Abtak Media Google News

આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના ડાલી ગામ પાસે એક ગોઝારો અકસ્માત સર્જાયો છે.જેમાં કારે રીક્ષા અને બાઇક ઠોકરે ચડાવતા અકસ્માતમાં કુલ 6ના મોત નિપજ્યાં છે. બનાવની જાણ થતાં સોજિત્રા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે જે કારે  અક્સ્માત સર્જ્યો તે કોંગ્રેસના સોજિત્રાના ધારાસભ્ય પૂનમભાઈ પરમારના કૌટુંબિક જમાઇના હોવાનું જાણવા મળ્યું હતું.મૃતકના પરિવારજનો ટીંબા ગામે રક્ષાબંધન કરવા ગયાં હતાં અને પરત ઘરે ફરતાં કાળ મુખી કારે અકસ્માત સર્જાયો હતો. જેથી પોલીસે ધારાસભ્ય પૂનમભાઈ પરમારના કૌટુંબિક જમાઇ કેતન પઢીયારની સામે ગુની નોધી તજવીજ હાથધરી છે.

ટિંબા ગામે રક્ષાબંધન મનાવી ઘરે પરત જતા પરિવારનો કાળ મુખી કારે ભોગ લીધો 

બનાવની વિગતો મુજબ આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના ડાલી ગામ પાસે ગઈકાલે મોડી સાંજે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં પુરપાટ ઝડપે જતા કાર, બાઇક અને રીક્ષા વચ્ચે સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં કુલ 6 વ્યક્તિના મોત નિપજ્યાં હતાં. આ અંગે સોજિત્રા પોલીસને જાણ થતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અશોક પરમાર સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. પ્રાથમિક તપાસમાં જ બે વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતાં. જ્યારે અન્ય ચારને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયાં હતાં, તે દરમિયાન મોત નિપજ્યાં હતાં.

Tripal Accidnet 14

સોજીત્રાના કોંગી ધારસભ્ય પૂનમ માધાના જમાઈ સામે નોંધાતો ગુનો : અકસ્માતમાં તે પણ ગંભીર રીતે ઘાયલ

પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર, સોજિત્રા ખાતે રહેતા વિપુલભાઈ મિસ્ત્રીના પરિવારજનો રક્ષાબંધન નિમિત્તે તારાપુર પાસે ટીંબા ગામે ગયાં હતાં. તેઓ ત્યાંથી પરત સોજિત્રા આવવા માટે યાસીન મોહમદભાઈ વ્હોરાની રીક્ષામાં નિકળ્યાં હતાં. તેઓ તારાપુર – આણંદ ધોરી માર્ગ પરથી પસાર થતાં હતાં તે સમયે ટીંબા ગામ પાસે અચાનક કાર, રીક્ષા અને બાઇક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો જબરજસ્ત હતો કે, રીક્ષા ચાલક યાસીન વ્હોરાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે વિપુલભાઈના પત્ની વિણાબહેન મિસ્ત્રી (ઉ.વ.44) અને તેમની બે દિકરી જાનવી અને જીયાને ગંભીર ઇજા પહોંચી હતી.માતા અને બંને પુત્રીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા.

આ ઉપરાંત અકસ્માતમાં હડફેટે ચડેલી બાઇક સવાર બે વ્યક્તિ પણ ઘવાયાં હતાં. અકસ્માતમાં કાર રસ્તા પરથી ઉતરી નજીકના ખેતરમાં ઝાડ સાથે અથડાઇ હતી.મોડી રાત સુધીની તપાસમાં આ અકસ્માત કાર ચાલક કેતન પઢીયારની બેદરકારીથી સર્જાયો હોવાનું સામે આવત. પોલીસે સોજિત્રાના ધારાસભ્ય પૂનમભાઈ પરમારના કુટુંબી જમાઇ સામે માનવ વધની કલમ હેઠળ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.

મૃતકોના નામ

 

  1. યાસીન મોહમદભાઈ વ્હોરા (ઉ.વ.38)

 

  1. વિણાબહેન વિપુલભાઈ મિસ્ત્રી (ઉ.વ.44)

 

  1. જાનવીબહેન વિપુલભાઈ મિસ્ત્રી (ઉ.વ.17)

 

  1. જીયાબેન વિપુલભાઈ મિસ્ત્રી (ઉ.વ.14)

5.સંદીપભાઈ ઠાકોરભાઈ ઓડ (ઉ.વ.19, રહે. બોરિયાવી)

 

  1. યોગેશકુમાર રાજેશભાઈ ઓડ (ઉ.વ.20, રહે. બોરિયાવી)

પોલીસને કારમાંથી એમએલએ ગુજરાત લખેલી નેમ પ્લેટ મળી

સોજિત્રાના ડાલી પાસે ત્રિપલ અકસ્માતમાં છ વ્યક્તિના મોત નિપજ્યાં હતાં. આ અકસ્માતમાં કાર રોડ પરથી નીચે ઉતરી ગઇ હતી. જેમાં સવાર વ્યક્તિને ઇજા પહોંચી હતી. આ કારની તલાસી લેતા તેમાંથી એમએલએ ગુજરાત લખેલી નેમ પ્લેટ પણ મળી આવી હતી. પોલીસ તપાસમાં આ કાર સોજિત્રા ધારાસભ્ય પૂનમ પરમારના કૌટુંબિક જમાઇ કેતન પઢીયારની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.