Abtak Media Google News

ડિસ્ટ્રીકટ જજ આર.કે.દેસાઈ, પો.કમિશનર અનુપમસિંહ, પી.આઈ. વી.કે.ગઢવી અને અભય ભારદ્વાજ સહિત ઉપસ્થિત રહ્યાં હતા

નોટરી એસોસીએશન દ્વારા યોજાયેલી વાર્ષિક સાધારણ સભા તથા કલેઈમ બારના સહયોગ સાથે યોજાઈ ગયેલી કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજકોટના ડિસ્ટ્રીકટ જજ દેસાઈ, રાજકોટના પો.કમી. ગેહલોત, લો.કમીશનના સદસ્ય અભય ભારદ્વાજ, પી.આઈ.ગઢવીના સત્કાર સમારંભમાં હાજર રહ્યાં હતા.

શહેરમાં કાયદો અને વ્યવસ્થા તથા પો.કમી. ગેહલોત દ્વારા કડક કાર્યવાહી થયેલ હોય તથા નેશનલ તથા રાજય સરકાર દ્વારા ભક્તિનગર પોલીસ સ્ટેશનને બેસ્ટ પોલીસ સ્ટેશનનો એવોર્ડ મળતા તેના પો.ઈન્સ્પેકટર વી.કે.ગઢવી તથા કલેઈમ બારના સુનીલ મોઢા, જે.જે.ત્રિવેદી અને રવિ ગોંડલીયા દ્વારા વિવિધ કંપનીઓ દ્વારા વિશીષ્ટ કામગીરી બજાવવા બદલ તેમનો સન્માન કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.

આ કાર્યક્રમમાં દિલીપ પટેલ, જયેશ બોઘરા, મનીષ ખખ્ખર, રેવન્યુ બાર એસો.ના પ્રમુખ સી.એચ.પટેલ, એન.વી.પટેલ, ક્રિમીનલ બારના તુષાર બસલાણી, ન્યુ ક્રિમીનલ બારના રાજેન્દ્રસિંહ ગોહિલ, મહિલા બાર એસો.ના પન્નાબેન ભુત, મહેશ્ર્વરીબેન ચૌહાણ હાજર રહ્યાં હતા.

પોલીસ કમિશ્નરે પ્રવચનમાં શહેરની કાયદો અને વ્યવસ્થાની ચર્ચા કરી તથા પોલીસ વકીલોને ખોટી રીતે કનડગત, હેરાન ન કરે તેવું પણ જણાવેલું હતું. પોલીસ ઈન્સ. વી.કે.ગઢવી એ તેમના સન્માનમાં વકીલ મંડળનો આભાર માની તેમજ તેમને બેસ્ટ પોલીસ સ્ટેશન કયાં સદર્ભમાં મળેલું છે તેની વિસ્તૃત ચર્ચા કરેલી.

એડવોકેટ અભય ભારદ્વાજે નવા વર્ષની બોડલી સંખ્યામાં હાજર રહેલા વકીલોને શુભેચ્છા પાઠવી તેમજ પોલીસ દ્વારા વકીલો ઉપર જો ગુન્હો દાખલ થાય તો પહેલા તટસ્થ તપાસ કરી, બાર એસો.ને વિશ્ર્વાસમાં લઈ બાદ જ કાર્યવાહી કરવા અનુરોધ કરેલો. ડીસ્ટ્રી. એન્ડ સેસન્સ જજ પોતાના પ્રવચનમાં જણાવેલું કે, જજ તરીકે ફરજ બજાવતા હોય ત્યારે કેસ પેપર સિવાયની બારની કોઈ પણ વસ્તુ કે પરિસ્થિતિ જજ ઉપર અસર કરવી ન જોઈએ તે રીતે મે ફરજ બજાવેલી છે, રાજકોટમાં ફરજ બજાવતા મને ખુબ આનંદ થયો છે અને વકીલોનો ખુબ સારો સહકાર આપેલો છે.

આ કાર્યક્રમનું સંચાલન જિલ્લા સરકારી વકીલો એચ.કે.વોરાએ સફળ સંચાલન કરેલું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નોટરી એસો. તથા કલેઈમ બાર.એસો.ના વકીલ ભાઈ-બહેનો હાજર રહેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.