Abtak Media Google News

4500 વર્ષ પ્રાચીન ‘હરપ્પન સંસ્કૃતિ’નું શોધવામાં આવેલા કિલ્લેબંધ નગર રાજકોટ જિલ્લાનું ‘રોજડી’ બીજું 1800 વર્ષ પ્રાચીન ‘બૌધ્ધુગુફા’નું ગામ ‘ખંભાલીડા’

જયાબેન ફાઉન્ડેશન રાજકોટ દ્વારા  આ પ્રાચિન સંસ્કૃતિને  બચાવવા છેલ્લા 18 વર્ષથી તંત્રને રજૂઆત કરવા છતા પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ  આ બાબતે ભર ઉંઘમાં સુતેલી સરકારને  જગાડવા શુક્રવારથી 51 દિવસો સુધી સતત રજૂઆતો કરાશે

ગુજરાતમાં આવેલ વિશ્વપ્રસિધ્ધ પ્રાચીન સંસ્કૃતિના સ્થળો બચાવવા, નવા શોધવા, પુરાતત્વ વિભાગને સ્ટાફ અને સાધનાથીે સજ્જ કરવા રાજ્ય સરકારના પુરાતત્વ વિભાગના મંત્રી હર્ષભાઈ સંઘવીને એકાવન દિવસો સુધી રોજ એક રજૂઆત પત્ર મોકલવામાં આવશે. તે અંગે યોગ્ય આદેશો સુચના આપવા તેની નકલ એકાવન દિવસો સુધી, રોજ એક નકલ રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મોકલવામાં આવશે તેમ જયાબહેન ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી  પરેશ પંડયાએ જણાવેલ છે.આ રજૂઆત પત્રો આગામી શુક્રવારથી શરૂ કરવામાં આવશે.

તેઓએ  જણાવ્યું છે કે પ્રાચીન સંસ્કૃતિના મહાત્વપૂર્ણ સ્થળો પૈકી એક 4500 વર્ષ પ્રાચીન હરપ્પન સંસ્કારનું શોષાયેલ કિલ્લેબંધ નગર રોજડી (શ્રીનાથગઢ , જી.રાજકોટ), બીજું 1800 વર્ષ પ્રાચીન બૌધ્ધગુફા , ખંભાલીડા રૂપરાંત ગુજરાત રાજ્યના પુરાતત્વ વિભાગનો જીર્ણોધ્ધાર કરવા વર્ષો થયા રાજય સરકાર પાસે માંગણી કરવામાં આવી રહેલ છે.

જયારે અંગ્રેજ પુરાતત્વવિદોએ જાહેર કરેલ કે સૌરાષ્ટ્રમાં પ્રાચીન સંસ્કૃતિ નથી. તે સમયે પ્રસિધ્ધ પુરાતત્વવિદ પી.પી. પંડયાએ  1958-59માં ભાદર નદીને કાંઠે રોજડી ખાતે વિશાળ ટીંબા ઉપર ખોદકામ (ઉત્ખનન) કરી વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિ માહેની હરપ્પન સંસ્કૃતિનું કિલ્લેબંધ નગર શોધી દેશ સમક્ષ પોતાના, આ ઉપરાંતના સંશોધનો ધ્વારા સૌરાષ્ટ્રમાં પ્રાચીન સંસ્કૃતિનો ભંડાર છે તે સાબીત કર્યુ . ઉત્ખનનથી તે સમયના ઉપયોગમાં લેવાતા જુદા જુદા પ્રકારના વાસણો , અલંકારો, ઓજારો વિગેરે મળી આવેલ જેની દેશ – દુનિયામાં ખુબ નોંધ લેવાઈ હતી . દેશભરમાંથી પુરાતત્વવિદો- ઈતિહાસવિદો અભ્યાસુઓ આ ઉત્ખનન કાર્યની મુલાકાતે આવેલ હતા. ત્યાર બાદ છેક અમેરીકા ખાતેની પેન્સીલવેનીયા યુનિવર્સિટીના ડો.જ્યોર્જ પોસેલે આ મહત્વના સંશોધનની નોંધ લઈ . આ સંશોધનથી બહુ જ પ્રભાવીત થયા હતા અને તેમણે 1981 -82 માં રાજ્ય સરકાર પાસે ત્યા વધુ સંશોધન માટેની મંજુરી માંગી જેથી રાજયના પુરાતત્વ વિભાગના આસી . ડાયરેકટર  વાય.એમ. ચીતલવાલા સાથે મળી તેમણે વધુ સંશોધનાત્મક કાર્ય કરેલ હતુ. જે સાઈટનું મહત્વ દર્શાવે છે.

કચ્છમાં ધોળાવીરા અને અમદાવાદ જીલ્લામાં લોથલ ખાતે પણ હરપ્પન સાઈટ મળેલ છે જે રોજડીથી સાસરે 200 કી.મી.ના અંતરે છે. તો સૌરાષ્ટ્રના આ મહત્વના હરપ્પન સાઈટનો વર્ષો થયા કરવામાં આવતી માંગણી પછી પણ કેમ વિકાસ કરવામાં નથી આવતો ? રોજડી ખાતે સંશોધન સ્થળને સુરક્ષીત કરી ત્યા સાઈટ મ્યુઝીયમ બનાવી તે સ્થળથી મળેલ પ્રાચીન વસ્તુઓને તે મ્યુઝીયમમાં પ્રદર્શીત કરવી જોઈએ . જો આપણે આપણી પ્રાચીન સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ અનુભવતા હોઈએ તો આજની અને આવતી પેઢીને તેની ગર્વ સાથે જાણકારી આપવી જોઈએ , તે રાજય સરકારની જવાબદારી અને ફરજ  પણ છે.

પરેશ પંડયા તંત્રની પ્રાચીન સંસ્કૃતિ બાબતમાં નીસ્ક્રીયતા અંગે જણાવે છે કે રાજકોટ જીલ્લાના ખંભાલીડા ખાતે આવેલ 1800 વર્ષ પ્રાચીન બૌધ્ધગુફા છે જે સમગ્ર પશ્ચીમ ભારતનું સૌથી પ્રાચીન બૌધ્ધ શિલ્પ સ્થાપત્ય છે. અને ગુજરાત રાજયમાં વિશાળ શિલ્પો ધરાવતી એક માત્ર બૌધ્ધ્ગુફા છે. અતિસુંદર કુદરતી વાતાવરણાં આવેલ છે, તેના શિલ્પો ખુલ્લામાં છે વાતાવરણની ખરાબ અસરથી સતત ખવાતા જાય છે . જર્જરીત થતા જાય છે. બૌધ્ધગુફામાં વરસાદ દરમ્યાન ખુબ પાણી ટપકે છે હજારો ચામાચીડીયાનુ નિવાસસ્થાન છે. મુલાકાતીઓ ધ્વારા શિલ્પોને નુકશાન થઈ રહેલ છે. અતીશય દુર્ગંધથી અંદર જઈ શકાય તેમ નથી. આ રાજય રક્ષીત સ્મારકને સાચવવા તેને બચાવવા 2003 થી સતત જયાબહેન ફાઉન્ડેશન ધ્વારા રજુઆતો આજ સુધીના દરેક મુખ્યમંત્રીનેે , મંત્રીને અને પુરાતત્વ વિભાગના ડાયરેકટરને કરવામાં આવેલ છે. છતા બૌધ્ધગુફા અને શિલ્પોને આજ પણ નુકશાન થય રહેલ છે. તેને બચાવવા હવે તાત્કાલીક પગલા ભરવા જરૂરી છે.

ગુજરાત રાજયના પુરાતત્વ વિભાગની નિષ્ક્રીયતા જણાવતા કહે છે કે રાજયનો પુરાતત્વ વિભાગને પુરતો સ્ટાફ આપવામાં આવતો નથી, આપણે આપણી પ્રાચીન સંસ્કૃતિ માટે ગર્વ અનુભવતા શબ્દો ઉચ્ચરીએ છીએ, લખીએ છીએ, તેનો પ્રચાર પણ કરીએ છીએ પણ તેને બચાવવા કેટલા ગંભીર છીએ ? નવા સ્થળો શોધશે કોણ ? શોધાયેલ બચાવશે કોણ ? આ કામ રાજયના પુરાતત્વ વિભાગનું જ છે. પુરાતત્વ વિભાગને બચાવવાનું કાર્ય કોનુ છે ? જો રાજય સરકાર જ પુરાતતત્વ વિભાગને બચાવવા – સજજ કરવામાં નિષ્ક્રીય હોય તો ત્યારે આપણી પ્રાચીન સંસ્કૃતિ માટે ગર્વ લેવો તે ફકત શબ્દો નથી બની જતા ? ગર્વ લઈએ છીએ તેને બચાવવા ગંભીર બનવું જ જોઈએ. રાજય સરકારમાં પુરાતત્વ વિભાગનું અલગ સ્વતંત્ર મંત્રાલય હોવુ જરૂરી છે . તેમા તે વિષયને સમજનાર વિધ્વાન મંત્રી હોવા જરૂરી છે . પુરાતત્વ વિભાગની રાજયમાં આવેલ દરેક કચેરીમાં મહેકમ મુજબનો સ્ટાફ હોવો જરૂરી છે , જે આપવા પુરાતત્વ વિભાગને સજજ કરવા કાર્યશીલ બનાવવા વષો થયા મુખ્યમંત્રી, વિભાગન મંત્રી અને વિરોધ પક્ષના નેતાઓને પણ રજુઆતી કરવામાં આવે છે.

પરેશ પંડયા જણાવે છે કે આપણી પ્રાચીન સંસ્કૃતિ બચાવવા જાહેરજીવનના અગ્રણીઓ , સામાજીક સંસ્થાઓ , ઉદ્યોગપતિઓ , પુરાતત્વ અને ઈતિહાસ પ્રેમીઓ , યુનિવર્સિટીઓ , રાજય સરકારને પોતાની લાગણી વ્યક્ત કરે તેવી પ્રાચીન સંસ્કૃતિના હિતમાં ભારપૂર્વક અપીલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.