Abtak Media Google News
  • કોવિડમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર 75 દીકરીઓને ચેક વિતરણ કરાયું
  • વિવિધ ઉદ્યોગો સાથે જોડાયેલા ઉદ્યોગકારો, સામાજિક સંસ્થાઓ સહિત સાધુ-સંતો પણ ઉપસ્થિત રહ્યા
  • અનેક દેશોએ શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનમાં રોકાણ કર્યું !!!
  • માળખાગત સુવિધાઓથી સુસજ્જ બન્યું છે શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોન !!!

શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા ખૂબ ઝાંઝરમાન રીતે યોજાઇ હતી . જેમાં નિર્ધારિત એજન્ડા મુજબના તમામ મુદ્દાઓને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. એટલું જ નહીં વાર્ષિક સાધારણ સભામાં દર વર્ષે એસોસિએશન દ્વારા કંઈક અલગ જ કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે ત્યારે આ વર્ષે કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનારી 75 દીકરીઓને ચેક પણ આપવામાં આવ્યા હતા અને તેમની જવાબદારી પણ ઉદ્યોગોએ સ્વીકારી હતી. સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને ક્વેજ મુદ્દાઓથી બન્યું છે અને વિદેશની કંપનીઓ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં અહીં રોકાણ કરી સ્થાનિક ઉદ્યોગો સાથે કોલોબ્રેશન કરી રહ્યું છે.

Whatsapp Image 2022 09 05 At 8.57.28 Am 1

વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત શાપર વેરાવળ એસોસિએશનના ઉદ્યોગકારોએ સરકારને મૌખિક રજૂઆત કરતા જણાવ્યું હતું કે વિસ્તારનો ઝડપભેર વિકાસ થાય એવી ઉદ્યોગોને કોઈ હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે વિશેષ પગલાંઓ લેવા એટલા જ જરૂરી છે. દિન પ્રતિદિન શાપર વેરાવળ ઉત્તરોતર સફળતાના શિખરો સર કરી રહ્યું છે. સરકારનો આભાર પણ માન્યો હતો અને જણાવ્યું હતું કે શાપર વેરાવળ પાસે ટ્રાફિક જામ થવાની સમસ્યા ખૂબ જ ગંભીર હતી જેને સરકારે નિવારી અનેક રીતે એસોસિએશનને મદદ કરી છે. ત્યારે હવે  પીવાના પાણીનો પ્રશ્ન છે તેને પણ ઝડપથી નિવારવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી.

શાપર-વેરાવળમાં હોસ્પિટલની સાથે આવાસની પણ જરૂરિયાત ઉભી થઇ છે : રમેશભાઈ ટીલાળા

Vlcsnap 2022 09 05 10H44M35S520

શાપર વેરાવળ એસોસિએશનના ચેરમેન ભાઈ રમેશભાઈ ટીલાળાએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સાપર વેરાવળમાં જે રીતે કામદારોની સંખ્યા સતત વધી રહી છે તેને ધ્યાને લઇ એક મોટી હોસ્પિટલની તાતી જરૂરિયાત ઊભી થઈ છે સાથો સાથ આવાસની પણ જરૂરિયાત ઊભી થઈ રહી છે જે માટે સરકારે ગંભીરતાપૂર્વક ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જ જરૂરી છે. સાપર વેરાવળ ઉદ્યોગ ને ઘણા ખરા પ્રશ્નો સતાવી રહ્યા છે જો તેનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તો અનેક નો નો નિવારણ શક્ય બનશે અને અર્થવ્યવસ્થાને બેઠી કરવામાં શાપર વેરાવળ એસોસિએશનના ઉદ્યોગોનું પ્રદાન પણ વધુ જોવા મળશે. ભાઈ પણ જણાવ્યું હતું કે એસોસિએશન સામાજિક કાર્ય કરવા પાકે સૌથી વધુ તત્પર રહેતું હોય છે.

શાપર-વેરાવળ એસો. માત્ર ઉદ્યોગિક પ્રવૃત્તિ નહીં, પરંતુ સામાજિક પ્રવૃત્તિ કરવામાં અવ્વલ : અમૃતભાઈ ગઢિયા

Vlcsnap 2022 09 05 08H43M10S061

શાપર-વેરાવળ એશો.ના વાઈસ પ્રેસિડેન્ટ અમૃતભાઈ ગઢીયાએ જણાવ્યું હતું કે, એસોસિએશન માત્ર ઔદ્યોગિક પ્રવૃત્તિ જ નહીં પરંતુ સામાજિક પ્રવૃત્તિ કરવામાં અવલ છે. વધુમાં તેઓએ ઉમેરતા જણાવ્યું કે, ગત સાધારણ સભામાં શહીદ પરિવારોને આર્થિક સહાય આપવામાં આવી હતી ત્યારે આ વર્ષે કોરોનામાં માતા-પિતા ગુમાવનાર દીકરીઓને આર્થિક સહાય અંતર્ગત ચેક આપવામાં આવ્યા છે. જણાવ્યું હતું કે જે દીકરીઓને હજુ પણ કોઈ પણ પ્રકારની જરૂરિયાત ઊભી થશે તો તે વિના સંકોચે એસોસિએશનનો સંપર્ક સાદી શકશે અને તેમની તકલીફોનું નિવારણ ત્વરિત કરવામાં આવશે. વાર્ષિક સાધારણ સભા અંતર્ગત તેઓએ જણાવ્યું હતું કે, આ કેવો પ્રસંગ છે કે જેમાં સમગ્ર ઉદ્યોગ જગતના ઉદ્યોગકારો એક મંચ હેઠળ આવી પોતાની નૈતિક જવાબદારીઓને પૂર્ણ માટે કરવામાં આગળ આવે છે. એસોસિએશનને મજબૂત બનાવવાનો પ્રયત્ન પણ હાથ ધરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.