Abtak Media Google News

શરીફ તબિયતનું બહાનું બતાવી યુકે ફરાર થતા ઇમરાને દોષનો ટોપલો ન્યાયતંત્ર પર ઢોળ્યો

એક તરફ પાકિસ્તાનના પૂર્વ જનરલ મુશર્રફને ફાંસી આપવાનો મુદ્દો કોર્ટમાં છે. બીજી તરફ તબીયતનું બહાનું બતાવી પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ વિદેશ પહોંચી ગયા છે. આવા સંજોગોમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન દોષનો ટોપલો ન્યાય પ્રણાલીના સીરે થોપી રહ્યાં છે. જેના માઠા પરિણામો ભોગવવા પડે તેવી ઉભી થઈ છે. પાકિસ્તાનમાં ઈમરાન સરકાર સામે લોકોનો રોષ ધીમે ધીમે વધતો જાય છે. જેનાથી પાક.માં અંધાધૂંધી સર્જાય અને ઈમરાન સરકાર તૂટી પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20 6

તાજેતરમાં પાકિસ્તાનના હવેલીયાન ખાતે યોજાયેલી જાહેરસભામાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને વરિષ્ઠ ન્યાયાધીશને આગળ આવી લોકોનો વિશ્વાસ ન્યાય પ્રણાલીમાં વધારવા માટેની અરજ કરી હતી. તેમણે નવાઝ શરીફ મુદ્દે પણ કોર્ટના વલણ સામે રોષ વ્યકત કર્યો હતો. ગરીબો કરતા અમીરોને વધુ છુટછાટ મળતી હોવાની વાત કહી હતી. દરમિયાન ઈમરાન ખાનના આ પ્રકારના નિવેદની ન્યાય પ્રણાલી અને સરકાર વચ્ચે ખટરાગ ઉભો થાય તેવી ધારણા છે.

આજની પરિસ્થિતિએ ઈમરાન સરકાર સામે લોકોનો રોષ જોવા મળી રહ્યો છે. ઉપરાંત પરવેઝ મુશર્રફને ફાંસીની સજા થશે તો પાકિસ્તાનમાં કોઈ ગમખ્વાર ઘટના સર્જાય તેવી સ્થિતિ પણ છે. આવા સંજોગોમાં પાકિસ્તાનના વડાપ્રધાન જાહેરમાં ન્યાય પ્રણાલીની ટીકા કરે ત્યારે અંધાધૂંધી સર્જાય તેવી દહેશત વ્યકત કરવામાં આવી રહી છે. પાકિસ્તાનમાં શાસકોના જીવનના અંત ખૂબજ ખરાબ હોય છે. ઈતિહાસ ગવાહ છે કે બેનર્જીર ભુટ્ટો હોય કે, અન્ય કોઈ શાસક તેનો કરુણ અંત રહ્યો છે. પરવેઝ મુશર્રફની બાબતમાં પણ આવું જ થાય તેવી શકયતા છે. ત્યારે નવાઝ શરીફ તક મળતા વિદેશ નાશી છુટવામાં સફળ થઈ ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.