Abtak Media Google News

નવરાત્રી મહોત્સવમાં માં આદ્યશકિતની આરાધના માટીનાં ગરબા સ્વરૂપે થતી હોય છે અને એક શ્રધ્ધા કેન્દ્ર તરીકે માટીનાં ગરબાનું અનેરૂ મહત્વ છે. દરેક માતાજી નું વાહન પણ પશુપક્ષીઓ હોય છે. માતાજીનાં અતિ પવિત્ર ગરબા કે જેનો સદુપયોગ નવરાત્રી પછી પણ થાય તો માતાજીનાં આશીર્વાદ સૌને મળી શકે. એટલા માટે માતાજીનાં ગરબામાંથી ચકલીનો માળો બનાવી ખુદ ચકલી માતાજી (ઉડતાં ભગવાન)ને આપણા ઘરમાં તેમનુ ઘર આપીએ તો ખૂબ સારૂ પર્યાવરણ અને જીવદયાનું કાર્ય થઈ શકે.

નવરાત્રીની નવ દિવસની આરાધના જેના પ્રકાશમાં કરીએ છીએ તે ગરબાને દસમે દિવસે મંદીરમાં મૂકવા જવાની પૌરાણીક શ્રદ્ધા છે. તેવા સમયે ગરબાની ગરીમા અને પવિત્રતા સાથે ચકલીનાં માળા માટે મૂકવામાં આવે તો ચકલી પણ સુરક્ષિત ઘર મેળવી શકે. ઘર એક મંદિર છે તો ગરબો મંદિરે મૂકવાને બદલે ચકલીનુ ઘર બનાવીએ. ગરબાની બાંધણી પક્ષીના માળા માટે ઉપયોગી છે.

સમગ્ર વિશ્વ પણ ચકલી દિન ઉજવીને લુપ્ત થતી ચકલીઓને બચાવવા ઝુંબેશ ચલાવી રહેલ છે તેવા સમયે ગરબાને ચકલીનાં માળા માટે ઉપયોગમા લઈ ગરબાની પવિત્રતા સાથે પ્રકૃતિના જતનની હિમાયત એનીમલ હેલ્પલાઈનનાં મિતલ ખેતાણી, ઘનશ્યામભાઈ ઠકકર, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ધીરેન્દ્ર કાનાબાર, રજનીભાઈ પટેલ, એડવોકેટ કમલેશભાઈ શાહ, વિષ્ણુભાઈ ભરાડ, પારસભાઈ મહેતા , ગૌરગભાઈ ઠક્કર સહિતની ટીમે કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.