Abtak Media Google News

‘ગરબો’ એ ભારતીય સંસ્કૃતિની પરંપરા છે. અને તેમાં પણ ગુજરાતનો ગરબો કે જે માત્ર સૌરાષ્ટ્ર-કચ્છ કે ગુજરાત પુરતો આજ સિમીત નથી રહ્યો પરંતુ સમગ્ર વિશ્ર્વમાં ગુજરાતના ગરબા એ ઘુમ મચાવી છે. જો કે, હવે તો મોટાભાગના પ્રસંગોમાં રાસ ગરબા રાખવાની એક ફેશન બની ગઇ છે. એમાં પણ લોકોનો લગાવ તો ખરો જ….છેલ્લા ઘણા વર્ષો બાદ આખરે આ વર્ષે પ્રાચિન ગરબાનો દબોદબો જોવા મળ્યો અને ગરબાની પ્રાચિન પરંપરાના દર્શન થયા. કોરોના કાળમાં છેલ્લા વર્ષથી ગરબાના આયોજન સદંતર બંધ રહ્યા હતા પરંતુ કોરોનાનું સંક્રમણ ઘટતા સરકાર દ્વારા આ વર્ષે શેરી ગરબાને મંજુરી મળતા લુપ્ત થતા પ્રાચિન ગરબાની પરંપરા ફરી ઉજાગર થઇ છે.

નવરાત્રિ દરયિમાન  શહેરોમાં કાન ફાડી નાખે તેવી હજારો વોટની સાઉન્ડ સીસ્ટમ, વેસ્ટર્ન ઇન્સ્ટયુમેન્ટોનો ખડકડો અને તેમાં પાશ્ર્ચત્ય સંગીતના સથવારે રમતા ખેલૈયાઓ કે જેમાં પ્રાચિનતાની જગ્યાએ અર્વાચીનતા વધુ જોવા મળે તે સ્વાભાવિક છે અને હવે તો ગરબો એ મનોરંજનનું સાધન બન્યું હોય તેવું લાગ્યા વિના રહે નહીં.

Garba Dandiya Navratri 2

પરંતુ આ વર્ષે પાર્ટી પ્લોટમાં થતા ગરબાના કાર્યક્રમોને સરકારની મંજુરી આપવામાં ન આવતા શહેરમાં પ્રાચિન ગરબા કે જેમાં માં ભગવતી સ્વરુપ બાળાઓ માતાજીની માંડવી વચ્ચે રાખી અને એક એક પ્રાચિન ગરબાની રમઝટ વચ્ચે પ્રદશિક્ષણ કરે ત્યારે સાક્ષાત જગદંરા પૃથ્વી પર બાળાઓ ના રૂપમાં રમવા આવી હોય તેવો અહેસાસ થાય તે જ આપણી પ્રાચિન ગરબાની પરંપરાની શ્રઘ્ધા છે.

આ સમયે ગરબે ઘુમતી બાળાઓ, ગરબા ગાતા કલાકારો વાદકો અને તેને નિહાળતા લોકોમાં પણ જગત જનની, જોગમાયા રાજરાજેશ્ર્વરી, પરાશકિત, મહામાયામાં દુર્ગા, શકિતની ભકિતના આનંદનો અનુભવ થાય તે જ આપણા પ્રાચિન ગરબાની મહતા છે.આ વર્ષે ઠેર ઠેર શેરી ગરબીમાં બાળાઓ દ્વારા પ્રાચિન ગરબાના સંગે ઉવાતા નવરાત્રી મહોત્સવનાં આપણા પ્રાચિન ગરબાનો દબદબો રહ્યો છે. ત્યારે મુળભુત આપણી પ્રાચીન ગરબાની સંસ્કૃતિ ફરી મજબુત બની હોય તેવું જોવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.