નયારા એનર્જી અને શેલ લ્યુબ્રિક્નટ્સ વચ્ચે વ્યુહાત્મક ભાગીદારીની જાહેરાત

નયારા એનર્જી જે એક આધુનિક ઈન્ટીગ્રેટેડ ડાઉનસ્ટ્રીમ એનર્જી કંપની છે તથા શેલ, જે ફિનિશ્ડ લ્યુબ્રિક્નટ્સમાં વિશ્વની અગ્રણી કંપની છે, તેમને એક વ્યુહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે. તેના માધ્યમથી વપરાશકર્તાઓને શેલ લ્યુબ્રિક્નટ્સના આ શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ પ્રોડક્ટ ઉપલબ્ધ કરવવામાં આવશે. તેમાં અલ્ટ્રા એન્જીનના તેલની પ્રીમિયમ રેન્જનો પણ સમાવેશ થાય છે. તે ઉત્પાદ નયારા અને એસ્સારના ફ્યુઅલ સ્ટેશન પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

નયારા એનર્જી ભારતમાં સૌથી ઝડપથી વૃધ્ધિ કરી રહેલ ખાનગી ફ્યુઅલ નેટવર્ક છે. તે દેશભરમાં ૫૯૦૦ ફ્યુઅલ સ્ટેશન ચલાવે છે.

નયારા એનર્જીના સીઈઓ બી. આનંદ જણાવે છે કે, નયારા એનર્જી અને શેલ લ્યુબ્રિકેન્ટ્સની આ ભાગીદારી બંન્ને બ્રાન્ડ્સની મજબુતીનો લાભ ઉઠાવશે. જેનાથી દેશભરના વપરાશકર્તાઓને વિશ્વસ્તરીય પ્રોડક્ટ અને સેવાઓ મળશે. આ ભાગીદારી નયારા એનર્જીની આ પ્રતિબદ્ધતાને વધુ મજબુતીથી સામે લાવશે જેના થકી અમે વેલ્યુ ચેઈનમાં સર્વોત્કૃષ્ટતા સુનિશ્ચિત કરીએ છીએ.

નયારા એનર્જીના ચીફ માર્કેટીંગ ઓફિસર સ્ટીફન બેયલર જણાવે છે કે અમને એ વાતની ખુશી છે કે ભારતમાં વધતી મોબિલીટી અને સુવિધાઓ સાથે જોડાયેલ આવશ્યકતાઓની પૂર્તિ માટે અમે શેલ લ્યુબ્રિકેન્ટ્સ સાથે ભાગીદારી કરી રહ્યાં છીએ. અમે આ ભાગીદારીની મદદથી અમારા વિસ્તૃત નેટવર્કના માધ્યમથી દેશભરમાં વપરાશકર્તાઓને સારા અનુભવ મળશે.

શેલ લ્યુબ્રિકેન્ટ્સ ઈન્ડિયાના કંટ્રી હેડ રમન ઓઝા જણાવે છે કે, અમારા દરેક પ્રયાસોની કેન્દ્રિતતામાં અમારા વપરાશકર્તાઓ છે. નયારા એનર્જીની સાથે અમારી ભાગીદારી એ વાતનું પ્રતિક છે કે અમારા બંન્નેના સિદ્ધાંત એકસમાન છે તથા અમે બંન્ને વપરાશકર્તાઓને તેમની આવશ્યકતાઓ અનુરૂપ વધુમા વધુ સંતુષ્ટી આપવા ઈચ્છીએ છીએ.  ઓક્ટોબર ૧, ૨૦૨૦થી નયારા એનર્જી નયારા બ્રાન્ડની સાથે નવા રીટેલ આઉટલેટ રજૂ કરી રહી છે. અત્યારસુધી દેશમાં ૨૦૦થી વધુ નવા નયારા ફ્યુઅલ સ્ટેશન શરૂ કરવામાં આવ્યા છે.