Abtak Media Google News

અમેરીકન મીડિયામાં એક સમાચાર પ્રસિધ્ધ થયા એ મુજબ શ્વાનો, બિલાડીઓ કે અશ્વો નહીં, પણ ગાયો એટલે કે ગૌમાતા ત્યાંના ન્યુયોર્ક સ્થિત નેપલ્સમાં આવેલા માઉન્ટેન હોર્સ ફોર્મમાં સૌને આગવો ’કાઉ કડલીંગ’ એટલે કે અબોલ જીવોને લાડ લડાવવાનો અનુભવ કરાવે છે. ગાયો માત્ર ચારો ચરતા પશુથી ક્યાંય વધુ ચંચળ અને સમજદાર અબોલ જીવ છે, જે મીઠી રમતમાં પણ જોડાય છે, લાગણીઓ દર્શાવે છે અને આગવું વ્યક્તિત્વ પણ ધરાવે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે માનવીની તુલનામાં ગાયોના શરીરનું તાપમાન વધુ હોય છે આશરે 101 ડિગ્રી ફેરનહીટ અને તેમના હૃદયના ધબકારાની ગતિ ઓછી હોય છે. આ બંને ગુણો માનવીને હળવાફૂલ કરવામાં ઉપયોગી થાય છે. જયારે ભોજન પચાવવાનું હોય ત્યારે ગાયોને કશેક કડલીંગ ગમતું હોય છે, જે માનવીને તેમની બાજુમાં બેસીને ગાયોને પસરાવવાની તક આપે છે. જયારે અસંખ્ય લોકો પ્રકૃતિ સાથેનો નાતો ગુમાવી ચૂકયા છે ત્યારે આ થેરાપી કુદરત સાથે સંબંધ જાળવવા માટે ફાયદારૂપ નીવડે છે. ગાય બહુ સંવેદનશીલ હોય છે. એ ખૂબ બુધ્ધિમાન પણ હોઈ છે.

ઘણા નિરીક્ષણો પ્રમાણે આપણી પાસે જે પશુઓ છે તેમાં ગાય સૌથી વધુ પાળવા યોગ્ય પશુ છે. ગૌવંશ શ્રેષ્ઠ છે. ગાયોને પંપાળવી એ લોકો માટે એક મનગમતી સમય પસાર કરવાની પ્રવૃતિ બની રહી છે જેઓ મહામારીમાં એક વર્ષ એકાંતમાં વિતાવ્યા પછી ઉષ્માભર્યા આલિંગનને તલસી રહયાં છે. તેમને માટે આ પ્રવૃત્તિ ઉપયોગી છે. મહામારીમાં એક વર્ષ એકાંતવાસમાં વિતાવ્યા પછી ગાયોને પંપાળવાની પ્રવૃતિ વેગ પકડી રહી છે. હાલમાં લોકો કલાકના 7પ ડોલર પ્રમાણે ગાયો સાથે કલકો વિતાવી રહયાં છે. લોકો ગાયોને આલિંગન આપે છે, તેમને પંપાળે છે, જે પ્રવૃતિ તાણ ઓછી કરવા માટે અને શરીરમાંથી ઓકિસટોસિન દુર કરવા માટે જાણીતી છે. ગાયોને પંપાળવાની પ્રવૃતિ ખૂબ શાતા પહોંચાડનારી એટલે કહેવાય છે કેમ કે ગાયો મોટી હોય છે અને તેમના હૃદયન ધબકારાની ગતિ ઓછી હોય છે. ન્યુયોર્ક, એરીઝોના અને હવાઈમાં એવા ઘણાં ફાર્મ છે જયાં લોકોએ મહિનાઓ અગાઉથી બુકિંગ કરાવ્યા છે.

અમુક શ્વાનો વિશેષ તાલીમ પામેલાં હોય છે. તેઓ અફેસિયા (મોટી ઉંમરના દર્દીઓને થતી બીમારી જેમાં તેઓ ભાષા સમજવામાં મુશ્કેલી અનુભવે, ખાસકરીને જેમ કે સ્ટ્રોક આવ્યો હોય) ધરાવતા દર્દીઓને, જેઓ તેમની વાત સમજી શકનારાં શ્વાનોને જોઈને સારું અનુભવે છે.

આવા એક શ્વાનને પંપાળવાથી આવા દર્દીઓની શક્તિમાં વૃધ્ધિ થાય છે અને એનાથી સ્ટ્રોક કે અન્ય બીમારીમાંથી ઝડપભેર સાજા થવામાં તેમને મદદ મળે છે. આવું કરવાથી તેમને શાંતિનો અનુભવ પણ થાય છે. સંશોધનોથી જાણવા મળ્યું છે કે શ્વાનો સાથે થોડી ક્ષણોનો વ્યવહારમાં પણ માનવીના મગજમાં ઓક્સિટોસીન પેદા થાય છે, આ એ હોર્મોન જેને ઘણીવાર ’કડલ કેમીકલ’ પણ કહેવાય છે. ઓક્સિટોસિન વધે છે. જેઓ પાલતું પશુ ધરાવે છે તેનું બ્લડ પ્રેશર ઓછું રહેવાનું જણાયું છે, અને હૃદયના ધબકારાની ગતિ તથા હૃદયરોગનું જોખમ પણ જેઓ પાલતું પશુ ધરાવતા નથી તેમના કરતા ઓછું રહે છે.

71 ટકાથી વધુ અમેરીકન ઘર (62%) પાલતું પશુ ધરાવે છે, અને એમાંના મોટાભાગના લોકો એવું માને છે કે પાલતું પશુઓ તેમના પરીવારનો અંતરંગ હિસ્સો છે. અમુક સંશોધનપૂર્ણ અભ્યાસોમાં જાણવા મળ્યા મુજબ જેઓ પાલતું પશુ ધરાવે છે તેમના હૃદય વધુ તંદુરસ્ત હોય છે, ઘરે વધુ રહે છે અને માંદા ઓછા પડે છે. ડોકટર પાસે પણ ઓછું જવુ પડે છે, વધુ વ્યાયામ મેળવે છે અને ઓછો તાણ અનુભવે છે. એલર્જી, એસ્થમા, અન્ય માનવીઓ સાથેના સામાજિક વ્યવહારમાં પણ પાલતું પશુઓનો પ્રભાવ પડે છે. આવા અન્ય એક અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે તમે જયારે તાણમાં હોવ ત્યારે, તમારી રૂમમાં શ્વાન હોવાથી બ્લડપ્રેશર ઓછું રહે છે, જે બ્લડ પ્રેશરની દવાઓ (એસ ઇન્ફિબિટર) કરતાં બહેતર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.