Abtak Media Google News

સાગરમાલા યોજના હેઠળ દેશના ૮ રાજયોમાં દરિયા કાંઠે ૨૩૦૦ કરોડના ખર્ચે ૪૭ પ્રોજેકટની તૈયારીઓ

સાગરમાલા પ્રોગ્રામ હેઠળ સરકારે રૂ.૨૩૦૦ કરોડ કોસ્ટલ બર્થ સ્કીમ માટે ફાળવવાની જાહેરાત કરી છે. આ પૈસા દેશના દરિયાકાંઠે વિકસનાર ૪૭ પ્રોજેકટ માટે વાપરવામાં આવશે. સરકાર દેશમાં કુલ ૪૭ સ્થળોએ કાર્ગો અને પેસેન્જર સેવાનો વિકાસ કરશે. આ પ્રોજેકટમાં સૌરાષ્ટ્રના બે સ્થળોની પસંદગી પણ કરવામાં આવી છે. જેની જાહેરાત આગામી ચૂંટણી બાદ કરવામાં આવશે.

આ પ્રોજેકટ હેઠળ કુલ ૮ રાજયોની પસંદગી કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં ૧૨ પ્રોજેકટ, આંધ્રપ્રદેશમાં અને ગોવામાં ૧૦, કર્ણાટકમાં ૬ તેમજ કેરળમાં ૩ અને તામિલનાડુમાં ૩ તથા ગુજરાતમાં ૨ પ્રોજેકટ સ્થાપવામાં આવશે. ગુજરાતમાં સ્થપાનાર બન્ને પ્રોજેકટ સૌરાષ્ટ્રમાં આવે તે આશા છે. સાગરમાલા હેઠળ કોષ્ટલ બર્થ સ્કીમને સરકારે વધુ ત્રણ વર્ષનો સમય આપ્યો છે. હવે આ સ્કીમ ૨૦૨૦ સુધી ચાલશે. જેમાં મુખ્ય બંદરોનો વિકાસ કરવાની કામગીરી થશે. સરકારે ૨૩૦૦ કરોડના પ્રોજેકટને લીલીઝંડી આપી દેતા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના બંદરોના વિકાસને મદદ મળશે. સરકારની સાગરમાલા પ્રોજેકટનો અત્યાર સુધીમાં સૌથી વધુ લાભ કર્ણાટક અને જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટને થયો છે. ક્ધવર પોર્ટ અને ઓલ્ડ મેંગ્લોર પોર્ટમાં સરકાર કોષ્ટલ ડેવલોપીંગ કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.