Abtak Media Google News
  • દર નવ મિનિટે હડકવાથી એક મૃત્યુ !!
  • પ્રાણીઓની લાળમાં તેના વાયરસ હોય છે: સૌથી વધુ શ્ર્વાન કરડવાના કિસ્સાઓ જોવા મળે છે
  • આ વર્ષની થીમ : ‘એક સ્વાસ્થ્ય, શૂન્ય મૃત્યુ’

આજે વિશ્ર્વ હડકવા દિવસ છે. તેના વિરોધી રસીની શોધ પણ થઇ છે. આજે 16 મો એન્ટી રેબીઝડે વિશ્ર્વમાં ઉજવાય રહ્યો છે. આ વર્ષની થીમ ‘રેબીઝ: વન હેલ્થ, ઝીર ડેથ્સ’ સાથે લોકો અને પ્રાણીઓ બન્ને સાથે પર્યાવરણના જોડાણને ઉજાગર કરશે. વિશ્ર્વમાં સૌથી જુના રોગો પૈકીના એકને કંટ્રોલ કરવા આજે રસી, દવા, સાધનો અને અદ્યતન ટેકનીક છે.

વિશ્ર્વ આરોગ્ય સંસ્થા અને આ ક્ષેત્રે કાર્યરત સંસ્થા દ્વારા ર030 સુધીમાં હડકવા નાબુદીનું લક્ષ્ય રાખેલ છે. માનવના હડકવાથી થતાં મૃત્યુને ઝીરો કરવાનો કંટ્રોલ રોડ મેપ પણ તૈયાર કરવામાં આવ્યો છે. એક સ્વાસ્થ્ય અપનાવો, હડકવા રોકો સંદર્ભે આજે વિશ્ર્વમાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમ પણ યોજાયા હતા.  આજે વિશ્ર્વમાં કુતરા કરડવાથી હડકવાના કારણે મૃત્યુ માંથી 36 ટકા ભોગ શ્ર્વાનને કારણે થાય છે. હડકવાને ઝુનોટીક રોગ પણ ગણવામાં આવે છે.

હડકવાનો વાયરસ પ્રાણીઓની લાખમાં હોવાથી તેના કરડવાથી માનવ શરીરમાં આ વાયરસ દાખલ થતાં તેને હડકવા થવાની શકયતાઓ રહે છે. આવી ઘટના બને ત્યારે તેના વિરોધી રસી મુકાવવી અતિ આવશ્યક અને જરુરી છે. વર્ષનો આ સૌથી  મોટો જન જાગૃતિ દિવસ તેના રસી શોધક લુઇસ પાશ્ર્વરની મૃત્યુ વર્ષ ગાંઠ નિમિતે સમગ્ર વિશ્ર્વમાં ઉજવાયે છે, જે વૈશ્ર્વિક સ્તરે ર007 થી ઉજવાય છે. વિશ્ર્વભરમાં આજે ઘણા દેશોમાં હડકવા હજુ પણ ગંભીર આરોગ્યની ચિંતા છે. હડકાયા કુતરાના હુમલાથી વિશ્ર્વભરમાં 99 ટકાથી વધુ માનવ મૃત્યુ થયા છે, જેમાં 95 ટકા મૃત્યુ તો એકલા આફ્રિકા અને એશિયામાં થાય છે. આપણાં એશિયા ખંડમાં દર વર્ષે 31 હજારથી વધુ માનવ મૃત્યુ પૈકી ભારતમાં સૌથી વધુ ર0 હજાર મૃત્યુ થાય છે.

ભારતમાં રખડતા કૂતરાઓને કારણે માનવ મૃત્યુનો દર વિશ્ર્વમાં સૌથી ઉંચો છે. એન્ટાકટિકા ના અપવાદ સિવાય તમામ ખંડોના મનુષ્યો અને પ્રાણીઓ બન્નેમાં હડકવાના ચેપ માટે જોખમમાં છે. આ મૃત્યુ આંક નાબુદ કરવા ર030 સુધીમાં સમાપ્ત કરવા વૈશ્ર્વિક ઝુંબેશનો લક્ષ્રયાંક નકકી કરાયો છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ વિશ્ર્વમાં પ9 હજાર લોકો હડકવાથી મૃત્યુ પામે છે. દરરોજ દર નવ મીનીટે એક વ્યકિત તેનો ભોગ બને છે, જે પૈકી 40 ટકા એશિયા અને આફ્રિકાના બાળકો છે. 2015માં તેની સમાપ્ત કરવા માટે 2030 ની સાલનો લક્ષ્યાંક અપાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.