન) રાજકોટના ફેશન ડિઝાઇનના વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓ માટે આત્મનિર્ભર ભારત અને મેઇક ઇન ઇન્ડિયા ને સાર્થક કરતો આંતરરાષ્ટ્રીય કક્ષાનો ફેશન શો યોજી તેમાં આપ્યો હતો.

“અ નાઇટ ઓફ રો ટેલેન્ટ” શિર્ષક હેઠળ આયોજીત INIFD રાજકોટના વિદ્યાર્થીઓ દ્વારા યોજાયેલ ફેશન શોમાં 19 થી વધુ અદભૂત અને અલગ જ થીમ પર 100 થી વધુ વિદ્યાર્થીઓએ છેલ્લા 6 મહિનાના પરિશ્રમ બાદ ફેશન શો યોજી એક નવી રાહ ચિંધી હતી. જેમાં 150 થી વધુ હાઇફેશન, ઇન્ટરનેશનલ ટ્રેન્ડ્ઝ અને યુનિક કનસેપ્ટને રજુ કરાયો હતો. આ અંગે INIFD રાજકોટના સેન્ટર ડિરેક્ટર નૌશિકભાઇ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના મેઇક ઇન ઇન્ડિયા વિચારને અનોખી રીતે રજુ કરવાના અમારા વિદ્યાર્થીઓના આ નમ્ર પ્રયાસ સાથે તેઓ આત્મનિર્ભર બને તે માટે તેમના ડિઝાઇન કરેલા વસ્ત્રોને ફેશન શોમાં જોઇ લોકો તેમને ઓર્ડર આપી શકે તેવી વ્યવસ્થા રખાઇ હતી.

INIFD ના આ અદભૂત ફેશન શોમાં મુખ્ય આકર્ષણ રૂપ કચ્છના ભુજોડી ગામના અનેક એવોર્ડ વિજેતા વિશ્રામજીભાઇ વાલજી વણકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે INIFD ના વિદ્યાર્થીઓ માટે ફ્રેબિક કાપડ બનાવ્યું જેમાંથી 6 મહિનાથી વધુ સમય મહેનત કર્યા બાદ વિદ્યાર્થીઓએ ઇકોફ્રેન્ડલી મટીરીયલ તૈયાર કરી

યુનિસેક્સ ગારમેન્ટ બનાવ્યા અને રજુ કર્યા જેની વિશેષતા એ હતી કે આ વસ્ત્રોને હેરડાઇન, ઇન્ડિગો ડાઇન કરી અને હેન્ડ મેઇડ ગૂંથણી કરી બનાવવામાં આવ્યા હતા. વધુમાં જુના ડેનીમ જીન્સ માંથી સ્ટુડન્ટ્સે વસ્ત્રો રી-ડિઝાઇન કરી રજુ કર્યા. જ્યારે કચ્છના અજરક કાપડમાંથી બનાવેલ રાજાશાહિ વસ્ત્રો ડિઝાઇન કર્યા. એજ રીતે સૌપ્રથમ વખત હોલોગ્રાફિક પ્લાસ્ટિક સીટ માંથી નક્ષત્ર ની થીમ પર પરિધાન બનાવ્યા. આ અને આવા અનેક વસ્ત્રોને ફેશન શોમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની મોડેલ્સે રેમ્પ વોક કરી લોકો સમક્ષ મૂક્યા હતા.INIFD ના વિદ્યાર્થીઓ દ્વારા આયોજીત આ સમગ્ર વિનામુલ્યે ફેશન શોમાં વિશ્રામજીભાઇ વાલજી વણકરનું સન્માન કરાયું હતું. જ્યારે INIFD ના સીઇઓ અનીલ ખોસલાએ ખાસ ઉપસ્થિ રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.