Abtak Media Google News

અબતક, ભારતી માખીજાણી અંજાર

સિનુગ્રા વાડીમાથી આધાર પુરાવા વગરના ખાતરનો જથ્થો પકડી પાડતી અંજાર પોલીસ સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથાલીયા તથા પુર્વ-કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષકએ તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.પી. ચૌધરી  અંજાર વિભાગ અંજારનાઓની સૂચના આધારે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખેત વપરાશમા વપરાતા ખાતરનુ ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી વેચાણ કરતા ઇસમો વિરુધ્ધ કાયરદેસર કાર્યવાહિ કરવા સૂચનાઓ આપવામા આવેલ હોઇ જે અન્વયે અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન.ગડુ નાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, સિનુગ્રા ગામની સીમમાં આવેલ ખંભરા રોડ ઉપર જેન્તી રાજપુરોહિત રહે.સિનુગ્રા તા.અંજાર વાળો પોતાની વાડીમા ચોરી કે છળકપટથી મેળવેલ ડી.એ.પી. ખાતર છે અને હાલે તે માલ સગેવગે કરવાની પેરવીમાં છે તેવી હકીકત આધારે પોલીસ સ્ટાફના માણસો સાથે રેઇડ કરતા સદર બાતમીવાળી જગ્યાએથી  મુદામાલ સાથે મળી આવેલ ઇસમને પકડી પાડી કાયદેસર કરી આગળની કાર્યવાહિ હાથ ધરવામા આવેલ છે.

પોલીસે જોરાવરસિંગ ઉર્ફે જેન્તી ગેબસિંગ રાજપુરોહિત ઉ.વ.36 રહે.ખંભરા રોડ, ખીમજીભાઇ આહિરની વાડીમા, સિનુગ્રા તા.અંજાર વાળાને દબોચી લઇ  ડી.એ.પી ખાતરની બોરીઓ નંગ-152 કુલ્લે કિ.રૂ.53,200/ નો મુદામાલ કબ્જે કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.