Abtak Media Google News

સુરતના ઉત્રાણ સ્થિત પાવર હાઉસના કુલીંગ ટાવરને આજે તોડી પાડવામાં આવ્યું હતું. વર્ષ ૧૯૯૩માં 85 મીટર ઉચું ટાવર બનાવવામાં આવ્યું હતું. દરમ્યાન કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ નિર્ધારિત વર્ષો પછી જુના પ્લાન્ટને તોડવો પડતો હોય છે. જેને લઈને એક્સપ્લોઝિવ બ્લાસ્ટ ટેક્નોલોજીની મદદથી ગણતરીના સેકન્ડોમાં જ વિશાળ ટાવરને ઉતારી લેવામાં આવ્યો હતો.

કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ નિર્ધારિત વર્ષો પછી

જુના પ્લાન્ટને તોડવો પડતો હોય છે : 4 સેકન્ડમાં જમીનદોસ્ત થયો ટાવર

સુરતના ઉત્રાણ સ્થિત ગેસ બેઇઝ પાવર સ્ટેશન અનેક વર્ષોથી કાર્યરત છે. ઉત્રાણ પાવર સ્ટેશનમાં કુલ 375 અને 135 મેગા વોટના બે પ્લાન્ટ ચાલી રહ્યા છે જેમાં 135 મેગા વોટ પ્લાન્ટ જુનો છે દરમિયાન કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ નિર્ધારિત વર્ષો પછી જુના પ્લાન્ટને તોડવો પડતો હોય છે. ઉત્રાણ પાવર સ્ટેશનમાં 135 મેગા વોટના પ્લાન્ટને તોડવાની કામગીરી છેલ્લા બે વર્ષથી ચાલી રહી હતી. આ કામગીરીના ભાગરૂપે આજે કુલીંગ ટાવરને કંટ્રોલ બ્લાસ્ટ કરીને તોડી પાડવામાં આવ્યો હતો.
કુલિંગ ટાવરના બ્લાસ્ટ માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કંટ્રોલ એક્સપ્લોઝિવ બ્લાસ્ટ ટેક્નોલોજીની મદદથી ગણતરીના સેકન્ડોમાં જ વિશાળ ટાવરને ઉતારી લેવામાં આવ્યો હતો. આ ટાવરની કુલ ઊંચાઈ 85 મીટર છે અને તેના 72 જેટલા પિલર આવેલા છે. છેલ્લા બે મહિનાથી એક્સપ્લોઝિવને મૂકવા માટેની કાર્યવાહી ટેક્નિકલ ટીમ દ્વારા કરવામાં આવી હતી.85 મીટર ઉચા આ ટાવરને તોડી પાડવા માટે તંત્ર દ્વારા પણ પુરતી તકેદારી રાખવામાં આવી હતી. બ્લાસ્ટ દરમિયાન ધૂળ ઉડવાની હોવાથી લોકોને પણ માસ્ક પહેરવા સુચના આપવામાં આવી હતી. આ દરમિયાન સ્થળ પર ફાયર, મનપા અને પોલીસ સહિતની ટીમ તૈનાત કરી દેવામાં આવી હતી આસપાસના રસ્તાઓ બંધ રહે તે માટે પણ અમે ખાસ કાળજી રાખવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.