Abtak Media Google News

Table of Contents

રામનામમે લીન હે, દેખત સબમે રામ, તાકે પદ વંદન કરૂ જય-જય જય જલારામ

મહાઆરતી-પ્રસાદ વિતરણ-ભજન અને ભોજન (મહાપ્રસાદ) જેવા અનેક વિધ કાર્યકમોની વણઝાર

કારતક સુદ-સાતમ એટલે સૌરાષ્ટ્રના સંત શિરોમણી પૂ. જલારામ બાપાની જન્મદિવસ આવતીકાલે સૌરાષ્ટ્ર-ગુજરાત અને સમગ્ર દેશ વિદેશમાં પૂ. જલારામ બાપાની 222મી જન્મજયંતિની શ્રધ્ધા અને ભકિતભાવ પૂર્વક દબદબાભેર ઉજવણી થશે. રઘુવંશી સમાજ સહિત અનેક ભકતજનો કાલે પૂ. બાપાની ભક્તિમાં તલ્લિન થઈ ધન્ય થશે.રાજકોટ શહેરમાં પણ રઘુવંશી સમાજ-મહિલા મંડળ તેમજ ભકતજનો દ્વારા ઠેર ઠેર બાપાના 222માં જન્મોત્સવને ઉજવવા થનગની રહ્યા છે.

જેમા મહાઆરતી બુંદી-ગાંઠીયા, રોટલો, માખણનો પ્રસાદ તો કયાંક 1500થી 2000 માણસનો મહાપ્રસાદ આમ ભજન અને ભોજનના કાર્યક્રમો સભર જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવશે. જેની પૂર્વ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

જલારામ ઝુપડી સેવા ટ્રસ્ટ દ્વારા કાલે રાજ સમઢિયાળા ખાતે જલારામ જયંતિની થશે ઉજવણી

મહાઆરતી, અન્નકુટ, તેમજ બટુકો તથા બાળાઓને પ્રસાદ વિતરણ વગેરે કાર્યક્રમો

જલારામ ઝુંપડી સેવા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા સંત શીરોમણી પૂ. જલારામ બાપાની 222મી જન્મજયંતિ પ્રસંગે કાલે જલારામધામ રાજસમઢીયાળા ખાતે સવારે 11 કલાકે મહાઆરતી કરવામાં આવશે સાથે અન્નકુટ દર્શનનો લાભ પણ આપવામાં આવશે બપોરે 12 કલાકે સર્વ બટુકો બાળાઓને પૂ. જલારામ બાપાની પ્રસાદી ભોજન પીરસવામાં આવશે.જલારામ ઝુંપડી સવારે 11 કલાકથી મહાઆરતી અન્નકુટ દર્શન તથા મહાપ્રસાદનો લાભ લેવા જલારામ ઝુંપડી સેવા ચે.ટ્રસ્ટના સેવક ઉષાબેન મુકુંદભાઈ ત્રિવેદી સર્વ ટ્રસ્ટીગણ હોદેદારો તથા કારોબારી સભ્યો દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.

રાજકોટના વિવિધ વિસ્તારોમાં દર ગુરૂવારે જલારામ ઝુંપડી સેવા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા પૂ. જલારામ બાપાની પ્રિય પ્રસાદી ખીચડી-કઢી, બુંદી, બટેટાનું શાક વગેરે વિનામૂલ્યે પીરસવામાં આવીરહ્યું છે. વધુ વિગતો માટે ઉષાબેન મુકુંદભાઈ ત્રિવેદી ફોન: 9316067174 તથા 9374114355 નંબર સંપર્ક કરી શકાશે તેમ એક યાદીમાં જણાવાયું છે.

રઘુવંશી પરિવાર મહિલા સમિતિ દ્વારા જલારામ જયંતિની ઉજવણી

જલારામ જન્મજયંતિ નિમિતે રઘુવંશી પરિવાર મહિલા સમિતિ દ્વારા આવતીકાલે આરતી સુશોભન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. સ્પર્ધા સાંજના 5 થી 6.30 વાગ્યા સુધી તથા 7.15 મીનીટે મહારાજ આરતી ત્યારબાદ મહાપ્રસાદનું વિતરણનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે જાગૃતીબેન ખીમાણી મો. 7878036141માં નામ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. આયોજનને સફળ બનાવવા માટે મનિષાબેન ભગદેવ, રત્નાબેન સેજપાલ, તરૂબેન ચંદારાણા, પ્રીતિબેન પાઉ, શીતલબેન બુધ્ધદેવ, જાગૃતીબેન ખીમાણી, કિરણબેન કેસરીયા, તૃપ્તીબેન નથવાણી, શોભનાબેન બટવીયા, ઈલાબેન પંચમતીયા, અનીતાબેન પાઉ, ડોલીબેન નથવાણી, શીતલ નથવાણી, રીમાબેન મણીયાર, અમીબેન સેદાણી, નયનાબેન પોપટ, તૃપ્તીબેન તન્ના, રીધીબેન બરડાઈ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

પંચનાથ મહાદેવ મંદિરે જલારામ જયંતિની કરાશે ઉજવણી

વિશ્ર્વ વંદનીય સંત પૂ. જલારામ બાપાની 222મી જન્મજયંતિ અનુસંધાને જલારામ જન્મોત્સવ સમિતિ રાજકોટ દ્વારા આવતીકાલે સાંજે 7 કલાકે પંચનાથ મહાદેવ મંદિર ખાતે પૂ. જલારામબાપા સમક્ષ મહાઆરતીનો કાર્યક્રમ યોજવામાં આવશે જેમાં રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઈ પોબારૂ, હોદેદારો, સર્વ જલારામ ભકતો દાતા પરિવારજનો તથા જલારામ જન્મોત્સવ સમિતિના સર્વ ઉપસ્થિત રહેશે.

અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા રમેશભાઈ ઠકકર સહિતના પ્રતિનિધિઓએ માહિતી આપતા જણાવેલ હતુ કે, જલારામ જન્મોત્સવ સમિતિ રાજકોટ દ્વારા પૂ. જલારામ બાપાની શોભાયાત્રા મુલત્વી રાખવામાં આવેલ છે. પરંતુ પૂ. જલારામ બાપાની પ્રિય પ્રસાદી બુંદી તથા ગાંઠીયાનો પ્રસાદ પેકેટમાં સર્વે જલારામ ભકતોને આપવામાં આવશે.

જલારામ જન્મોત્સવ સમિતિ રાજકોટ સર્વ જલારામ ભક્તો રમેશભાઈ ઠકકર, પ્રવિણભાઈ કાનાબાર, અશોક હિંન્ડોચા, નવીનભાઈ છગ, કલ્પેશભાઈ તન્ના મનીષભાઈ સોનપાલ, મયંકભાઈ પાઉ, વજુભાઈ વિઠલાણી રમણભાઈ કોટક, મનુભાઈ જોબનપુત્રા, તથા વોર્ડવાઈઝ જલારામ જયંતિ ઉજવતા સર્વ જલારામ ભકતો દ્વારા સર્વ જલારામ ભકતોને આવતીકાલે સાંજે 7 કલાકે પંચનાથ મહાદેવ મંદિર રાજકોટ ખાતે મહાઆરતીમાં પધારવા તેમજ સાંજે આરતી બાદ, જલારામ ભકતોને પેકેટ સ્વરૂપે પ્રસાદી સ્વરૂપમાં અપાશે.

વધુ વિગતો માટે શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ રાજકોટ 98242 65300 તથા 9426254999 નંબર પર સંપર્ક કરવા શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ રાજકોટ દ્વારા યાદીમાં જણાવાયું છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા રમેશભાઈ ઠકકર, પ્રવિણભાઈ કાનાબાર, અશોક હિંડોચા, નવીનભાઈ છગ, કલ્પેશ તન્ના, મયંક પાઉ, રમણભાઈ કોટક, ભાવિન કોટેચા, કિરીટભાઈ કેશરીયા, વિજયભાઈ તન્ના, અશ્ર્વીન મીરાણી, હિતેન્દ્ર વડેરા, વિક્રમભાઈ ઠકકર જહેમત ઉઠાવી રહ્યા છે.

શહેરના નામાંકિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં

રઘુવંશી યુવા કલબ દ્વારા ગાંધીગ્રામમાં આવતીકાલે જલાબાપાનો જન્મોત્સવ ઉજવાશે

રઘુવંશી સંત શિરોમણી પ.પૂ. જલારામ બાપાની 222મી જન્મજયંતિ નિમિતે રઘુવંશી યુવા કલબ દ્વારા જલારામ જયંતી ધામધૂમથી ઉજવવામાં આવશે. રઘુવંશી યુવા કલબ દ્વારા ગાંધીનગર 1 સર્વેશ્ર્વર ચોક, ગાંધીગ્રામ, રાજકોટ ખાતે ગુરૂવારે સાંજે 6.30 કલાકે મહાઆરતી અને 7 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ શુભ પ્રસંગે સૌને પરિવાર સાથે પધારવા જાહેર અનુરોધ કરાયો છે.

આ આયોજનને સફળ બનાવવા માટે રઘુવંશી યુવા કલબના પ્રમુખ રવિ માણેક રાજુ રૂવાળા, પરાગ તન્ના, સંદીપ ઉનડકટ, નિખીલ રાજાણી, ધર્મેશ ઉનડકટ વગેરેનું પ્રતિનિધિ મંડળ અબતકની શુભેચ્છા મુલાકાત દરમિયાન તેઓએ જણાવ્યું હતુ કે બાપાના જન્મદિનની દબદબાભેર ઉજવણી પ્રસંગે શહેરના અનેક નામાંકિત મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિ વચ્ચે મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. પૂ. બાપાના વધામણા પ્રસંગે મોટી સંખ્યામાં લોકોને જોડાવા એક યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

લક્ષ્મીનગર વિસ્તારમાં કાલે જલારામ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી

વોર્ડ નં.8 જલારામ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા છેલ્લા 15 વર્ષથી વોર્ડ નં.8માં જલારામ બાપાની જયંતિની ઉજવણી પ્રસંગે કાલે રઘુવંશી સમાજ દ્વારા રકતદાન કેમ્પ, મહાઆરતી, અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.વોર્ડ નં.8ના લક્ષ્મીનગર વિસ્તારમાં જલારામબાપાની 222મી જન્મજયંતિની 11 તારીખે ઉજવણી કરવામાં આવનાર છે. પ્રજાપતિ જ્ઞાતી સમાજની વાડી, સૂર્યનગર-2, પંચવટીનગર ખાતે સવારે 7 વાગ્યાથી રકતદાન કેમ્પનું આયોજન છે. રાત્રે 7 કલાકે મહાઆરતીનું આયોજન છે. તથા મહાપ્રસાદ સાંજે 7.30 કલાકે રાખવામાં આવ્યો છે. ત્યારે સૌ ભકતોને જલારામબાપાની જન્મજયંતિની ઉજવણીમાં સહભાગી થવા એક યાદીમાં જણાવાયું છે.

રઘુવંશી પરિવાર દ્વારા જાગનાથ મંદિર ચોકમાં ઉજવાશે જલારામ જયંતિ

રઘુવંશી પરિવાર દ્વારા જાગનાથ મંદિરના ચોકમાં આવતીકાલે 222મી જલારામ જયંતિ ઉજવવામાં આવશે. પહેલા બહેનો દ્વારા આરતી સુશોભનનો કાર્યક્રમ બાદ સૌ સાથે સાંજે 7.15 મીનીટે મહાઆરતી અને આ વખતની વ્યવસ્થામાં સૌ પ્રસાદરૂપે બુંદી અને ગાંઠીયાના પેકેટ દરેક આવનાર પરિવારને અપાશે અને જલારામ બાપાનો પ્રીય પ્રસાદ રોટલો સાથે માખણ આપવામાં આવશે. સાથોસાથ ભજન કિર્તનની રમઝટ સાથે આપણે ભકત જલારામબાપાની જન્મ જયંતિ રંગે ચંગે ખૂબ જ ભાવપૂર્વક ઉજવાશે તેમ સંસ્થાના આગેવાન પ્રતાપભાઈ કોટક, પરેશભાઈ વિઠ્ઠલાણી, હસુભાઈ ભગદેવ, સુરેશભાઈ ચંદારાણા, શૈલેષભાઈ પાબારી, જેષ્ઠારામભાઈ ચતવાણી, કેતનભાઈ પાવાગઢી, કલ્પેશભાઈ તન્ના, વિપુલભાઈ મણીયાર વિગેરે દ્વારા જાહેર જનતાને નિમંત્રણ પાઠવવામાં આવે છે.

પેન્ટાગોન-કોઝીકોર્ટ યાર્ડ રઘુવંશી પરિવાર દ્વારા ‘બાપા’ના જન્મદિનની ઉજવણી

પેન્ટાગ્રોન-કોઝીકોર્ટ યાર્ડ રઘુવંશી પરિવાર દ્વારા નજલારામ ધામથ સ્પીડવેલ પાર્ટી પ્લોટની સામે અંબીકા ટાઉનશીપ રોડ, કાલાવડ રોડ ખાતે આવતીકાલે જલારામ જયંતિની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવશે આ પ્રસંગ અંગે અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા ધર્મેશભાઈ વસંત, બીમલભાઈ કોટેચા, સુરેશભાઈ લાખાણી, પિયુષભાઈ નથવાણી, મનોજભાઈ ચતવાણી, ગોપાલભાઈ જોબનપુત્રા તેમજ કેવલભાઈ વસંતે માહિતી આપતા જણાવ્યુંં હતુ કે પૂ. જલારામ બાપાના જન્મના ધામણા કરવા માટે મહાઆરતી મહાપ્રસાદ તેમજ પ્રદિપભાઈ ઠકકરની ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

જલારામ રઘુવંશી મિત્ર મંડળ દ્વારા કાલે

કેક કાપી ‘બાપા’ના જન્મના વધામણા કરાશે

પૂ. જલારામ બાપાની 222મી જન્મજયંતિની શાનદાર ઉજવણી જલારામ રઘુવંશી મિત્ર મંડળ 2/23 વાણીયાવાડી જલારામ મંદિર દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવશે.

સવારે 8.30 વાગ્યે પૂ. જલારામ બાપાની મંગળા આરતી તથા ચરણપાદુકા પૂજન અર્ચન જલારામ રઘુવંશી મિત્ર મંડળના કારોબારી સભ્યો દ્વારા કરવામાં આવશે. બપોરે 12.30 કલાકે કેક કાપીને પૂ. બાપાનો જન્મદિવસ ભવ્યતીભવ્ય રીતે ઉજવવામા આવશે.બપોરના 1 વાગ્યે બાપાનો થાળ તથા આરતી તીરૂપતી ડેરી ફાર્મ વાળા જયસુખભાઈ અનડકટના પરિવાર દ્વારા કરવામાં આવશે.

આ પ્રસાદની શરૂઆત પ્રારંભ કોર્પોરેટર કેતનભાઈ પટેલ તથા નિલેષભાઈ જળુ, જયમનભાઈ ઉપાધ્યાય, વિરેન્દ્રસિંહ ઝાલા, અનુપમભાઈ દોશી, કલ્પેશભાઈ બગડાઈ, રાજુભાઈ ખાંટ (સમર્પણ ગ્રુપ) વગેરેના હસ્તે દિપ પ્રાગટય કરીને શુભ પ્રારંભ કરવામાં આવશે. સાંજે 7.30 કલાકે મહાઆરતી રાખવામાં આવેલ છે.

આ મહાઆરતી રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઈ પોબારૂ, ડો. નિશાંતભાઈ ચોટાઈ, રીટાબેન કોટક, ડો. હિમાંશુભાઈ ઠકકર, ધવલભાઈ ખખ્ખર તેમજ લોહાણા અગ્રણીઓ સર્વ પ્રવિણભાઈ, અશોકભાઈ હિંડોચા, એડવોકેટ બકુલભાઈ રાજાણી, હિતેષભાઈ પાપેટ તથા ડો. ચેતનભાઈ હિંડોચાના હસ્તે રાખવામાં આવેલ છે.

આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે શ્રી જલારામ રઘુવંશી મીત્ર મંડળના પ્રમુખ ગીરધરભાઈ કુંડલીયા, મંત્રી હેમલભાઈ ઠકરારના માર્ગદર્શન હેઠળ નયનભાઈ ગંધા, મયુરભાઈ કુંડલીયા, રજનીભાઈ, દિલીપભાઈ કોટેચા, સહિત વાણીયાવાડીના લતાવાસીભાઈઓ તથા બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.