Abtak Media Google News

જન્મ એનું મૃત્યુ નિશ્ચિત છે એથી જ તો માનવી મરણધર્મા કહેવાયો છે પણ એજ મરાણધર્મા માનવી માને જીવને શિવના શરણમાં જાય તો તે મુક્તિને પામે છે, એ નિર્વિવાદ વાત છે કે જે મનુષ્ય મહામૃત્યું જય મત્રનો અવિરત રટણ કરે છે તેનો મુત્યુનો ભય ટળે છે. આધિ, વ્યાઘિ, ઉપાધિ, મુશ્કેલી, ગૃહશાંતિ, ગ્રહશાંતિ અને અસાધ્ય રોગમાંથી મુક્તિ અપાવનાર આ એક અકસિર અમોધ અસ્ત્ર યાને મંત્ર છે. આનાથી મોટો આ માટેનો કોઇ મહામંત્ર નથી. કહેવાય છે મહર્ષિ દધિચીએ આ મંત્ર દ્વારાજ વ્રજ જેવા અસ્થિ પ્રાપ્ત કર્યા હતાં. જેમાંથી અસ્ત્ર બનાવી દેવાએ દાનવો ઉપર વિજય મેળવ્યો હતો. ભગવાન વિષ્ણુ પણ જયારે દાનવોના ત્રાસથી ત્રસ્ત, હતાશ, અને નિરાશ થઇ ગયા ત્યારે ભગવાન ભોળાનાથે સ્વયમ્ આ મંત્ર કરવાનો આદેશ આપ્યો હતો અને એના દ્વારા ભગવાન વિષ્ણુએ દાનવ ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો.

આ મહામૃત્યુજય મંત્ર અદ્ભૂત અલોકિક વ્યાધિ નાશક અમોદ્ફ શકિત છે જો શ્રધ્ધા અને ભાવથી આ મંત્રનો જાપ કરવામાં આવે તો અનેક અસાધ્ય રોગમાંથી આસાનીથી મુકિત મળે છે. આ મહામૃત્યુંજયના પ્રભાવ અંગેની બે કથાઓ જાણીતી છે. મહર્ષિ માર્કન્ડયનો સોળ વર્ષે અંતિમ કાળ નિકટ આવ્યો, પિતા મુકુન્દ મુનિ ભગવાન આશુતોષના આર્શીવાદથી મેળવેલ આવા તેજસ્વી, ઓજસ્વી બાળકને અવધિ અનુસાર સોળ વર્ષની ઉમરે અકાળે મૃત્યુના મુખમાં ધકેલાતા જોઇ અત્યંત દુ:ખી થઇ ગયા. ત્યારે મહર્ષિ માર્કન્ડે પિતાને ચિંતા ન કરવાનું કહી મહામૃર્ત્યુજયની આરાધનામાં મગ્ન થઇ ગયા, અને કહેવાય છે કે, યમ-રાજાએ જયારે સમય મુજબ પોતાનો કાળદંડ ઉઠાવ્યો ત્યારે પ્રલયકંર પ્રભુ સદાશિવ સાક્ષાત પ્રગટ થયા અને માર્કન્ડયજીને યમ પારામાંથી મુકત કર્યા. અને આ સાત ચિરંજીવીઓ, અશ્વત્થામા, બલિુવ્યાસ, હનુમાન, વિભીષણ, કૃપાચાર્ય, પરશુરામ, આ સાત ચિરંજીવીઓમાં આઠમા માર્કન્ડેય મુનિનું નામ ઉમેરાયુ કહેવાય છે કે આ સાત ચિરંજીવછઓ સાથે જે માર્કન્ડેયના નામનું સ્મરણ કરે છે તે સો વર્ષનો આયુ ભોગવે છે.

બીજી કથા એવી છે કે અંતિમ કાળે, શિવ સ્મરણ અને મહામૃત્યુજય મંત્ર સાથે શ્વેત મુનિએ શિવજીનું શરણ સ્વીકાર્યુ જયારે કાળ એમની સમીપ આવ્યો ત્યારે શિવલિંગમાંથી મહાકાળ રૂપી શિવજી પ્રગટ થયા અને કાળના પંજામાંથી શ્વેત મુનિને ઉગાર્યા. ત્રિજી મહામૃત્યું જય મંત્રના મહિમાને મહેકાવતી ઘશાર્ણ દેશના રાજા વ્રજ-બાહુ અને એમની પત્નિ સુમતિ અને મહામુત્યુજય મંત્રથી રક્ષાયેલ એમના પુત્ર ભદ્રાયુની કથા અતિ વિસ્તૃત હોઇ વિસ્તાર ભયે નથી આલેખતો.

પોતાના પરમ ભકતો પર અપાર પ્રેમ વર્ષાવનાર એના દુખ, દર્દ, કલેશ, ભય, શોક, રોગ પરાધિનતા, અપયશ, અપમૃત્યું, નિવારનાર, સમુદ્ર મંથન માથી નિકળનાર હળાહળ વિષને પણ પોતાના કંઠમાં ધારણ કરનાર ભગવાન વિશ્વેશ્વર કાળના પણ મહાકાળ મૃત્યુંજય છે.

સામાન્યત્ જન્મઓનું મરણ નિશ્ચિત છે. જયાં જન્મ છે, ત્યાં મરણ છે, મરણએ પ્રભુનું ચરણ છે, એટલે મરણએ શોકોત્સવ નહિ, મહોત્સવ છેે મૃત્યુનું પણ એક મહાત્મય છે. જુના વસ્ત્રો ત્યાગવાએનું નામ મૃત્યુ, અને દેહ રૂપી નવા વસ્ત્રો પહેરવા એનું નામ જન્મ.

મૃત્યુજય મંત્રના અર્થમાં એવું કયાય નથી આવતું કે મૃત્યુજય મારૂ જીવન લંબાવો, અમર બનાવો, વાસ્તવમાં આત્મા અને ચેતનનું મિલનએ જીવન અને વિયોગ એટલે મૃત્યું. મૃત્યુ એટલે તો આત્માની ફેર બદલી.

“ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ્ શરણાંગત!

જન્મ મૃત્યુ જરા વ્યાધિ, પીડિત કર્મ બંધને”

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.