Abtak Media Google News

રાજય મંત્રીઓની પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે શ્રી ધરમપુર તીર્થની મુલાકાત લીધી

વલસાડ ડીસ્ટ્રીક્ટના ધરમપુર ગામમાં આવેલ જ રાજચંદ્ર મિશન ધરમપુરના આંગણે આજે એક અનોખો પ્રસંગ ઉજવાઈ ગયો . વર્ષ 2001 ના સ્થાપનાના વર્ષથી લઈને આજ સુધી તેમના સંસ્થાપક ગુરુદેવ રાકેશભાઈની પ્રેરણા અને માર્ગદર્શનથી મિશન દ્વારા અનેક સમાજકલ્યાણકારી યોજનાઓ ધરમપુર અને તેની આસપાસના વિસ્તારોમાં કાર્યરત છે. મનુષ્ય, પાણી, પર્યાવરણ એમ દરેક ક્ષેત્રમાં આ વિસ્તારના ઉત્થાન અર્થે આ યોજનાઓ તેની ઉચ્ચ ગુણવત્તા અને નિષ્ઠાપૂર્વકના કાર્યોના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધિ પામી છે અને દર વર્ષે લાખો લોકો તેનાથી લાભ પામે છે.

તા . 5 મી ડિસેમ્બરે મિશનના આંતરરાષ્ટ્રીય મુખ્યમથક શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરમાં એક કાર્યક્રમમાં મિશને પ્રજાના પ્રતિનિધિઓનું સન્માન કરી તેમના પ્રત્યે આભારભાવ દર્શાવવાની તક ઝડપી  ગુજરાતના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના કેબિનેટ મંત્રી  કનુભાઈ દેસાઈ, ગુજરાત રાજ્યના નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠાના રાજ્યકક્ષાના મંત્રી  જીતુભાઈ ચૌધરી અને વલસાડ ડાંગના સંસદસભ્ય ડો.કે.સી.પટેલ . સહિતના મહાનુભાવોનું મિશનના ટ્રસ્ટીઓ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું . અને ગુરુદેવ રાકેશજીના પાવન હસ્તે સન્માનપત્ર આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત  ભાજપના જિલ્લા પ્રમુખ  હેમંતભાઈ કંસારા, ધરમપુરના ધારાસભ્ય  અરવિંદભાઈ  પટેલ,વલસાડના ધારાસભ્ય  ભરતભાઈ પટેલ , ભાજપના વલસાડના મહામંત્રી  મહેન્દ્રભાઈ ચૌધરી પણ પધાર્યા હતાં. તેમનું પણ મિશનના ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.આશ્રમમાં નવનિર્માણ થઈ રહેલ જિનમંદિરની મુલાકાત લીધી હતી . જિનાલયનું શિલ્પકામ જોઈ તેઓ મંત્રમુગ્ધ થઈ ગયાં હતાં અને કહ્યું હતું કે આ ભવ્ય જિનાલય જોવા વિશ્વભરથી લોકો આવશે અને ધરમપુર વિશ્વભરમાં પ્રખ્યાતિ પામશે.આ બધી જ સન્માનિત મહાનુભાવો વચ્ચે એક કોમન વાત એ છે કે  સૌએ શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના પ્રારંભિક વર્ષોથી જ મિશનના સેવાકાર્યો માટે અત્યંત સહયોગ માર્ગદર્શન આપ્યાં છે આથી  મિશનના આત્મીય પારિવારિક સંબંધો સ્થપાયું છે.

ધરમપુર આશ્રમમાં એક ભવ્ય જિનમંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને હાલ આશ્રમના આંગણે ભવ્યાતિભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા અષ્ટાનિકા મહોત્સવ ઉજવવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.   મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું હતું કે પૂજ્ય ગુરુદેવ પ્રત્યે અત્યંત આદરભાવ છે અને મિશનના સેવાકાર્યોની ગુણવત્તા તથા મોટા સ્કેલના કારણે સમગ્ર વિસ્તારની પ્રગતિ થઈ છે. આથી સરકાર કે મારા તરફથી ક્યારેય પણ કોઈપણ યોગદાનની જરૂર હશે તો અમે તે જરૂર આપીશું .

અમારું સન્માન કરીને મિશને અમારી સેવાભાવનાનું સન્માન કર્યું છે. પણ અંગત સ્વજનને સન્માનની જરૂર ન હોય . અમે મિશનની સાથે જ છીએ અને સાથે જ રહીશું. આમ આત્મીયતાના તાંતણે બંધાયેલા આ મહાનુભાવોએ શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સેવાકાર્યોની સરાહના કરી હતી, તેમ જ આ કવિચત જ માણવા મળે તેવા પ્રતિષ્ઠા મહોત્સવના અવસરની વધાઈઓ આપી હતી. આમ આ પ્રસંગે પરસ્પર પ્રેમના લાગણીભીનાં સંબંધો જોવા મળ્યાં જેણે પ્રસંગને અવિસ્મરણીય બનાવી દીધો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.