- પોલીસ દ્વારા “નો ડ્રગ્સ ઇન સુરત સીટી” અભિયાન અંતર્ગત કાર્યવાહી
- 998 ગ્રામ હાઇબ્રીડ ગાંજા સાથે એક ઇસમની કરવામાં આવી અટકાયત
- આરોપી મુદ્દામાલ મુંબઈના વ્યક્તિ પાસેથી લાવ્યો હોવાનું આવ્યું સામે
સુરતમાંથી અવાર નવાર ગાંજાનો જથ્થો ઝડપાતો જોવા મળે છે. આ દરમિયાન સુરત શહેર પોલીસ આરોપી સામે કાર્યવાહી કરતી જોવા મળતી હોય છે. ત્યારે ફરી એકવાર સુરત શહેર પોલીસ દ્વારા “નો ડ્રગ્સ ઇન સુરત સીટી” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ગેરકાયદેસર ડ્રગ્સ, ગાંજાની હેરાફેરી કરતા ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સારોલી પોલીસ દ્વારા બાતમીના આધારે 998 ગ્રામ હાઇબ્રીડ ગાંજા સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે. આ ગાંજાની કિંમત 29,94,000 હોવાનું સામે આવ્યું છે. ઈસમ કેનીલ પટેલ સુરતના જહાંગીરપુરા વિસ્તારનો વતની છે. આરોપી ગાંજાનો મુદ્દામાલ મુંબઈના વ્યક્તિ પાસેથી લાવ્યો હોવાનું સામે આવ્યું છે.
સુરત શહેર પોલીસ દ્વારા “નો ડ્રગ્સ ઇન સુરત સીટી” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ગેરકાયદેસર ડ્રગ્સ, ગાંજા અને હેરાફેરી કરતા ઈસમોને પોલીસ દ્વારા પકડવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતની સારોલી પોલીસ દ્વારા બાતમીના આધારે 998 ગ્રામ હાઇબ્રીડ ગાંજા સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે. આ ગાંજાની કિંમત 29,94,000 હોવાનું સામે આવ્યું છે. આ ઈસમનું નામ કેનીલ પટેલ હોવાનું સામે આવ્યું છે અને તે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં વતની છે. આરોપી ગાંજાનો મુદ્દામાલ મુંબઈના વ્યક્તિ પાસેથી લાવ્યો હોવાનું સામે આવ્યું છે.
અનુસાર માહિતી મુજબ, સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં ડ્રગ્સ, ગાંજા સહિતના માદક પદાર્થનું વેચાણ કરતા અનેક ઈસમોને અત્યાર સુધીમાં પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે. ત્યારે સારોલી પોલીસ દ્વારા હાઇબ્રીડ ગાંજા સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે. આ ઈસમ પાસેથી પોલીસને 998 ગ્રામ હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો છે. તેની બજાર કિંમત 29,94,000 રૂપિયા હોવાનું સામે આવ્યું છે.
સારોલી પોલીસને બાતમી મળી હતી કે સુરતના સારોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નજીક આવેલ અંબાબા કોલેજના ગેટ પાસેથી મુદ્દામાલ સાથે પસાર થવાનો છે. ત્યારે આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને આરોપી કેનીલ પટેલને ગાંજાના મુદ્દામાલ સાથે પસાર થતો હતો. ત્યારે તેને ઝડપી પાડી તેની તપાસ કરતા તેની પાસેથી 998 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો કે તે આ હાઇબ્રીડ ગાંજો મુંબઈમાં અજાણ્યા ઈસમ પાસેથી લાવ્યો હતો અને સુરતના અક્ષય ઉર્ફે આઝાદ સોનીને આ ગાંજો આપવાનો હતો. હાલ સારોલી પોલીસ દ્વારા મુંબઈથી ગાંજો આપનાર અને સુરતથી ગાંજો મંગાવનાર અક્ષયને વોન્ટેડ જાહેર કર્યા છે. આ દરમિયાન મહત્વની વાત છે કે ગાંજો લાવનાર વ્યક્તિ સ્કૂલ બેગમાં ગાંજો લાવતો હતો જેથી કરીને કોઈને શંકા ન જાય.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય