પશુઓની માનસિકતા બદલાઇ: જંગલી જાનવરો ઝનુની બન્યાં

સિંહ, સિંહણ, દિપડાના માનવ વસાહત પ્રવેશ ચિંતાનો વિષય: જાફરાબાદમાં સિંહની માનસિક સારવાર કરતી હોસ્પિટલ: સિંહના સંવનન કાર્ય સમયે વન પ્રવેશ વેકેશન જેવા વન વિભાગના નિર્ણયો પરિણામો લાવી શકે

વન્ય પ્રાણીઓ અને ખાસ કરીને સિંહો દ્વારા માનવ વસાહતમાં આવીને માનવ ઉપર કરાતા હુમલા ચિંતાનો વિષય બન્યો છે. તાજેતરમાં જ જાફરાબાદના બાબર કોટ ગામે બે એસ.આર.ડી. જવાન ઉપર સિંહણ દ્વારા કરાયેલ હુમલો અમરેલી પાસે સિંહના હુમલાથી છ વ્યક્તિઓને થયેલ ઇજાની ઘટના સામે આવી છે.

સામાન્ય રીતે જંગલ વિસ્તારમાં મારણ કરવા માટે પશુઓની દિન પ્રતિદિન સંખ્યા ઘટી રહી છે. પરિણામે સિંહો માનવ વસાહતમાં આવીને હુમલાઓ કરે છે તેવું સમજી શકાય પરંતુ ખરા કારણમાં જોઇએ તો આવા હુમલાખોર પશુઓની માનસિકતા બદલી છે. પરિણામે આવી ઘટનાઓ બને છે. આવા પશુઓને યોગ્ય સારવાર આપવા માટે જાફરાબાદમાં સિંહો માટેની એક ખાસ હોસ્પિટલ કાર્યાન્વીત છે. જે ઓછા લોકોને ખબર હશે. પરંતુ આ હોસ્પિટલમાં આવા માનસિક સિંહોને યોગ્ય સારવાર અપાઇ છે.

જાફરાબાદના બાબર કોટ નજીક સિંહણ ખુંખાર બની હતી. આ આદમખોર સિંહણે હુમલો કરતા છ લોકો ઘાયલ બન્યા હતા. તો જાફરાબાદના બાબર કોટ ગામે બે એસઆરડી જવાનો ઉપર સિંહણે હુમલો કરતાં આ બન્ને જવાનોને ઇજા પહોંચી હતી.

આ આદમખોર દિપડા અને સિંહ-સિંહણોના વધતાં જતાં હુમલાઓ અને માનવ વસાહતમાં આવીને કરાતા પશુ મારણ ચિંતાનો વિષય બન્યો છે. આવાં આદમખોર પશુઓની માનસિકતા બદલાતી જાય છે, તેવું સાબિત થાય છે.

આદમ ખોર પશુઓને અપાતી સજા

છાશવારે જંગલી પશુઓ ખાસ કરીને સિંહ, સિંહણ, દિપડા દ્વારા માનવ વસાહતમાં આવી માનવના જામ-માલને કરાતી નુકશાની કેસમાં આવાં પશુઓને કાયદામાં સજા કરવાનું પ્રાધાન છે. જે મુજબ આવા પશુઓએ ગુનો કરેલ હોય તે મુજબ તેમને વન વિભાગ દ્વારા જંગલમાં ખુલ્લામાં ફરવા ન દેતા તેમને પાંજરે પુરી વન વિભાગની નિગરાનીમાં એક બે વર્ષથી આજીવન રાખવાની જોગવાઇ છે અને આ મુજબ એમને સજા પણ અપાઇ છે.