અંકલેશ્વર : GIDCની પ્રિતેન હેલ્થ કેર કંપનીમાં થયો બ્લાસ્ટ, 2 ના મોત

અંકલેશ્વર GIDCમાં આવેલી પ્રિતેન હેલ્થ કેર કંપનીમાં આજે વહેલી સવારે બ્લાસ્ટ  થયો હતો બ્લાસ્ટ ને કારણે  કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં 2 કામદારોના મોત નીપજ્યા હતા અને બે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા . જેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જ્યારે આગને પગલે પ્લાન્ટ બળીને ખાખ થઇ ગયો હતો. કંપનીમાં આગ લાગી હોવાની જાણ થતાં ફાયરબ્રિગેડની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.