Abtak Media Google News

તા.૬ ડિસેમ્બર ૧૯૬૨ની સનસનીખેજ ઘટના બાદ ભવ્ય અયોધ્યા -મંદિરના નિર્માણની ગતિવિધિઓ આરંભાશે: હિન્દુ-મુસ્લિમ વિવાદ પર પૂર્ણ વિરામનો શુભ સંદેશ : વડાપ્રધાન શુભ-શુકનની પ્રક્રિયામાં સામેલ થવાનો નિર્દેશ: સમગ્ર દેશ માટે રળિયામણો અવસર

કોરોના ગણતરીનાં દિવસોમાં ડાહ્યો ડમરો થઈ જવાની ધારણા: રામરાજયનાં કુમકુમ પગલાં પાડવાનો અયોધ્યા મંદિરનો સંકેત: ‘હમ મંદિર વહીં બનાયેંગે’ ની લડત આખરે કામિયાબ: રાજકારણને અલિપ્ત રાખી સહુ સાથે રહે તેમાં જ શોભા!

આખરે આપણા દેશ માટે શુભ અને રળિયામણી ઘડી આવી પહોચી છે. રામ જન્મભૂમિ પરિસરમા વિરાજમાન રામલ્લાના ભવ્ય મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન ૨ જુલાઈનાં રોજ સવારે ૮ થી ૧૦.૩૦ દરમિયાન થશે કોરોનાની સ્થિતિને ધ્યાને રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સીંગથી આ આયોજનનો ભાગ બનશે. ભૂમિપૂજન બાદ તે પોતાનો સંદેશ પણ આપશે.

ત્રીજી જૂને રામલલાના દર્શન માટે અયોધ્યા આવેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર કાર્યવાહ ભૈયાજી જોષી રામ જન્મમૂમિ પરિસરની પવિત્ર માટી લઈને ગયા હતા તેમણે તે માટી વડાપ્રધાન સુધી પહોચાડી છે. વડાપ્રધાન મોદી એક જુલાઈ નિર્ધારિત મૂર્હૂમાં પરિસરની માટીનું પૂજન કરશે. અને પોતાના પ્રતિનિધિ અને મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાના હસ્તે અયોધ્યા મોકલશે.

‘હમ મંદિર વહીં બનાયેંગે’ની લડત આપણા દેશની ધાર્મિક માન્યતાને, એટલે કે ‘હિન્દુ-ફેઈથ’ને સાંકળતી હતી.

એ રીતે તે અનોખા સ્વરૂપની રહી.

આ લડતનો જન્મ રાજકીય ભૂમિકા ઉપર થયો હતો. જનસંઘ-ભાજપની ‘થીંક-ટેન્ક’ના એક મોભીશ્રી થેંગડીની વિચાર-સૃષ્ટિમાંથી જન્મ્યો હતો. અયોધ્યામાં ‘બાબરી મસ્જીદ’નો ઢાંચો મૂળ મસ્જીદ નહોતો, પણ તે સ્થાને શ્રી રામ મંદિરને તોડી પાડીને તેના અવશેષો ઉપર આ મસ્જીદ ઉભી કરાઈ હોવાની અને તે જ ત્યાં લાંબા સમયથી નમાજ પઢવાની ધાર્મિક પ્રક્રિયા થઈ ન હોતી, એવા ચિંતન સાથે આ વિવાદ ઉભો કરાયો હતો.

વિશ્ર્વ હિન્દુ પરિષદ બજરંગ દળ, વગેરે મૂળ આરએસએસની એ લડતની સાથે જોડવામાં આવી હતી. મહિલા સ્વયંસેવકોની ‘દુર્ગાવાહિની’ને પણ એમાં જોડવામાં આવી હતી. સેંકડો સાધુ સંતોનો પણ એમાં સાથ લેવાયો હતો.

બાબરી-ધ્વંસ બાદ થયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપને તેની બે બેઠકને બદલે બાવન બેઠકો મળી હતી, જેણે એમના પક્ષની મજબૂતીમાં મહત્વનો ભાગ હતો અને સત્તાના દ્વાર ખટખટાવવા સુધી પહોચાડી દીધો હતો. ‘બાબરી ધ્વંસ’ની ઘટના વખતે કલ્યાણસિંહ યુ.પી.ના મુખ્યમંત્રી હતા અને વડાપ્રધાન તરીકે શ્રી નરસિંહરાવ હતા.

તે અંગેની કાર્યવાહીઓમાં ‘કારસેવા’નો આશ્રય લેવાયો હતો, જેમાં હજારો લોકો જોડાયા હતા. ભાજપના નેતા શ્રી એલ.કે. અડવાણી, ઉમા ભારતી, શ્રતંભરા સહિત નેતાઆ જોડાયા હતા. જેમના ઉપર કાનૂની કેસ સુધ્ધા થયા હતા.

શ્રી અટલ બિહારી વાજપેયી તે વખતે ભાજપના સર્વોચ્ચ નેતા હતા. શ્રી અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રા કાઢી હતી. મુલાયમસિંઘ અને લાલૂપ્રસાદે એ રથયાત્રાને પોતાના રાજયમાંથી પસાર થવાનો ઈન્કાર કરીને તેનો બળપૂર્વ સામનો કર્યો હતો. મુસ્લીમ કોમ આ ચળવળની વિરૂધ્ધ હતી. ૧૯૬૨થી હમણા સુધી મંદિર-નિર્માણના આયોજનની અને તેને લગતા નિર્ણયોની જાહેરાતો થતી રહી હતી.

એવી ટકોર થતીરહી હતી કે, જયારે જયારે ચૂંટણીઓ આવે છે, ત્યારે અયોધ્યા-મંદિર નિર્માણનો મુદ્દો આગળ ધરીને તેને મતલક્ષી બનાવવાની રાજકીય-યુકિત ભાજપ અજમાવ્યા કરે છે.

હિન્દુ-મુસલમાન વિવાદ પણ આગળ ધરવાના ઉપાયો થયા હતા.

મંદિર-નિર્માણના મુદાને ચૂંટણીમાં વટાવવાની તરકીબો સાથે વિશ્ર્વ હિન્દુપરિષદ મંદિરમાં ઈટો આરસની શિલાઓ નાણાકીય ભંડોળ વગેરે જેવા આયોજનો જાહેર કરવાની તરકીબો અજામ્યા કરી હતી. એવા આક્ષેપથી વિહિપ અને ભાજપ વિમૂકત રહી શકયા નહોતા.

આ મુદ્દો હવે ઘસાઈ ગયો છે અને અસરકર્તા નથી રહ્યો એમ માનીને છેલ્લી ચૂંટણીમાં વખતે તેણે તેને લોપ કરી દીધો હતો.

અમિત શાહ હોદા પર આવ્યા ત્યારે તેમણે તેનો ફરી ઉપયોગ કરવાનો નિર્દેશ કર્યો હતો.

વડાપ્રધાન પણ હવે એમાં જોડાઈ રહ્યા હોવાનું દર્શાવાયું છે. રામ જન્મભુમિ પર મંદિર બને યહ રામજીકા આદેશ હૈ, એમ ભાજપ કહે છે. રામમંદિરથી રામરાજયનાં કુમકુમ પગલાંના શુકન થશે એમ પણ કહેવાય છે.

આપણે ત્યાં ચૂંટણી હવે બહૂ દૂર નથી. મતલક્ષી રાજકારણનું અનિષ્ટ હજુ ભ્રષ્ટાચારની ગટરો ખૂલ્લી કરતી રહે છે. આ પ્રોજેકટને રાજકારણથી મૂકત નહિ રખાય તો તે અમંગળ એંધાણ લેખાશે

અયોધ્યામાં મંદિર નિર્માણની જાહેરાતને પગલે અયોધ્યામાં ભારત નિર્માણની નવી શકિત પ્રગટશે એવો સંભવ છે.

એમ પણ કહી શકાય કે, મંદિર નિર્માણની ઘટનાથી તા.૬ઠ્ઠી ડિસેમ્બર ૧૯૬૨નો દિવસ ‘અયોધ્યા-વર્ષ’ તરીકે પંકાશે એ સાંસ્કૃતિક નવનિર્માણની દિશા પણ ખશેલે, એવી ‘અબતક’ની અને સારાયે ભારતની અપેક્ષા બની રહેશે.

આપણે એમ પણ ઈચ્છીએ કે, મંદિર નિર્માણની આ ગતિવિધિઓમાં મુસ્લીમ-સમુદાય કોઈ રીતે બાધારૂપ ન બને, અને કશી જ તકરાર વિના આ ભવ્ય મંદિરના નિર્માણ કાર્યમાં જોડાય અને બિરાદરીપૂર્વક એને ટેકો આપે એમાં જ આપણા દેશની શોભા લેખાશે !

અને છેલ્લે, ગુજરાતમાં સરદાર પટેલના યુનિટ-સ્ટેચ્યુની ગૌરવલક્ષી અસાધાર ઉંચાઈની જેમ આ ભવ્યાતિભવ્ય મંદિરમાં બિરાજમાન થનાર શ્રી રામની પ્રતિમાની ઉંચાઈને પણ આકાશી જ બનાવાશે, એમ કોણ નહિ માને ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.