Abtak Media Google News

અબતક, રાજકોટ

આગામી તા .09.12.21 ને ગુરુવાર થી માં અન્નપૂર્ણા વ્રતનો પ્રારંભ થશે . માગસર સુદ છઠ્ઠના દિવસથી અન્નપૂર્ણા વ્રતનો પ્રારંભ થશે . 21 દિવસનું આ વ્રત કરવાથી ભાઈ તથા બહેનો ને રિદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં અન્નના ભંડાર ભરપૂર રહે છે તેમજ આરોગ્ય પણ સારું રહે છે. ગુરુવારે વહેલા ઉઠીને નિત્યકર્મ કરી , વ્રતધારકે સુતરનો 21 તારનો દારો બનાવવો તેમાં 21 ગાંઠો વાળવી , આ દોરો બનાવતી સતત શ્રી અન્નપૂર્ણાયે નમ : ના જાપ બોલતા રહેવા . ત્યારબાદ આ દોરો જમણા હાથ પર અથવા ગળામાં ધારણ કરવો . 21 દિવસ સુધી ઉપવાસ કે એકટાણું રહેવું . લસણ – ડુંગળીનો ત્યાગ કરવો . શ્રી અત્રપૂર્ણા માતાજીની છબી સામે દરરોજ ધૂપ – દીવા કરીને ખરા હૃદયથી પૂજા કરવી . વ્રત પુરા થયા બાદ 21 માં દિવસે બ્રાહ્મણોને સજોડે ભોજન કરાવવું ત્યારબાદ આ દોરો વહેતા પાણીમાં પધરાવી દેવો . આ વ્રત પાંચ વર્ષ કે તેથી વધુ વર્ષ કરી શકાય . માતા અન્નપૂર્ણા એટલે સર્વજીવ પ્રાણી માત્રનું ભરણપોષણ કરનારી શક્તિ . જયારે જયારે દુષ્કાળ પડે છે ત્યારેમા અન્નપૂર્ણા દેવને સહાય કરે છે . મહાદેવજી ભિક્ષા માંગી જીવન વ્યતીત કરી રહ્યાં હતા . ત્યારે તેમની સાથે ઉમાદેવી અન્નપૂર્ણા બન્યા લગ્નગ્રંથીથી જોડાયા અને શિવજીએ ભિક્ષા માંગવાનું બંધ કરી દીધું એવી એક લોકવાયકા છે .

નિયમો :-મા અન્નપૂર્ણાના વ્રતના નિયમો અનુસાર માતાજીના વ્રતની કથા 21 દિવસ દરરોજ વાંચવી . શાંત ચિત્ત રાખવું . હિંસા કરવી નહિ . લસણ ડુંગળીનો ઉપયોગ ન કરવો . કોઈનું અપમાન ન કરવું , અપશબ્દો ન કહેવા . – પવિત્રતાનું પાલન કરવું . વ્રતની ઉજવણીમાં બાળકો – બ્રાહ્મણોને જમાડવા
પંચાંગ પ્રમાણે તા .09.12.21ના ગુરુવારે વ્રતની શરૂઆત થશે તથા પૂર્ણાહુતિ માગસર વદ દસમ ના તા.29.12.21ના બુધવારે થશે.
શાસ્ત્રી રાજદીપ જોષી (વેદાંતરત્ન)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.