Abtak Media Google News

નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી.કાણકીયા  આર્ટસ અને શ્રી એમ.આર. સંઘવી કોમર્સ

કોલેજ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાષ્ટ્રિય સેવા યોજના વિભાગ (એન.એસ.એસ.)અને ધજડી ગ્રામ પંચાયત તેમજ પ્રાથમિક શાળા ના સંયુક્ત ઉપક્રમે “સ્વચ્છતા ભારત અભિયાન”અંતર્ગત ઓર્ડિનેટર શ્રી,વાર્ષિક શિબિર નું આયોજન તા.૭/૧/૨૦૧૯ થી તા.૧૨/૧/૨૦૧૯ સુધી કરવામાં આવેલ જેના ઉદ્દઘાટન પ્રસંગે શ્રી ભરતભાઇ વેકરિયા સાહેબ( સિન્ડિકેટ સભ્યશ્રી /સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ),ડો.એન.કે.ડોબરીયા સાહેબ(કો. ઓર્ડિનેટર શ્રી, એન.એસ.એસ વિભાગ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ) પ્રો.જે.એમ.તળાવીયા સાહેબ,(જિલ્લા કો.ઓર્ડિનેટર શ્રી,એન.એસ.એસ અમરેલી) નૂતન કેળવણી મંડળ ના ઉપપ્રમુખ મુકુંદભાઈ નાગ્રેચા,મેનેજીંગ ટ્રસ્ટી શ્રી જ્યંતીભાઈ વાટલીયા,વિનુભાઈ રાવળ, પાર્થભાઈ ગેડિયા, પ્રો.વરુસાહેબ, સરપંચ શ્રી કસુભાઈ બી.ખુમાણ, ધીરુભાઈ ખડદીયા, અને કાણકીયા કોલેજના સ્ટાફ તેમજ આસ્થા મીડિયા ના સંજય ભાઈ કામળિયા, માય ગુજરાત ન્યુઝ ના એડિટર યોગેશ ઉનડકટ સહિત ની ઉપસ્થિત રહી હતી.

ઉપસ્થિતો નું પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરેલ દીપ પ્રાગટય કરી કાર્યક્રમ ની શરુઆત કરી હરિ  એન.એસ.એસ.વાર્ષિક કેમ્પ માં પ્રભાત ફેરી, યોગ અને પ્રાણાયમ, ગ્રામ સફાઈ,વિવિધ સ્પર્ધાઓ ,જનજાગૃતિ અંતર્ગત ન્યુટ્રીશન અવેરનેસ, ગ્રાહક સુરક્ષા,બેટી બચાવો સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે એન.એસ.એસ.કેમ્પના સમગ્ર આયોજન ને સફળ બનાવવા માટે પ્રોગ્રામ ઓફિસર શ્રી ડો.અર્જુનસિંહ પરમાર,અને કાણકીયા કોલેજ ના પ્રિન્સિપાલ શ્રી ડો.એસ.સી.રવીયા સાહેબ અને એન.એસ.એસ.કેમ્પના વિદ્યાર્થીઓ એ જહેમત ઉઠાવી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.