Abtak Media Google News

પ્રદેશ ભાજપ લીગલ સેલના સહસંયોજક તરીકે અનિલ દેસાઈની વરણીને તમામ વકીલોએ આવકારી

રાજકોટ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં ન્યાયક્ષેત્રે છેલ્લા ચાર દાયકાથી સખત પરિશ્રમ, નિષ્ઠા, પ્રમાણિકતાથી પ્રતિષ્ઠીત થયેલા અજાતશત્રુ, નામાંકિત ધારાશાસ્ત્રી સંધના સંસ્કારોથી તરબોળ અને વિધાર્થીકાળથી ભાજપ સાથે વરેલા અનિલભાઈ દેસાઈની ભાજપ લીગલ સેલના સહ સંયોજક તરીકે નિમણૂક કરતા સમગ્ર સૌ2ાષ્ટ્ર કચ્છમાં વકીલ આલમમાં સર્વત્ર આવકાર સાથે અભિવાદન અને અભિનંદન વર્ષા થઈ રહેલી છે.

ચાર દાયકાની યશસ્વી કામગીરીને બિરદાવતા દિલીપભાઇ મીઠાણી, એન.જે.પટેલ, અર્જુન પટેલ અને જી.એલ. રામાણી

કોર્ટ સંકુલમાં કાર્યરત વકીલ મંડળો અને સંગઠનો ઘ્વા2ા ઉષ્માભર્યું અભિવાદન થઈ રહયુ છે અષાઢી બીજના પર્વ અને  મેઘરાજાની શાનદાર સવારી વચ્ચે શહે2ની ધ ગ્રાન્ડ ઠાકર હોટલ ખાતે રાજકોટ શહેર જીલ્લાના 400 થી વધુ રેવન્યુ પ્રેકટીશનર ધ્વારા જાજરમાન અભિવાદન સમારંભ યોજાયો હતો અને તેમાં સ્વચ્છ પ્રતિભાશાળી એડવોકેટશ્રી અનિલભાઈ દેસાઈનુ રેવન્યુ પ્રેકટીશનરો ધ્વારા અભિવાદન કરીને સાચા માણસ પ્રત્યે કૃતશતા વ્યકત કરી છે

Img 20220704 Wa0072

રાજકોટ શહેર જીલ્લાના રેવન્યુ પ્રેકટીશનર અસોસીએશન ધ્વારા ધારાશાસ્ત્રી અનિલભાઈ દેસાઈની ગુજરાત ભાજપ લીગલ સેલના પ્રદેશના સહ સંયોજક તરીકે નિમણૂક થતા રેવન્યુ બારના પ્રમુખ સીનીયર એડવોકેટ દિલીપભાઈ મીઠાણીના અધ્યક્ષ સ્થાને અભિવાદન સમારંભ યોજાયો હતો ઉપસ્થિત વકતાઓએ અનિલભાઈ દેસાઈની ચાર દાયકાની સુદીર્ઘ કારર્કીદી તેમજ ભાજપ અને સંઘ ઘ્વારા વખતો વખત આપેલ જવાબદારી સંભાળી અને અનિલભાઈ દેસાઈના નેતૃત્વમાં વધુ ઉંચાઈએ લઈ જવા ભા.જ.પ. લીગલ સેલમાં વધુમાં વધુ એડવોકેટશ્રીઓને જોડાવવાનો કોલ આપ્યો હતો.

ભા.જ.5. લીગલ સેલના સહ ક્ધવીનર અનિલભાઈ દેસાઈના અભિવાદન બદલ પ્રતિભાવ આપતા જણાવ્યુ હતુ કે, રેવન્યુ પ્રેકટીસ્નરના કોઈપણ પ્રશ્નોમાં સાથે રહેવાની અને પ્રશ્નોના નિરાકરણ લાવવા બાબતે ખાતરી ઉચ્ચારી હતી અને રેવન્યુ પ્રેકટીશ્નરોને થતી ખોટી હેરાનગતી બાબતે જે તે વિભાગના સક્ષમ ઓથોરીટીને અસરકારક રીતે રજૂઆત કરવામાં આવશે રેવન્યુ પ્રેકટીસ્નરને ભાજપના નેતૃત્વ વાળી રાજય સરકાર ઘ્વા2ા વધુ સુવિધા અને સ2ળતા તેમજ પા2દર્શકતા વધુ સંગીન બનાવવા સૌ સાથે મળીને પ્રયત્ન કરીશુ

આ સમારંભમાં ઉદબોધન કર્તા  બાર એસોશીએશનના પ્રમુખ અર્જુનભાઈ પટેલે જણાવેલ હતું કે અનિલભાઈ દેસાઈની નિમણુકથી ગુજરાત ભા.જ.પ. લીગલ સેલ વધુ સક્ષમ અને મજબુત બનેલ છે. સ્વરૂપમાં સક્ષમ, જવાબદાર અને પ્રમાણિક અને દીર્ઘદ્રષ્ટા અને સપ્ત સંયોજક મળેલ છે  કોઈપણ પ્રશ્નોને ત્વરીત પણે નીકાલની આશા ઉભી થઈ છે વધુમાં અર્જુનભાઈ પટેલે જણાવેલ કે,  કોઈપણ પ્રશ્ને નીચેના અધિકારીથી શરૂ કરી સરકાર સુધી વાટાધાટો ચલાવવા માટે સહાયક ભુમીકામાં રાજકોટ બાર હમેશા સાથે રહેશે અનિલભાઈ દેસાઈના વ્યકિતત્વ વિષે અર્જુનભાઈ પટેલે જણાવેલ કે, કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાનો પ્રારંભિક પરિચય એડવોકેટ જી.એલ. રામાણી  આપેલ અને જણાવેલું કે, રેવન્યુ પ્રેકટીશ્નર એસોશીએસનનો ઉદય સને 2005 માં થયેલ છે, અને આ એસોશીએશન ઘ્વા2ા વકીલોને પડતી મુશ્કેલીઓ અંગે એકબીજા એડવોકેટને મદદરૂપ થવાનો અને મુશ્કેલીઓ અંગે કાયદેસર અને મુદદાસ2 2જુઆતો ગાંધીનગર તેમજ મહેસુલ મંત્રી તેમજ  હાઈકોર્ટ સુધી એસોશીએશન ધ્વારા રજુઆતો ક2ી સાથે મળી પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવે છે.

તેમજ આ કાર્યક્રમની આભાર વિધી સીનીયર એડવોકેટ એન. જે. પટેલ  કરેલી અને તેઓએ જણાવેલ કે, ગુજરાત બાર કાઉન્સીલમાં રાજકોટમાંથી  એન.એસ.ભટ  તથા સ્વ.એન, એસ, દફ્તરી  જેવા સીનીય2, પ્રમાણિક, પ્રતિષ્ઠિત અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા એડવોકેટશ્રીઓ ઓછામાં ઓછા બે એડવોકેટ  બાર કાઉન્સીલમાં પ્રતિનિધિત્વ કરે એવી આશા વ્યકત કરી હતી. તેમજ કાર્યક્રમમાં હાજર રહેલા તમામ સિનિયરજુનિયર એડવોકેટનો આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાત ભા. જ. 5. લીગલ સેલના સહ ક્ધવીનર અનિલભાઈ દેસાઈના અભિવાદન સમારંભમાં રેવન્યુ બારના પ્રમુખ દિલીપભાઈ મીઠાણી, ઉપ પ્રમુખ નલીનભાઈ જે. પટેલ, દિલેશ જે. શાહ, પંકજભાઈ કોઠારી, કિશોરભાઈ સખીયા, રાકેશભાઈ ગોસ્વામી, હિતેષ મહેતા, એ.વાય. દવે, જી. એલ. રામાણી, અશ્વિનભાઈ શેખલીયા, કેતનભાઈ ગોસલીયા, કેતનભાઈ મંક, ભાવેશભાઈ રંગાણી, કે.બી. સૌરઠીયા, રમાબેન માવાણી, 2ામજીભાઈ માવાણી, વિજયભાઈ વ્યાસ, યતિનભાઈ ભટ, રક્ષિત કલોલા, નિલેશ પટેલ, મનીષ પંડયા, મૌલિક રાઠોડ, આર.ડી.ઝાલા, દિનેશ રૂપારેલીયા, પ્રદીપ પટેલ, ડી.બી.શેઠ, કે.બી. શુકલા, કિરીટસિંહ ગોહીલ, સી.પી. પરમાર, ચેતન કોઠારી, જીતુભાઈ પારેખ, સંદીપ વેકરીયા, ડી. ડી. મહેતા, ધર્મેશભાઈ સખીયા, હેંમત ભટ, ગૌરાંગ મહેતા, અમિત દોશી, અમિત વસંત, વિશાલ ગોસાઈ, પરેશ મારુ, અમીતભાઈ, દીલીપભાઈ જોષી, ઈન્દુભા ઝાલા, અમીત વેકરીયા, ચેતનાબેન કાછડીયા, રેખાબેન પટેલ, નમીતાબેન કોઠીયા, એમએસીટી બારના પ્રમુખ અજય જોષી  સહીતના તમામ હોદેદારો ઉપસ્થિત રહેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.