Abtak Media Google News

ત્રણ માસનો પગાર ચૂકવી ફરજ પર પરત લેવા તંત્રને રજૂઆત

ગુજરાત સરકારના ઔઘોગિક તાલીમ સંસ્થામાં પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર તરીકે કુલ ર૦૦૦ જેટલા કર્મચારીઓ પોતાની ફરજ બજાવી રહ્યા છીઅ. પરંતુ આ કોરોના જેવી મહામારીને લીધે સ્થિતિ સર્જાઇ છે એનું અમને પણ દુ:ખ છે. સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવેલ હોવાથી અમે ફરજથી દુર રહ્યા, હવે લોકડાઉનના સમયગાળા દરમિયાનનો પગાર વડાપ્રધાનના આદેશ મુજબ ૩ મહિના થઇ ગયા હોવા છતાં પગાર ચુકવવામાં આવેલ નથી. ૩ મહિના (માર્ચ થી મે) થી સતત પગાર વગર ઘર ચલાવવું બહુ જ મુશ્કેલ પડી રહ્યું છે. અમને એક પણ પગાર મળ્યો નથી. અધુરામાં પુરુ મહામારીના સમયમાં અમોને ૧ જુનથી ફરજ પરથી છુટ કરવામાં આવેલ છે. અમને માર્ચથી લઇને મે સુધીનો પગાર મળે અને અમને પાછા ફરજ પર બોલાવે તેમ ગુજરાતના તમામ આઇ.ટી.આઇ. માં કામ કરતા પ્રવાસી સુપરવાઇઝર ોદ્વારા સુરેન્દ્રનગર ખાતે કલેકટરને રજુઆત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.