- ‘સાહેબનું કાયમ ખૂબ જ ધ્યાન રાખતા હતા કાલે કેમ ધ્યાન ના રાખ્યું’ તેવા શબ્દો
- અંજલીબેનના મોઢામાંથી નિકળતા જ વિજયભાઈના કમાન્ડો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા
- લંડનથી દુબઈ ત્યાંથી મુંબઈ આવ્યા અને મુંબઈથી ચાર્ટર્ડ પ્લેનમાં અમદાવાદ પહોંચ્યા: એરપોર્ટ પર 20 મિનિટના રોકાણ દરમિયાન સતત એક જ વાત મને વિજયનું મોઢું બતાવો
અમદાવાદ થી લંડન જતું એર ઇન્ડિયાનુ પ્લેન ગઈકાલે બપોરે ઉડાન ભર્યાની બીજી જ મિનિટમાં ક્રેશ થયું હતું. પ્લેનમાં મુસાફરી કરી રહેલા તમામ મુસાફરો પાયલોટ અને ક્રુ મેમ્બર સહિત 241 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. આ કરોડ ઘટનામાં રાજકોટના પનોતા પુત્ર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નું પણ કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ ઘટનાથી રાજ્યભરમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે. વિજય ભાઈના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી આજે વહેલી સવારે લંડન થી અમદાવાદ ખાતે આવી પહોંચ્યા હતા. તેઓના હૈયાપાટ રુદનથી વાતાવરણ ભારે ગમગીન બની ગયું હતું. તેઓની સાથે પ્રદેશ ભાજપ અગ્રણી ધનસુખભાઈ ભંડેરી અને નીતિનભાઈ ભારદ્વાજ પણ આવ્યા છે. તેઓના પુત્ર ઋષભભાઈ રૂપાણી આજે રાત્રે અમદાવાદ આવી પહોંચે તેની શક્યતા જણાઈ રહી છે.
અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નું પણ કરું નિધન થયું રાજ્યભરમાં ભારે શોખનો માહોલ છવાઈ ગયો છે પોતાના પરિવારજનો અને સ્નેહેજનો પાસે લંડન જઈ રહેલા વિજયભાઈ ના અકાળે મૃત્યુના સમાચાર મળતા પરિવારજનો અને સ્નેહીજનો પર આપ ફાટી નીકળ્યું છે ગઈકાલે ઘટના બન્યાના ગણતરી ના કલાકોમાં વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી, પ્રદેશ ભાજપ અગ્રણી ધનસુખભાઈ ભંડેરી અને નીતિનભાઈ ભારદ્વાજ પણ તેઓની સાથે આવવા રવાના થઈ ગયા હતા તેઓ લંડનથી દુબઈ પહોંચ્યા હતા દુબઈથી બાય એર મુંબઈ આવ્યા હતા અને મુંબઈની ચાર્ટ ફ્લાઈટમાં આજે સવારે અમદાવાદ પહોંચ્યા હતા
અંજલીબેન રૂપાણીના એરપોર્ટ પર કરુણ રુદનથી વાતાવરણ ભારે કરુણતા છવાઈ ગઈ હતી, તેઓએ કહ્યું કે મને એકવાર વિજયનું મોઢું બતાવો ત્યારે તમામની આંખોમાં આંસુ આવી ગયા હતા વિજયભાઈ ની સુરક્ષા માટે ફાળવેલા કમાન્ડો સામે જોઈ અંજલિ બેને કહ્યું કે તમે તો કાયમી સાહેબનું ખૂબ જ ધ્યાન રાખતા હતા કાલે કેમ સાહેબ નું ધ્યાન ન રાખ્યું આ શબ્દો સાંભળતાની સાથે જ કમાન્ડો પણ રડવા લાગ્યા હતા સતત 20 મિનિટ સુધી અંજલીબેનના રુદનથી ઉપસ્થિત તમામની આંખોમાં આંસુ આવી ગયા હતા
પ્લેન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધનની વાત મળતાની સાથે જ પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોઘરા,પૂર્વ મંત્રી મુકેશ પટેલ પૂર્વ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી ,રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભુપતભાઈ બોદર ,ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી,સંગઠન મહામંત્રી રત્નાકરજી ,પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય,ભાજપ અગ્રણી હરેશભાઈ જોષી,નીતિનભાઈ ભૂત અને તેજસ ત્રિવેદી ગઈકાલ સાંજથી સતત ખડેપગે છે
એરપોર્ટ પરથી અંજલિ બેન રૂપાણી સીધા તેઓના ગાંધીનગર ખાતે ના નિવાસ્થાને ગયા હતા જ્યાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા વિજયભાઈના ડીએનએ ટેસ્ટ માટે તેમના બહેનના લોહીનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. તેમજ આજે રાત્રે તેમના પુત્ર વૃષભ ભાઈ રૂપાણી પણ અમેરિકાથી અમદાવાદ આવી પહોંચશે,ડીએનએ ટેસ્ટ માટે તેમનું સેમ્પલ લેવામાં આવશે, વિજયભાઈ રૂપાણીની પુત્રી પણ અમદાવાદ આવી પહોંચશે તેવી શક્યતા જણાઈ રહી છે.
વિજયભાઈને રવિવારે અંતિમવિધિ કરવામાં આવે તેવી સંભાવના
અંતિમ વિધિમાં મુખ્યમંત્રી કેન્દ્રીય મંત્રીઓ રાજ્ય સરકારના મંત્રીઓ ભાજપના સંગઠનના હોદ્દેદારો સહિતના લોકો હાજરી આવશે
અમદાવાદમાં પ્લેન ક્રેશ થવાની ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ દુ:ખદ અવસાન થયું છે.આજે મોડી રાત્રે તેઓના પુત્ર ઋષભભાઈ રૂપાણી અમેરિકાથી અમદાવાદ આવી પહોંચશે હાલ વિજયભાઈના ડીએનએ ટેસ્ટમાટે તેમના બહેન લોહીનો સેમ્પલ લેવામાં આવ્યું છે. ડીએનએ ટેસ્ટ થયા બાદ મૃતદેહ સોંપવાની કાર્યવાહી કરવામાં આવશે. સંભવત આગામી રવિવારે તેઓની અંતિમ વિધિ કરવામાં આવે તેવી શક્યતા ભાજપના નેતાઓ વ્યક્ત કરી રહ્યા છે. પ્લેન દુર્ઘટનામાં મોતને ભેટેલા મોટાભાગના હતભાગીઓના મૃતદેહની હાલત એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે તેઓની ઓળખ કરવા માટે ડીએનએ ટેસ્ટ કરવા પડી રહ્યા છે.પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના મૃતદેહની ઓળખ માટે તેમના બહેનના લોહીનું સેમ્પલ લેવામાં આવ્યું છે. ડીએનએ ટેસ્ટ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે દરમિયાન આજે મોડી રાત્રે તેઓના પુત્ર અમેરિકાથી પરત ફરશે. ત્યારબાદ વિજયભાઈના પાર્થિવ દેહને રાજકોટ સ્થિત તેમના નિવાસ્થાને લાવવામાં આવશે સંભવત રવિવારે વિજયભાઈની અંતિમ વિધિ કરવામાં આવે તેવી શક્યતા હાલ દેખાય રહી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈએ અંજલીબેનને આપી સાંત્વના
અમદાવાદમાં ગઈકાલે સર્જાયેલી પ્લેન ક્રેશની કરુણ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થયું છે. આ ઘટનામાં પ્લેનમાં સવાર 242 પૈકી 241 મુસાફર મોતને ભેટ્યા છે.ગુજરાત જ નહીં ભારતના ઇતિહાસની સૌથી મોટી પ્લેન દુર્ઘટનાથી ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ ભારે શોકમગ્ન બની ગયા છે. આજે સવારે તેઓ અમદાવાદની મુલાકાતે દોડી આવ્યા હતા. સતત 20 મિનિટ સુધી તેઓએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાર બાદ તેઓએ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઘાયલોની ખબર અંતર પૂછી હતી. દરમિયાન હતભાગીઓના પરિવારજનોને પણ તેઓ મળે મળ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પરિવારજનોને પણ વડાપ્રધાન મળવા જાય તેવી શક્યતા હાલ દેખાય રહી છે.
વિજયભાઈ રૂપાણી ના પરિવારજનો લંડનમાં હોય તેઓ તેમને મળવા માટે લંડન જઈ રહ્યા હતા. દરમિયાન પ્લેન દુર્ઘટનામાં તેઓનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું આજે સવારે તેઓના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી લંડનથી અમદાવાદ આવી પહોંચ્યા હતા અને હાલ ગાંધીનગર. સ્થિત તેઓના નિવાસસ્થાન ખાતે હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્લેન દુર્ઘટનાની કરુણ ઘટનાથી શોકમગ્ન બની ગયેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે સવારે અમદાવાદ ખાતે આવી પહોંચ્યા હતા. તેઓ વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણીને રૂબરૂ મળીને પણ સાંત્વના પાઠવે તેવી સંભાવના હાલ દેખાય રહી છે. વિજયભાઈના અકાળે અવસાનથી ભાજપને ક્યારેય ન પુરાય તેવી મોટી ખોટ પડી છે. ભાજપના ટોચના તમામ નેતાઓ શોકમગ્ન બની ગયા છે કાર્ય કરો ના આંખોના આંસુ સુકાતા નથી.
વિજયભાઈના પુત્ર ઋષભભાઈ રૂપાણી મોડી રાત્રે અમદાવાદ આવી પહોંચશે: ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ અંતિમવિધિ અંગે નિર્ણય લેવાશે