Abtak Media Google News

41 હજાર કરોડ રૂપિયાના ખર્ચે સરકાર કન્ટેનર ટ્રાન્ઝિટ પોઇન્ટ ઉભું કરશે !!!

વર્ષ 2028માં આંદામાન ખાતે ટર્મિનલ પૂર્ણ કરવાનો લક્ષ્ય નિર્ધારિત કરાયો !!!

દેશની વ્યવસ્થાને આગળ ધપાવવા માટે દરેક ક્ષેત્રને વિકસિત કરવું ખૂબ જ જરૂરી છે. અર્થવ્યવસ્થા માટે ટ્રાન્સપોર્ટેશન પણ એટલું જ ઉપયોગી અને અનિવાર્ય છે ત્યારે કેન્દ્ર સરકાર ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રકચર વ્યવસ્થા ઉભી કરવા માટે તૈયાર થયું છે જેના માટે ટ્રાન્સપોર્ટેશનના દરેક રસ્તાઓ ઉપર હાલ વિકાસ કઈ રીતે વધુને વધુ શક્ય બને તે દિશામાં પગલાંઓ પણ લેવામાં આવી રહ્યા છે. દરિયાઈ પરિવહન માટે પણ સરકાર સતત અગ્રેસર છે અને આવ વિકલ્પને વધુને વધુ ઉપયોગી કઈ રીતે બનાવી શકાય તે દિશામાં સરકાર હાલ કાર્ય પણ કરી રહી છે.

અંદામાનના ગલાથીયા બે ખાતે સરકાર 41 હજાર કરોડના ખર્ચે કન્ટેનર પોઇન્ટ ઊભું કરવા જઈ રહ્યું છે અને આ પ્રોજેક્ટ વર્ષ 20028 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક પણ નિર્ધારિત કર્યો છે. સરકાર આ પ્રોજેક્ટ ને ચાર તબક્કામાં બનાવશે અને આ પ્રોજેક્ટ પૂર્ણ થતા જ આશરે ચાર મિલિયન ટનની ક્ષમતામાં પણ વધારો થશે અને વધુને વધુ કાર્ગો કન્ટેનર ગલાથે બે ઉપર ઉભા રહેશે. સરકારના આ દુરંદેશી પગલાને લઈ દરિયાઈ માલવાહક માટે હવે અંદામાન વિશ્વનો દ્વાર બનશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. અત્યાર સુધી સુએઝ કેનાલ જે રીતે વિશ્વ માટે દરિયાઈ પરિવહનનું એક ઉત્તમ સ્થાન માનવામાં આવતું હતું તેમ હવે અંદામાન પણ પોતાની આગવી ઓળખ ઉભી કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડ પણ હેઠળ આ સંપૂર્ણ પ્રોજેક્ટ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ ના ધોરણે હાથ ધરવામાં આવશે અને જેના માટે સરકારે આજથી હરાજી માટેની અરજીઓ પણ મંગાવવાની શરૂ કરી દીધી છે. હાલ જે પોર્ટની ક્ષમતા છે ક્ષમતા 16 મિલિયન ટન સુધી પહોંચી જશે. એટલું જ નહીં સરકાર આ પ્રોજેક્ટ ને અમલી બનાવવા માટે અનેકવિધ ઇન્ટરાસ્ટ્રક્ચરને પણ ઊભા કરશે જેમ કે બેકવોટર, રીક્લેમેસન અને કનેક્ટિવિટી સહિત ઇત્યાદિ. તારે જાહેરાત કરતા જણાવ્યું છે કે પ્રથમ તબક્કો 18000 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે. એટલું જ નહીં સરકાર નિકોબાર ટાપુ ઉપર પણ નવું બંદર ઊભું કરશે તેવી પણ જાહેરાત હાલ કરવામાં આવી છે.

અંદમાન ખાતે પોર્ટનું નિર્માણ થતાની સાથે જ નિકાસકારોને ઘણો ફાયદો પહોંચશે અને દરિયાઈ પરિવહનને વધુ સુદ્રઢ બનાવવા અને નિકાસકારોને પ્રોત્સાહિત કરવા માટે સરકારે સિંગલ વિન્ડો લોજિસ્ટિક પોર્ટલ પણ ખોલું મૂક્યું છે જ્યાં હવે ભાવને લઈ નિકાસકારોએ તકલીફની અનુભૂતિ નહીં કરવી પડે. કાર અર્થવ્યવસ્થાને ઝડપભેર વિકસિત બનાવવા માટે સતત પ્રયત્નો હાથ ધરી રહી છે અને પરિણામે દરિયાઈ પરિવહન ક્ષેત્રને પણ વધુને વધુ ધ્યાને લઈ સરકાર દ્વારા અનેક નવા નીતિ નિયમો અને નવી યોજનાઓને પણ અમલી બનાવવામાં આવી છે.

આંદામાનની ભૌગોલિક સ્થિતિ દરિયાઈ પરિવહન માટે ખુબજ ઉપયોગી

દરિયાઈ પરિવહન માટે સૌથી ઉપયોગી કાંઈ હોઈ તો તે ભૌગોલિક સ્થિતિ છે ત્યારે સરકાર જે અંદમાન ખાતે પ્રોજેક્ટ અમલી બનાવી  રહી છે તેનાથી રિયાઈ પરિવહન ને ઘણા લાભો મળશે જેનું મુખ્ય કારણ એ છે કે ભૌગોલિક રીતે અંદામાન આંતરરાષ્ટ્રીય શિપિંગ ટ્રેડ રૂટમાં આવે છે જે રસ્તે થી પ્રતિવર્ષ 35,000 થી વધુ શિપ પસાર થાય છે.

20 મિટરનો કુદરતી ડ્રાફ્ટ ધરાવે છે આંદામાન પોર્ટ

શીપને કાંઠે સુધી લાવવા માટે ડ્રાફ્ટ હોવો ખૂબ જ જરૂરી છે ત્યારે સરકાર જે આંદામાન ખાતે પોર્ટ વિકસિત કરી રહ્યું છે તે અનેકવિધ રીતે સરકારને અને નિકાસકારોને ઉપયોગી નીવડશે કારણકે કાંઠે લાવવા માટે જે જરૂરી ડ્રાફ્ટ હોવો જોઈએ તે કુદરતી 20 મીટરનો ડ્રાફ્ટ મળેલો છે જેનાથી  સરળતાથી શીપ કાંઠા સુધી નજીક આવી શકે.

પ્રથમ તબક્કામાં બે લીક્વીડ કાર્ગો બર્થ ઉભા કરવામાં આવશે

સરકાર આ સંપૂર્ણ પ્રોજેક્ટ ચાર તબક્કામાં પૂર્ણ કરશે જેમાં પ્રથમ તબક્કામાં સરકાર બે બ્રેકવોટર કે જેની કુલ બર્થ 2.3 કિલોમીટરની હોય તે પ્રકારના બર્થ ઉભા કરશે એટલું જ નહીં કન્ટેનર યાર્ડની સાથો સાથ કન્ટેનર હેન્ડલિંગ સાધનોને પણ વિકસિત કરી 2 લિકવિડ કાર્ગો બર્થ ઉભા કરાશે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સુસજ બનાવાશે કન્ટેનર ટ્રાન્ઝિટ પોઇન્ટ

દરિયાઈ પરિવહન અને અંદમાન ને વિશ્વનું દ્વાર બનાવવા માટે સરકાર દ્વારા જે પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે તેને ઇન્ફ્રાસ્ટ્રક્ચર થી સંપૂર્ણ રીતે સુસજ કરવામાં આવશે એટલું જ નહીં પોર્ટ ની આજુબાજુ એરપોર્ટ ટાઉનશીપ અને પાવર પ્લાન્ટ ને પણ ઊભા કરવામાં આવશે. તો બીજી તરફ શિપ સપ્લાય શીપ નું રીપેર સહિતની પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવે તો નવાઈ નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.