- “રૂટેડ રિધમ્સ” વિશ્વભરમાં જવાબો શોધતી સંગીત યાત્રા રજુ કરવામાં આવી
ભારતની અગ્રીમ હરોળની પબ્લિક સ્કૂલ પૈકીની રાજકુમાર કોલેજ દ્વારા તેના વાર્ષિક સમારોહની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે તારીખ 26-12-2024 ગુરુવાર અને તારીખ 27-12-2024 શુક્રવારના રોજ સ્કૂલના 320 વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય “રૂટેડ રિધમ્સ” વિશ્વભરમાં જવાબો શોધતી સંગીતમાં યાત્રા રજુ કરવામાં આવી હતી.
“રૂટેડ રિધમ્સ” એ એક હૃદય સ્પર્શી અને પ્રેરણાદાય સંગીતમય વાદ્યો છે. જે વિદ્યાર્થીની સફરને ઉજાગર કરે છે. જે એક તરફ તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના ખેંચાણ અને બીજી તરફ અંગ્રેજી ભાષા અને પશ્ચિમની આદર્શો દ્વારા પ્રભાવિત આધુનિકતાના આકર્ષણ વચ્ચે મુંજેલ ગયેલી જુસ્સાદાર યુવાન ગુજરાતી છોકરી છે.
આ પ્રસંગે મુખ્ય અતિથિ રાજકુમાર કોલાગે ના પ્રેસિડેન્ટ માંધાતાસિંહજી જાડેજા જેવો રાજકુમાર કોલેજના ટ્રસ્ટી છે. અને ટ્રસ્ટી રાજવી પરિવાર ઠાકોર સાહેબ કૃષ્ણકુમારસિંહજી ચુડાસમા, ઠાકોર સાહેબ કીર્તિ કુમાર સિંહજી લાઠી તેમની પ્રેરણાદાય ઉપસ્થિતિ દ્વારા આ કાર્યક્રમ દીપાવ્યો હતો. તેમજ વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. જેના માટે રાજકુમાર કોલેજ પરિવાર સર્વે ઉપસ્થિત મહાનુભવોનો આભારી છે. તેમજ આ બે દિવસીય કાર્યક્રમ દરમિયાન કોલેજના વિદ્યાર્થીઓને તેમના વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
રૂટેડ રિધમ્સ ના પ્રોડક્શન ટીમના સભ્યો શ્રી વિરેન લકુમ, શ્રી ઉર્વશી પાલી, શ્રી આકાંક્ષા, શ્રી જ્યોતિ નાયર અને સુમિત નાગદેવ ડાન્સ એકેડેમી ના કો- ફાઉન્ડર શ્રીમતી સાસા નગદેવ અને શ્રીમાન સુમિત નાગદેવને ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી જાડેજાના સ્મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવ્યું હતું.
રાજકુમાર કોલેજને 155 વર્ષ પૂર્ણ: માંધાતાસિંહ જાડેજા
અબતક સાથેની વાતચીત દરમિયાન માંધાતાસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે, રાજકુમાર કોલેજની જ્યારે 155 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે એ ખુશીમાં આજે કલ્ચરલ ફંકશન નું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતની ધરા ઉપર આવેલી ઐતિહાસિક શંકુલ નું જે નિર્માણ થયેલું એમાં આજે અમે ગૌરવ અને ધન્યતા અનુભવીએ છીએ. આજના આધુનિક યુગ ની અંદર આપણા સંસ્કાર અને આપણી સંસ્કૃતિને અને પરંપરા સાથે રહીને પણ આપણે કેમ આગળ વધી શકીએ. રાજકુમાર કોલેજના ઇતિહાસમાં બાળકો દ્વારા લાઈવ સિંગિંગ અને ડાયલોગ ડિલિવરી બધું જ પ્રોગ્રામ લાઈવ કરવામાં આવ્યો છે. કલ્ચરલ ઈવેન્ટ દ્વારા બાળકોના વિકાસ યાત્રા સુદ્રઢ બને તે માટેના હર હંમેશ માટે અમારા પ્રયાસ હોય છે.
બાળકોએ એનર્જી સાથે પોતાના પરફોર્મન્સ રજૂ કર્યા: યશ સકસેના
અબતક સાથે વાતચીત દરમિયાન રાજકુમાર કોલેજના આચાર્ય યશ સક્સેના એ જણાવ્યું હતું કે, આજે રાજકુમાર કોલેજની એન્યુઅલ કલ્ચરલ ફંકશન યોજવામાં આવ્યું હતું. આ ફંકશનમાં લગભગ 300 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. સો જેટલા બાળકોને ટીચર્સો દ્વારા પડદા પાછળનો રોલ પણ નિભાવયો હતો. આ ફંકશન ની તૈયારી છેલ્લા એક મહિનાથી કરવામાં આવી રહી હતી. બે દિવસની આ ઇવેન્ટમાં લગભગ 4000 થી પણ વધુ લોકોએ આ પ્રોગ્રામ નિહાળ્યો હતો. બાળકોએ ફૂલ એનર્જી સાથે પોતાના પરફોર્મન્સ રજૂ કર્યા હતા. બાળકોની એનર્જી જોઈ અને તેમના માતા પિતાઓ પણ ખુબ ખુશ થયા હતા. બાળકોની આ એનર્જી અને ખૂબ જ ગર્વની લાગણી મહેસુસ થાય છે. અત્યારના બાળકો ભણતરની સાથે એન્ટરટેનમેન્ટ પણ કરો પણ પોતાના સંસ્કારને પણ સાથે રાખી અને આગળ વધવું જોઈએ.