રાજકોટ શહેર લોહાણા કર્મચારી મંડળ દ્વારા પરિચય ડીરેકટરી બનાવાશે

રઘુવંશી યુવક-યુવતિઓને રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ

રાજકોટ શહેર લોહાણા કર્મચારી મંડળ દ્વારા રઘુવંશી યુવક-યુવતિ પરિચય પસંદગી ડીરેકટરીનું  આયોજન કરાયું છે. આ બાબતે ‘અબતક’ મીડીયાની શુભેચ્છા મુલાકાતે આવેલા આયોજકોએ વિશેષ વિગતો આપી હતી. રાજકોટ શહેર લોહાણા કર્મચારી મંડળની સમગ્ર ટીમ દ્વારા સમસ્ત રઘુવંશી સમાજની સેવામાં સગપણ કાર્યો સરળ કરવા યુવક યુવતિ પસંદગી પરિચય ડીરેકટર 2022 નું આયોજન કરવામાં આવેલ.

આ ડિરેટકરીમાં રઘુવંશી સમાજના ઉચ્ચ સમિતિ ડોકટર સી.એ., એન્જીનયર બીઝનેસમેન, સરકારી તેમજ ખાનગી નોકરીયાત વિદેશમાં વસવાટ કરતા એન.આર. આઇ. રઘુવંશી અથવા વિદેશોમાં સ્થાયી થવા માંગતા તેમજ અપરણિત, મીઠી જીદ રદ, સગાઇ વિચ્છેક, લગ્ન વિચ્છેક, વિધવા- વિધુર, શારીરીક  વિકલાંગ ઉમેદવારો રજીસ્ટ્રેશન કરાવી શકશે.

રઘુવંશી સમાજના મહાનુભાવો- શ્રેષ્ઠીઓની ઉ5સ્થિતિમાં આ બુકલેટ નું વિમોચન તા. 24-9 શનિવારના રોજ કરવામાં આવશે. આ માટે ફોર્મ ભરી પરત સ્વીકારવાની છેલ્લી તા. 10-9 નિયમ કરવામાં આવેલ છે.

સમસ્ત રઘુવંશી સમાજના લગ્નોત્સુક યુવક-યુવતિ તથા તેમના વાલીઓને આ સેવાનો લાભ લેવા તેમજ વધુ માહીતી માટે સંસ્થાના પ્રમુખ  કેતનભાઇ કોટક મો. નં. 83200 31322 તેમજ મઁત્રી સુનીલભાઇ શીંગાળા મો. નં. 94087 93444 નો સંપક કરવા અનુરોધ કરવામાં આવે છે.