Abtak Media Google News

અબતક, સંજય દિક્ષીત, ઇડર

પટેલ જયંતીભાઈ સોમાભાઈ આંગડિયા પેઢીના કર્મચારીનું ઈડરના બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી ઈકો ગાડીમાં આવેલા ત્રણ શખ્સો દ્વારા અપહરણ કરી લૂંટ ચલાવાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

ઈડર ડી.વાય.એસ.પી ના જણાવ્યા મુજબ બુધવારના રોજ હિંમતનગર સ્થિત પટેલ જયંતીભાઈ સોમાભાઈ આંગડિયા પેઢીનો કર્મચારી પાસેલ લઈને ખેડબ્રહ્મા ગયો હતો અને તેનું કામકાજ પતાવી ઈડરના ભાવના માર્કેટમાં આવેલી પટેલ જયંતીભાઈ સોમાભાઈ આંગડિયા પેઢી પરથી પાસેલ લઈને બસસ્ટેન્ડ તરફ રોડ પર ચાલતો જતો હતો તે દરમિયાન ઈકો ગાડી લઈને આવેલા ત્રણ શખ્સોએ તેની પાસે રહેલા ત્રણ લાખ રૂપિયા રોકડ રકમ તેમજ ચાંદીના અને ઘરેણાં મળી કુલ 8 લાખ રૂપિયાના થેલા સાથે તેને પણ ખેંચીને ઈકો ગાડીમાં બેસાડી દીધો હતો ત્યારબાદ આંગડિયા કર્મીને વકતાપુર પાસે આવેલા સાઈ મંદિર પાસે ચાલુ ગાડીમાંથી ફેંકી દેતાં તે ઈજાગ્રસ્ત થયો હતો ત્યારબાદ લૂંટારુઓ ગ્રામ્ય વિસ્તારના રસ્તે ગાડી મારી મુકતા જાદર પોલીસે પીછો કર્યો હતો જયારે પોલીસ દ્વારા હાઈવે રોડ અને કાબસો/ગઢા ગામની સીમમાં કોર્ડન કરાતા ખેતરમાં ઈકો ગાડી મૂકી લૂંટારાઓ ફરાર થઈ ગયા હતા.

ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ જીલ્લા પોલીસ વડાને થતાં તેઓ જીલ્લા એલસીબી સહિત તાત્કાલિક ઈડર દોડી આવ્યા હતા અને લૂંટરુઓ ને પકડી પાડવા પોલીસની અલગ અલગ ટીમો બનાવી તે દિશામાં તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.