લોકોના સ્વાસ્થ્યના દુશ્મન મચ્છરના નાશ માટે સ્માર્ટ પ્રોજેક્ટ

mosquitoes | hi-tech |andhra pradesh
mosquitoes | hi-tech |andhra pradesh

દર સ્ક્વેર કિ.મી.એ ૧૦ સેન્સર ગોઠવી મચ્છરની ઉત્પતિ રોકવા આંધ્રપ્રદેશના ૩ શહેરોમાં પાયલોટ પ્રોજેક્ટ.વિવિધ થાંભલા પર સેન્સર ગોઠવી મચ્છરો પર વોચ રખાશે: મચ્છરોની ગતિવિધિ જાણી ચોકકસ સ્ળે જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં મહાનગરપાલિકાને સરળતા રહેશે: રાજકોટ સહિતના શહેરો માટે આ પ્રોજેકટ મહત્વનો બની શકે.

દર વર્ષે વિશ્ર્વમાં મચ્છરજન્ય રોગના કારણે કરોડો લોકોના મોત નિપજે છે. ભારતના શહેરોમાં મચ્છરોનો ઉપદ્રવ ખુબજ વધુ છે. ત્યારે આંધ્રપ્રદેશ સરકારે મચ્છરના નાશ માટે સ્માર્ટ પ્રોજેકટ શ‚ કરવાનો નિર્ણય લીધો છે.

આ પ્રોજેકટને સ્માર્ટ મોસ્કીટો, ડેસ્ટીની સીસ્ટમ નામ અપાયું છે. હાલ કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયને આ પ્રોજેકટ મંજૂરી માટે મોકલાયો છે. આ પ્રોજેકટને આંધ્રપ્રદેશના વિજયવાડા, વિશાખાપટ્ટનમ અને તિ‚પતિમાં પ્રામિક ધોરણે શ‚ કરવામાં આવશે. આ શહેરોની મહાનગરપાલિકા દર સ્કવેર કિ.મી. દીઠ ૧૦ સેન્સર ગોઠવશે. કુલ ૧૮૫ સ્કવેર કિ.મી.માં ૧૮૫૦ સેન્સર ગોઠવવામાં આવશે.

આ સેન્સર શહેરોના વિવિધ ાંભલાઓ પર ગોઠવશે. સેન્સરી મચ્છરોની ગતિવિધિ, લીંગ અને પ્રકાર જાણવા મળશે. આ ડિવાઈસ મચ્છરોની ગતિવિધિની ઝીંણી ઝીંણી વિગતો સેન્ટ્રલ ડેટાબેસમાં મોકલશે. જેનાથી કયાં એરીયામાં સૌી વધુ મચ્છરો છે. અવા ઉત્પતિ છે તે જાણી શકાશે અને પાલિકા તે સ્ળે દવાનો છંટકાવ સરળતાી કરી શકશે.આ સ્માર્ટ પ્રોજેકટ મહાનગરપાલિકાને મચ્છરના ખાત્મા માટે મેપ બનાવી આપશે. જેનાી જયાં જ‚ર હોય ત્યાં જ મહાનગરપાલિકાએ મચ્છના નાશ માટેની કાર્યવાહી કરવાની રહેશે. હાલ આંધ્રપ્રદેશના ત્રણ શહેરોમાં ‚ા.૪ કરોડના ખર્ચે આ પ્રોજેકટ શ‚ શે. રાજકોટ જેવા નાના શહેરમાં પણ આ પ્રોજેકટ ઓછા ખર્ચે શ‚ ઈ શકે છે. ટેકનોલોજીના ઉપયોગ માટે તત્પર રહેતી રાજકોટ મહાનગરપાલિકા આ સ્માર્ટ પ્રોજેકટના માધ્યમી મેલેરીયા, ડેંગ્યુ, ચિકનગુનીયા કે, ઝીકા જેવા રોગ ફેલાવતા મચ્છરની ઉત્પતિનો જ ખાત્મો કરી શકે તેમ છે.

મચ્છરોની ઉત્પતિ રોકવા ખાસ સ્ળે ખાસ સમયે દવાનો છંટકાવ સહિતની પગલા લેવા જ‚રી બને છે.આ સ્માર્ટ પ્રોજેકટ હેઠળ એનાલીસીસ દ્વારા આ જગ્યા અને સ્ળની વિગતો મળી જશે અને તંત્ર યોગ્ય પગલા લઈ શકશે.

આંધ્રપ્રદેશ સરકાર જે રીતે મચ્છના ઉપદ્રવને રોકવા માટે પ્રોજેક્ટ હાથ ધર્યો છે તે ખરેખર સરાહનીય છે. રાજકોટ સહિત ગુજરાતની મહાપાલિકાઓ જ્યારે મચ્છરજનય રોગચાળો વકરે ત્યારે જાગે છે અને મચ્છરની ઉત્પતી અંગેનુ ચેકીંગ હાથ ધરે છે. દિવસ દરમિયાન ગણ્યા ગાંઠ્યા ઘરોમાં આવુ ચેકીંગ કરવામાં આવે છે અને જ્યાંથી મચ્છરોના પોરા મળી આવે તે લોકોને નોટિસ ફટકારી કે દંડ વસુલ કરી સંતોષ માની લેવામાં આવે છે. મચ્છરોનો ઉપદ્રવ કાયમી ધોરણે બંધ થાય તેવો કોઇ સચોટ કામગીરી હાથ ધરવામાં આવતી નથી.