Abtak Media Google News

મોબાઈલ, એકટીવા, રિક્ષા અને રોકડ મળી રૂ.૨.૬૪ લાખનો મુદામાલ કબજે

અંજારના શેખટીમ્બા ખાતે જુગારધામ પર આરઆરસેલની ટીમે દરોડો પાડી ધાણીપાસાનો જુગાર રમતા પાંચ ખેલીઓની રૂ.૧,૨૨,૫૦૦ની રોકડ રકમ સાથે પકડી લીધા હતા જયારે અન્ય ૨૦ ખેલીઓ ફરાર થવામાં સફળ રહ્યા હતા. પોલીસે રૂ.૧,૩૪,૫૦૦નો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

સરહદી રેન્જના પોલીસ મહાનિરિક્ષક પિયુષ પટેલના માર્ગદર્શન હેઠળ મળેલી બાતમીના આધારે અંજારના શેખટીમ્બા વિસ્તારમાં અસમાણ ઈબ્રાહિમ શેખની માલિકીના મકાનમાં દરોડો પાડતા ત્યાં ગેરકાયદે ધાણીપાસાનો જુગાર રમી રહેલા મહેશ લક્ષ્મીદાસ મખીજા, સુરેશ નરેન્દ્ર સિંધી પંજાબી, અંજારના મુસ્તાક ઈસ્માઈલશા શેખ, ઓસમાણ ઈબ્રાહીમશા શેખ અને અબ્બાસ ઈબ્રાહિમશા શેખ એમ પાંચ ખેલીઓને રોકડા રૂ.૧,૨૨,૫૦૦ અને રૂ.૧૨૦૦૦ની કિંમતના ૬ મોબાઈલ એમ કુલ રૂ.૧,૩૪,૫૦૦ના મુદામાલ સાથે પકડી લીધા હતા.

પરંતુ પોલીસને જોઈ કનૈયાબે, મહમદ હુશેન ઈસબશા શેખ, કાસમશા જમાલશા શેખ ઓસમાણશા જમાલશા શેખ, અપાલશા ઓસમાણસા શેખ તથા આદિપુરના ગેલાભાઈ સિંધી સાથે અન્ય ૨૦ લોકો ફરાર થવામાં સફળ રહ્યા હતા. આરોપીઓ સામે અંજાર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

જેષ્ઠાનગરમાં રવિવારે સાંજના સમયે દરોડો પાડી ધાણીપાસાનો જુગાર રમતા જયેશ હસમુખ ગુંસાઈ, વહાબ અબ્દુલ મમણ અને જયેશ મુળશંકર ગોરને પકડી પાડયા હતા. પોલીસ કાર્યવાહી સમયે ઉમેશ કાંતિલાલ ગોર અને આકાશ ગોર નાસી છુટયા હતા. ઝડપાયેલ જુગારીઓ પાસેથી પોલીસે ૨૮,૩૦૦ની રોકડ ઉપરાંત ૮૦,૦૦૦નો છકડો, ૨૦,૦૦૦નું એકટીવા તેમજ ૫ હજારની કિંમતના ૨ મોબાઈલ મળી ૧,૩૩,૩૦૦નો મુદામાલ કબજે કરી પોલીસે આગળની કાર્યવાહી આદરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.